લેખક વિશે

Brahmnarayan Brahmbhatt
બી.એમ.બ્રહ્મભટ્ટ
બંગ્લો નંબર 12,આરોહી રેસીડેન્સી,
સોબો સેન્ટર પાછળ,ગાલા જીમ ખાના રોડ,
એસ.પી. રીંગરોડ, બોપલ, અમદાવાદ
મોબ:9824077463

શ્રીમતી કુસુમ.બી.બ્રહમભટ્ટ
આ સમર્પિત કાર્યમાં તેણીએ પણ મદદ કરી છે.
Kusum B Brahmbhatt

  • “ઇશ્વર છે કે નહિ તેની દુનીયામાં ખૂબ જ ચર્ચામાં થાય છે. લેખકને “ઇશ્વર” ની જ કૃપાથી એવું જીવન મલ્યું કે જેમાં તેમને ઇશ્વરની પ્રતીતિ થઇ.
  • વિશ્વ પર કામ કરતી અને વિશ્વમાં અણુએ અણુને કાબુ રાખતી અને તેનાં નક્કી કરેલાં વિશિષ્ટ ધ્યેય તરફ વિશ્વને લઇ જતી અદૃશ્ય, અવિનાશી આદિ અને અનંત એવી વિશિષ્ટ તાકાતનો દિવ્ય અનુભવ લેખકને થયો. વિશ્વનાં ખૂણે ખૂણે વિશિષ્ટ માનવ બની માનવ સમુદાયને ચોક્કસ માર્ગ તરફ વાળવાની તાકાતનો અનુભવ થયો. ભારતીય શાસ્ત્રોએ આ શક્તિને “નારાયણ” તેવું નામ આપ્યું છે. આ શક્તિનાં “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી”સ્વરૂપે લેખકે દર્શન કર્યા.
  • જ્યાં ભૌતિક સંપત્તિનું મૂલ્ય તુચ્છ લાગે છે. જ્યાં તમામ સત્તાઓ તુચ્છ લાગે છે, તેવા તમામ ઇશ્વરીય પ્રદેશમાં વિહાર કરવાનું સૌભાગ્ય લેખકને પ્રાપ્ત થયું. આ પ્રાપ્ત કરવા માટે લેખકે પચ્ચીસ પચ્ચીસ વર્ષથી મળતાં ઇશ્વરીય આદેશોનું પાલન કર્યું, ૧૯૮૫ માં “કોસ્મીક મ્યુઝીક” નામની ઇશ્વરીય સ્પંદનો ઝીલતી પુસ્તીકા લખી, છપાવી. પરંતુ ઇશ્વરીય આદેશ મળ્યો કે “હજુ નહિ””હજુ નહિ” ફક્ત પુસ્તકની પૂજા કરો અને લેખકે સદરહુ પુસ્તકની ફક્ત પૂજા અને માત્ર પૂજા કરી. તે બહાર ના પાડી.
  • ગમે તેની ધીરજ ખૂટી જાય તેવાં પંદર વર્ષ આ પૂજામાં વીત્યાં. બાદ ૧૯૯૯ માં ડિસેમ્બરમાં “ઇશ્વરીય પ્રકાશ” રામકૃષ્ણ અને “મા” તરફથી મળ્યો. આ પુસ્તકમાં મારી બુદ્ધિ, ચાતુર્ય કે વિચારો કશું જ નથી. ફક્ત “મા” અને પૂજ્ય રામકૃષ્ણ પરમહંસ તરફથી મળેલી કૃપારૂપ સંદેશ જ તેનાં સ્વરૂપે રજૂ કરેલ છે. જેમ જેમ વાંચશો તેમ તેમ તેમાંથી અનેક દિવ્ય કિરણો અને સ્પંદનો તમારા હૃદયમાંથી નીકળશે.
  • આ પુસ્તક અસલ ગુજરાતીમાં છે તેના અંગ્રેજી અનુવાદ મારા પરમમિત્ર પત્રકાર શ્રી એચ.પી.શાહે ખૂબ જ મહેનત અને ઉંડા રસ સાથે કરેલ છે. તેનો હું ઋણી છું.
  • આ કાર્યમાં સતત મદદ કરનાર સુરેશ પ્રજાપતિ, તપન અને ભાવનાબેનનો હું આભાર માનું છું. પુસ્તક પ્રસિદ્ધ કરવાં ઉદય જાગુષ્ટે આપેલા હૃદયપૂર્વકના સહકારને હું ઇશ્વરીય મદદ ગણું છું.
  • આ પુસ્તક વાંચનાર સર્વને ઇશ્વરને ઓળખવાની, પામવાની અને અનુભવવાની શક્તિ પ્રાપ્ત થાઓ તેવી ઇશ્વરને પ્રાર્થના.