અધ્યાય-૧૭ બાહ્ય જીવન અને અંદરનું જીવન

પાના નંબર – ૧૮૫
 • રામકૃષ્ણ બોલ્યાઃ
 • બેટા, આમ તારી પાસે બે જીવન છે. એક છે તારૂં બાહ્યજીવન અને એક તારા શરીરનું અંદરનું જીવન.(૧)
 • પ્રકૃતિએ ભારતની અંદર વિવિધ શાસ્ત્રો દ્વારા શરીરની અંદર રહેલા ભાવોનો તલસ્પર્શી અભ્યાસ કરી આ ભાવોની ગતિની સાત્વિક સપાટી, રાજસ સપાટી અને તામસ સપાટીની અંતિમ રૂપો બતાવ્યા છે.(૨)
 • વેદો, ઉપનિષદો, પૂરાણો, રામાયણ અને મહાભારતના અભ્યાસથી આ ભાવોના વિવિધ ગતિનો અભ્યાસ થાય છે.(૩)
 • કેટલાય ઋષિઓએ આ અંદરના દિવ્ય પ્રકાશ મેળવવા પોતાનાં સમગ્ર જીવન સમર્પિત કર્યા અને પોતાના અનુભવ સામાન્ય માણસ સમજી શકે તેવી વાર્તાઓ રૂપકોમાં કહી.(૪)
 • જીવનના વહેણમાં તમારી સ્થિતિ કઇ? તેનું નિરીક્ષણ કરી દરેક ક્ષણે તમારી ફરજ કઇ? તે ફરજ મુજબ કયું વર્તન કરવું? તેનું જ્ઞાન જનસમાજને આપ્યું.(૫)
 • પાના નંબર – ૧૮૬
 • આમ સમાજમાં વસતા મનુષ્યોની શરીરની અંદર રહેલા સામ્રાજ્ય ઉપર વિજય મેળવી ઇશ્વરના “દિવ્ય-પ્રકાશ” તરફ ગતિ કરવાના વિવિધ પ્રકારના દિવ્ય રસ્તાઓ બતાવ્યા જેથી સામાન્યમાં સામાન્ય મનુષ્ય પોતાના જીવનને સહજ રીતે તે રસ્તા ઉપર લઇ જઇ આ દિવ્યપ્રકાશ તરફ ગતિ કરે.(૬)
 • પ્રકૃતિએ પશ્ચિમની દુનિયા પાસે ભૌતિક પ્રગતિ કરાવી પોતાની પાસે રહેલાં પોતાના જ ગુપ્ત નિયમો ખોલ્યા. અને ભૌતિક જગતમાં આજુબાજુ પડેલી ચીજોમાંથી સુખો કેવી રીતે ઉત્પન્ન થાય તે શીખવ્યું.(૭)
 • પહેલાનાં રાજા મહારાજાઓ જે સુખ ભોગવતા તેનાથી અનેક ગણુ સુખ આ યુગમાં જીવતો સામાન્ય મનુષ્ય મેળવવા લાગ્યો.(૮)
 • આ બે પ્રગતિના ભેદ તું જો. ભૌતિક પ્રગતિ આંખના પલકારામાં સમગ્ર પૃથ્વી ઉપર ફરી વળે છે. જ્યારે શરીરની અંદરના જીવનની પ્રગતિ મેળવતાં સમાજે પેઢીઓની પેઢી આપવી પડે છે.(૯)
 • હવે, પ્રકૃતિ આ બધાને એકબીજા સાથે લાવી છે અને સમજાવે છે કે આ બંને વિકાસ મનુષ્ય વહેણ માટે ખુબ જરૂરી છે. (૧0)
 • ભારત શું છે? અને ભારતની અંદરની તાકાત કઇ છે તે સમજવા ભારતના અંદર પડેલાં આ શાસ્ત્રો અને તેની અંદર રહેલા ગૂઢાર્થ સાથે સમજવા પડે.(૧૧)
 • પાના નંબર – ૧૮૭
 • જ્યારે આ સમજાય ત્યારે ખબર પડે કે મનુષ્યના શરીરની અંદર રહેલાં સામ્રાજ્યને પણ બરોબર કરવું પડે અને પ્રજાના અંદર રહેલા સામ્રાજ્યનો વિકાસ કરવામાં ન આવે તો આખો સમાજ ભાંગી પડે અને તે “પશુ” જેવો બની જાય.(૧૨)
 • મનુષ્ય તો પ્રકૃતિનું સર્વશ્રેષ્ઠરૂપ છે. આને પ્રકૃતિનાં અંદર રહેલા “દિવ્ય પ્રકાશ” જેને “બ્રહ્મત્વ” કહે છે. તે તરફ પ્રકૃતિને ગતિ કરાવવી છે.(૧૩)
 • વળી, પ્રકૃતિએ બાહ્ય ભૌતિક જગતમાં છુપાયેલા સુખોને બહાર કાઢી મનુષ્ય તરફ ધકેલવા છે. જેથી તે આ દિવ્ય પ્રકાશ તરફ જવામાં મદદરૂપ થાય અને મનુષ્યજીવનમાં સુખ ઉત્પન્ન થાય.(૧૪)
 • આ બધું અહીંજ હતું પરંતુ પ્રકૃતિના નિયમોના અજ્ઞાનને કારણે તેનું પરિવર્તન ના થઇ શક્યું તેનું તું તારા માનસ દ્વારા જ્ઞાન કર.(૧૫)
 • અત્યારે દેખાતા તમામ ભૌતિક સાધનો પૃથ્વી પર હયાત વસ્તુઓનું કરેલ પરિવર્તન જ છે તેમ સમજ.(૧૬)
 • આ સમજવાથી તારામાં “પરિવર્તન” નું અંદરનું સહજ જ્ઞાન પેદા થશે. ફક્ત “પરિવર્તન” થી માણસે પોતાની તાકાત કેટલી વધારી દીધી છે. પ્રકૃતિની દૃષ્ટિએ આ ફેરફાર માત્ર સમુદ્રના દેખાતા પાણીના એક બુંદ જેટલો છે.(૧૭)
 • પાના નંબર – ૧૮૮
 • આ “ભૌતિક વિકાસ” પણ માયાનો જ એક ભાગ છે. તે ફૂલવા માંડે છે. પછી કોઇનાથીય રોકાતો નથી ત્યારબાદ તેની પ્રકૃતિની દૃષ્ટિએ, પ્રકૃતિની ઇચ્છા મુજબની મહત્તમ સીમા આવે એટલે આપોઆપ સંકોચન શરૂ થાય છે. આ પ્રકૃતિનો અંદર રહેલો વિશિષ્ટ ગુણ તું તારા જ્ઞાન ચક્ષુથી જો.(૧૮)
 • તારા “જ્ઞાન-ચક્ષુ”થી તું આ ભૌતિક વિકાસને તારા અંદરના જીવનનાં વિકાસ માટે કામ લે.(૧૯)
 • “ભોતિક વિકાસ” માં તું પ્રકૃતિના સુંદર દ્રશ્યો, પ્રકૃતિનો સુંદર ઘ્વનિ, પ્રકૃતિની પોતાની આગવી ચાલ, વગેરે નિહાળ. તારા અંદરના ભાવો આ “ભૌતિક વિકાસ” ના સાધનોના રવાડે ચડી તારૂં અંદરનું જીવન તને ભૂલવાડી ના દે તેનું ધ્યાન રાખ. (૨0)
 • “ભૌતિક વિકાસ” કરનારાઓને પ્રકૃતિ તમાચા મારી બતાવે છે કે એકલા આ વિકાસ ઉપર આધાર રાખી તમારા રાષ્ટ્રને આગળ લઇ જવાનો પ્રયત્ન કરશો તો આખા સમાજને ઉંડી ખાઇમાં નાખી દેશો અને પછી જાગશો તો દેખાશે કે તમોએ સમાજને ઊંડી ખીણમાં નાંખ્યો.(૨૧)
 • એકલા અંદરના જીવનને પ્રાધાન્ય આપીએ તો રાષ્ટ્ર પ્રકૃતિના “ભૌતિક વિકાસ” થી વંચિત રહે અને પ્રકૃતિની અંદર રહેલી વિશિષ્ટ તાકાતો બહાર લાવી ના શકે અને તેના મનુષ્યોને સુખ આપી ના શકે. (૨૨)
 • પાના નંબર – ૧૮૯
 • તારૂં કામ આ બંને બાબતોનો સુંદર સમન્વય કરી જીવનને અતિ સુંદર અને પ્રકૃતિના ઉચ્ચતમ ઉદાહરણ તરફ લઇ જવાનું છે. (૨૩)
 • જ્ઞાનની દ્રષ્ટિએ મનુષ્ય એક પ્રાણી જ છે, પરંતુ પ્રકૃતિએ “પશુ” થી તેને વિશિષ્ટ કક્ષામાં મૂક્યું છે. તારે આ “મનુષ્યત્વ” તરફ જોવાનું છે. અને આ “મનુષ્યત્વ” નો વિકાસ કરવાનો છે, તેને બચાવવાનું છે. (૨૪)
 • કોઇપણ વિકાસનો સાત્વિક રીતે ઉપયોગ કરો એટલે મહત્તમ આનંદ, સુખ ઉત્પન્ન થાય અને ઇશ્વરનો અહેસાસ થાય.(૨૫)
 • જ્યારે આ ભૌતિક વિકાસનો રાજસ અને તામસ રીતે ઉપયોગ કરો એટલે દુઃખ, ત્રાસ, નફરત પેદા થાય. ઘણીવાર પૃથ્વી ઉપરના નરકો પેદા થાય અને ભૌતિક વિકાસ તરફ નફરત પેદા થાય.(૨૬)
 • જ્યારે આ અંદરના જીવનનો રાજસ અને તામસ રીતે ઉપયોગ થાય એટલે લુચ્ચાઇ, જુઠ, પ્રપંચનો વિકાસ થાય નિર્બળતાનું મહાન નરક પેદા થાય.(૨૭)
 • જ્યારે આ બંને વિકાસોનો સમન્વય કરી, બંનેનો સાત્વિક રીતે ઉપયોગ કરી જીવન જીવવામાં આવે તો મનુષ્ય જીવન પ્રકૃતિના વિકાસની મંઝિલના ઉચ્ચતમ પગથિયા તરફ ગતિ કરે.(૨૮)
 • બેટા, બંને વિકાસોને જુદા જુદા ભાગોમાં વિકસાવી પ્રકૃતિ સમગ્ર પૃથ્વીની પ્રદેશોને નજીક લાવી છે. અને બતાવે છે કે મનુષ્યત્વ ના વિકાસ માટે આ બંને તરફના જીવનના વિકાસો અતિ મહત્વના છે. (૨૯)
 • પાના નંબર – ૧૯0
 • બધા રાષ્ટ્રોને પ્રકૃતિનો સંદેશ છે કે અંદરના અને બહારના વિકાસનો સાત્વિક ઉપયોગ કરી તમારા સમાજને ઉચ્ચતમ “મનુષ્યત્વ” તરફ લઇ જાવ અને “મનુષ્યત્વ” નું એકત્વ સમજાવો.(૩0)
 • ધ્યાન રાખ, બેટા, કોઇ એક મનુષ્યત્વના વિકાસનો કંઇ અર્થ નથી. સમગ્ર રાષ્ટ્રનો વિકાસ થાય તે મહત્વનું છે તે વાત “અંદરનાં જીવન” ના વિકાસ માટે સમજવાની છે. (૩૧)
 • આ માટે વ્યવસ્થિત રાષ્ટ્રીય પ્રયત્નો કરવા પડશે. ફક્ત “વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ” નહિ ચાલે. તેની સાથે “આધ્યાત્મિક જ્ઞાન” પણ રાષ્ટ્રીય સ્તરે આપવું પડશે.(૩૨)
 • કોઇ એક ધર્મના ખ્યાલ હવે “વામણા” પડશે. બધા ધર્મો તરફ સન્માન રાખી ધર્મના મૂળ સ્વરૂપ “ઇશ્વરીય તત્વ” એટલે કે “નારાયણ-ભાવ” દરેકે સમજવો પડશે.(૩૩)
 • ધાર્મિક ઝનુનીઓના ઝનુનોને પ્રકૃતિ તેની આગવી રીતે નાશ કરી કાબુમાં લાવવાની જ છે. કારણ પ્રકૃતિને મનુષ્યને તેની ઉચ્ચતમ સપાટી પર લઇ જવો છે. (૩૪)
 • આ યુગમાં પ્રકૃતિ સર્વને એકબીજાની નજીક લાવી છે ત્યારે તું “મનુષ્યત્વ:ના એકત્વ તરફ દૃષ્ટિ કર. (૩૫)
 • એક તરફ જુદા જુદા ધર્મો, જુદી જુદી ભાષાઓ, જુદા જુદા પહેરવેશો તરફ દૃષ્ટિ કરવાથી “ભિન્નત્વ” નો ખ્યાલ આવશે, જ્યારે “સ્ત્રી-પુરુષનો પ્રેમ”, “માતૃત્વનો પ્રેમ”, “દરેક જાતની શારીરિક
 • પાના નંબર – ૧૯૧
 • ક્રિયાઓ” દરેકના શરીરમાં રહેલા વિવિધ ભાવો અને તેનાથી થતી ક્રિયાઓ જોવાથી આ “ભિન્નત્વ” માં રહેલું “મનુષ્યત્વ” નું “એકત્વ” તને દેખાશે.(૩૬)
 • તારી દૃષ્ટિને વિશાળ કરી “મનુષ્ય” ના વહેતા મહાન પ્રવાહનાં કાંઠે ઉભા રહી “મનુષ્ય” ના “એકત્વ” નું નિરીક્ષણ કર.(૩૭)
 • આમ નિરીક્ષણ કરવાથી તને પ્રકૃતિની આખી ચાલની ખબર પડશે. એકવાર આ ચાલની ખબર પડશે એટલે તને ખ્યાલ આવશે કે પ્રકૃતિ મનુષ્યને તેની અંદરના જીવનને સાત્વિક બનાવી અને બહારના જીવનને સાત્વિકતા તરફ વાળી ઉચ્ચત્મ “મનુષ્યત્વ” તરફ જવા આદેશ આપે છે.(૩૮)
 • આ રીતની દૃષ્ટિથી તને પ્રકૃતિનો “મનુષ્ચત્વ” ને આગળ લઇ જવાનો રસ્તો દેખાશે. પ્રકૃતિ પોતાની રીતથી મનુષ્યની અંદરના અને મનુષ્યના બહારના જીવનનો સમન્વય કરતી દેખાશે અને સમગ્ર “મનુષ્યત્વ” ને તેના “એકત્વ” ની ઉચ્ચ સપાટી પર લઇ જતી દેખાશે. (૩૯)
 • પ્રકૃતિની આડી અવળી ગતિમાં તેની આ સીધી ગતિ દેખાશે. એકવાર આ ગતિ દેખાયા બાદ તને તારૂં “અસ્તિત્વ” પણ સમજાઇ જશે. તું પ્રકૃતિનું માત્ર બિંદુ છે તે વાત સમજાઇ જશે.(૪0)
 • પ્રકૃતિની આ ગતિ સમજાવવા અને “મનુષ્યત્વ” ને તેના ઉચ્ચતમ “એકત્વ” તરફ લઇ જવા માટેનો રાહ બતાવવા પ્રકૃતિ તને
 • પાના નંબર – ૧૯૨
 • માધ્યમ બનાવી રહી છે. તને આ મહાન ભાગ્ય મલ્યું છે. આનું અભિમાન કરવાને બદલે તને “ઇશ્વરકૃપા” મળી છે તેમ સમજ. (૪૧)
 • આખી પૃથ્વી માનસની દ્રષ્ટિએ અને “ભિન્નત્વ” ની દૃષ્ટિએ વિશાળ હતી. પ્રકૃતિએ તેને “માનસ” ની દૃષ્ટિએ અને “એકત્વ” ની દૃષ્ટિએ ખૂબ જ નાની બનાવી દીધી છે. અને સમગ્ર બ્રહ્માંડની મહાન દૃષ્ટિ પ્રગટાવી છે.(૪૨)
 • બ્રહ્માંડની અનંતતામાં પૃથ્વીનું અસ્તિત્વ બિંદુથી પણ નાનું છે તે સમજાવ્યું છે.(૪૩)
 • હવે પૃથ્વીનું જીવન અને અન્ય ગ્રહોના જીવનને પ્રકૃતિ નજીક લાવવાની છે. અને આપણા વામણા “ભિન્નત્વ” ના ખ્યાલ ઉપર આપણને હસવું આવે તેવી પરિસ્થિતિ પેદા કરવાની છે. (૪૪)
 • “ઇશ્વર” “અલ્લાહ” કે “ગોડ” જે કહો તે એક જ ભાવ છે તે બધાને આપોઆપ સમજાઇ જાય તેવી પરિસ્થિતિ તરફ પ્રકૃતિ લઇ જાય છે.(૪૫)
 • “ભિન્નત્વ” ની વાતો કરનાર આ “ઇશ્વરીય-ભાવ” નો સમજતો જ નથી. તે વાત પ્રકૃતિ પૂરવાર કરી દેવાની છે. (૪૬)
 • સમગ્ર પૃથ્વીના દેશો પૃથ્વી અને વિશ્વમાંથી “વિશ્વ-શાંતિ” ની વાતો કરે છે. ત્યારે સમજવાનું છે કે પૃથ્વી તો માત્ર એક બિંદુથી
 • પાના નંબર – ૧૯૩
 • પણ નાનું એવું બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવતું એક બિંદુ છે. તે નાશવંત છે.(૪૭)
 • ઘણાં જ્ઞાનીઓને આ નાશવંતતાનો ખ્યાલ આવતાં તે જીવન પ્રત્યે ઉદાસીન બની “અંતે બધું નાશવંત છે.” એમ કરી પોતાના જ્ઞાનમાં અંદર મસ્તીમાં રહે છે.(૪૮)
 • આવું જ્ઞાન હોવા છતાં સમગ્રતયા મનુષ્ય જીવનને તેની ઉચ્ચતમ સપાટી પર લઇ જવાનું આપણુ કર્તવ્ય છે તે સમજનાર જ્ઞાની મનુષ્ય બીજાના જીવનને ખૂબ ખૂબ સુખી કરી પોતે પ્રકૃતિસ્વરૂપ બની જાય છે.(૪૯)
 • બ્રહ્માંડ અને તેમાં રહેલી પૃથ્વીના સમગ્ર ભાગમાં વહેતું મહાન “વિશ્વ સંગીત” “સાત્વિકતાની જીત” અને “મનુષ્યત્વ” નું “એકત્વ” તે તું સાંભળ.(૫0)
 • તારા બહારના જીવન અને અંદરના જીવનને તું સંભારી તેને સાત્વિકતા તરફ વાળ. (૫૧)
 • કોઇપણ દેશના મનુષ્યોને આવી પડેલી મુશ્કેલીઓમાં પોતાનાથી શક્ય એટલી સહાય કરી, તેઓની મુશ્કેલી, દુઃખ દૂર કરવામાં મદદ કરવી તે બધા મનુષ્યનું કર્તવ્ય છે. અને પ્રકૃતિએ આપેલી ફરજ છે.(૫૨)
 • પૃથ્વીના સમગ્ર રાષ્ટ્રોએ આ “મનુષ્યત્વ” ના “એકત્વ” ની વાત સમજવી જ પડશે અને પોતાના રાષ્ટ્રમાં ગમે તે મનુષ્ય હોય તેને મનુષ્યત્વ રીતે “એકત્વ” આપવું પડશે. “મનુષ્યત્વ” ના આવા “એકત્વ” તરફની દૃષ્ટિ રાખનારા રાષ્ટ્રોનો પ્રાકૃતિક વિકાસ થશે.(૫૩)
 • પાના નંબર – ૧૯૪
 • “ભૌતિક વિકાસ” પામેલા રાષ્ટ્રોએ “આધ્યાત્મિક વિકાસ” કરવો પડશે અને “આધ્યાત્મિક વિકાસ” વાળા રાષ્ટ્રે “ભૌતિક વિકાસ” કરવો પડશે. અને તે રીતે મનુષ્યને “મનુષ્યત્વ” અને તેનું “એકત્વ” સમજાવવું પડશે. આનાથી મનુષ્યજીવન પ્રવાહનો એક મહાન દિવ્યપ્રવાહ શરૂ કરવાનો છે. આ રીતે પ્રકૃતિની ચાલ સાથે તાલ મિલાવી પ્રકૃતિના કાર્યને સરળ બનાવવાનું છે.(૫૪)
 • “ભૌતિક વિકાસ” નો ઉપયોગ મનુષ્ય તેની “અંદરના જીવન” ના વિકાસ મુજબ કરવાનો છે. આમ “અંદરનું જીવન” સમજવાનો મહાનયુગ આવી રહ્યો છે. (૫૫)
 • “અંદરનું જીવન” સાત્વિકતા તરફ વળે અને તે “ભૌતિક સાધનો” ને સાત્વિકતા તરફ વાળે તો મનુષ્યને ઉચ્ચતમ સુખ મળે. પ્રકૃતિની આ જ ઇચ્છા છે.(૫૬)
 • આથી જ વિશ્વ (પૃથ્વી) સ્તરે એક અદૃશ્ય એવો મહાન ભાવ પેદા કરવાનો છે કે રાષ્ટ્ર પોતાના તમામ સાધનો સાત્વિક રીતે વાપરે અને “મનુષ્યત્વ” ના “એકત્વ” તરફ ગતિ કરે.(૫૭)
 • તારે “વિશ્વ-શાતિં” નો આ મહાન સંદેશ દરેક રાષ્ટ્રને આપવાનો છે. અને “મનુષ્યત્વ” ના “એકત્વ” ના મહાન આદર્શ તરફ દરેક રાષ્ટ્ર ગતિ કરે તે માટે અંગુલિનિર્દેશ કરવાનો છે.(૫૮)
 • આનાથી સાચો ધર્મ માનવ-ધર્મ તે સમજાઇ જશે. પૃથ્વીના તમામ મનુષ્યો એક છે. આપણે આ મનુષ્યોના જીવનપ્રવાહમાં આવતી
 • પાના નંબર – ૧૯૫
 • મુશ્કેલી, દુઃખ, અડચણ દૂર કરવાની છે. તેમાં સુખ, આનંદ, શાંતિ પેદા થાય તેવા પ્રયત્નો કરવાના છે. બીજાને ઉપયોગી થાય તેવું આપણું જીવન બનાવવાનું છે. આપણા થકી સમગ્ર મનુષ્ય પ્રવાહને અથવા કોઇપણ મનુષ્યજીવનના પ્રવાહને દુઃખ, હાનિ કે મુશ્કેલી પેદા ન થાય તે જોવાનું છે. આવી જાતનાં “માનવ-ધર્મ” નો વિશ્વ (પૃથ્વી) નાં સ્તરે ધીમે ધીમે ઉદય કરવું કામ પ્રકૃતિ કરી રહી છે. અને સ્થાપિત કરી રહી છે કે સાચો ધર્મ “માનવ-ધર્મ” જ છે.(૫૯)
 • ઇશ્વરમાં શ્રદ્ધા રાખી “માનવ-ધર્મ” બજાવતો મનુષ્ય જ શ્રેષ્ઠ મનુષ્ય છે. તે વાત આ યુગની મહાન ઉક્તિ છે.(૬0)
 • આ રીતે જીવતો મનુષ્ય પછી તે ગમે તે ધર્મનો હોય, ગમે તે રાષ્ટ્રનો હોય, ગમે તે પહેરવેશ પહેરતો હોય પ્રકૃતિનો વહાલો પુત્ર છે. આવા મનુષ્યોથી જ પ્રકૃતિ “મનુષ્યત્વ” ના “એકત્વ” તરફ ગતિ કરે છે.(૬૧)
 • આમ એક “મનુષ્ય” ને બીજા “મનુષ્ય” ને “સહન” કરવાની મહાન તાકાતનો ઉદય થઇ રહ્યો છે. અને એકબીજા પ્રત્યે સહાનુભૂતિનો મહાન અભિગમ પ્રકૃતિ લાવી રહી છે.(૬૨)
 • ભારત દેશ આવા મહાન “મહાન-ધર્મ” અને એકબીજાને સહન કરવાની તાકાતવાળો અને એકબીજા તરફ સહાનુભૂતિ ધરાવતાં મહાન દેશ તરીકે બહાર ઉપસી આવવાનો છે. (૬૩)
 • અનેક ભાષાઓ, અનેક પહેરવેશો, અનેક ધર્મો હોવા છતાં એકબીજાને સહન કરી, એકબીજા તરફ સહાનુભૂતિ બતાવી
 • પાના નંબર – ૧૯૬
 • મહાન માનવ-ધર્મનું ઉત્તમ ઉદાહરણ આપતો પૃથ્વી પરનો મહાન દેશ તરીકે ઉપસી આવવાનો છે. (૬૪)
 • તમામ “ભૌતિક-વિકાસ” સાથે “અંદરના જીવન” ના વિકાસવાળો મહાન માનવ-સમાજ ભારતદેશમાં ઉપસી આવવાનો છે. અને ભારત “માનવ-ધર્મ” નો ઉચ્ચતમ દાખલો સમગ્ર પૃથ્વી ઉપરનાં રાષ્ટ્રને પૂરો પાડવાનો છે.(૬૫)
 • તને આ તમામ સંદેશાઓ આપી ભારતના આ મહાન કાર્યને વેગવંતુ બનાવવાનું કાર્ય કરવા આદેશ આપુ છું. તેની સફળતા કે નિષ્ફળતા પર વિચાર કર્યા વગર ફક્ત એક ઇશ્વરીય માધ્યમ તરીકે ફળની આશા રાખ્યા વગર તું કામ કર. (૬૬)
 • આ રીતે પૃથ્વી પરના રાષ્ટ્રોમાં પણ બહારના જીવનનાં “ભૌતિક-વિકાસ” સાથે “અંદરના જીવન” નો વિકાસ કરી “માનવ-ધર્મ” ના ઉત્તમ ઉદાહરણો ઉપજાવી સમગ્ર માનવ-પ્રવાહને “મનુષ્યત્વ” ના “એકત્વ” તરફ ગતિ કરાવી તેનાં ઉચ્ચતમ બિંદુ તરફ લઇ જવાની પ્રકૃતિની ચાલમાં સહાયભૂત થવાનું તારૂં કાર્ય છે.(૬૭)
 • ઓ ભારતના મહાનપુત્ર, તું તારી આ ફરજ બજાવ. તારી અંદરની નિર્બળતા તું ખંખેરી નાખ. ઇશ્વર પરની શ્રદ્ધા રાખ. ફક્ત ઇશ્વરના માધ્યમ તરીકે કામ કર. સફળતા જ થાય તેવું વલણ છોડી દે. ફક્ત કામ કર. ઇશ્વર તેના પોતાના કાર્યના ઇશ્વરીય પરિણામો તેની રીતે લાવશે તેવી શ્રદધા રાખ.(૬૮)
 • તારા “અંદરના જીવન” માં આવતો આ “દિવ્ય-પ્રકાશ” તું તારી રીતે પૃથ્વી પર ફેલાવ અને તે રીતે પૃથ્વી ઉપરનાં “મનુષ્યત્વ” નું
 • પાના નંબર – ૧૯૭
 • “એકત્વ” બતાવી આ પ્રકૃતિનાં શ્રેષ્ઠરૂપ એવા મનુષ્ય જીવનના પ્રવાહને સુખરૂપ, આનંદદાયક અને અડચણ વિનાનો બનાવી તેના ઉચ્ચતમ બિંદુ તરફ જવાની પ્રકૃતિની ચાલમાં મદદ કર.(૬૯)
 • તું એક વૈજ્ઞાનિક સત્ય માન કે તું આ સમગ્ર બ્રહ્માંડમાં હતો, છું અને રહેવાનો છું. તારું અત્યારનું સ્વરૂપ આ બ્રહ્માંડમાંથી જ “પરિવર્તન” કરી પ્રકૃતિએ બનાવેલું છે. તું આ બ્રહ્માંડમાં જ “પરિવર્તન” પામી રહેવાનો છે.(૭0)
 • આમ તું પ્રકૃતિએ પેદા કરેલું રમકડું છે. પ્રકૃતિએ તને આવા કાર્ય માટે પસંદ કર્યો તે તારૂં સૌભાગ્ય છે. આથી તને હું “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” નાં “માં” એ બતાવેલ રૂપોમાં લીન થઇ પ્રકૃતિનાં આ કાર્યને આગળ ધપાવવાનું કાર્ય કરવાનું જણાવું છું. (૭૧)
 • ઇશ્વરને પોતાના જુદા જુદા રૂપો જુદી રીતે બતાવવાનો આનંદ છે. અને તે દ્વારા તે અનેકરૂપ છે. તે એકરૂપ છે તે એક જ છે, તેવો અહેસાસ જ્ઞાનીને કરાવે છે. (૭૨)
 • તું ઇશ્વરની આ રીતની રમતને નહાળ. “અંદરના જીવન” નો વિકાસ કરી બહારના “ભૌતિક વિકાસ” ની મદદથી ઇશ્વરના અનેકરૂપો અને એકરૂપ નિહાળ. (૭૩)
 • દરેક મનુષ્યમાં રહેલ આ એક ઇશ્વરને તું બરાબર સમજ. આથી તેને “મનુષ્યત્વ” અને તેનું “એકત્વ” સમજાઇ જશે. અને ઇશ્વર આ માટે કેમ પ્રયત્ન કરે છે તે પણ સમજાઇ જશે.(૭૪)
 • પાના નંબર – ૧૯૮
 • તારા આ મનુષ્યરૂપને તું ઉશ્વરના ચરણે ધરી દે. તારા શરીરને ટી.વી. સમજી તેનુ ટ્યુનીંગ બરાબર ગોઠવ. અને તેમાં ઇશ્વરીય ચિત્રો, આદેશ અને અવાજ બરાબર ઉપસે તેમ ગોઠવ. પછી તને ખબર પડશે કે ઇશ્વરનું મહાન ટેલીકાસ્ટ ચાલું જ હોય છે. આપણે ફક્ત તે મેળવવાનું કાર્ય કરવાનું છે.(૭૫)
 • એકવાર આ ગોઠવાઇ જાય પછી મનુષ્ય જીવનનો મહાન આનંદ, સુખ, શાંતિ પ્રાપ્ત થાય છે. અને આપણી અંદર આપણે કરવાના કાર્યનો મહાન આદેશ મળે છે. (૭૬)
 • સર્વે મનુષ્યોમાં રહેલ “મનુષ્યત્વ” અને તેના “એકત્વ” નો મહાન ભાવ સમજાય છે. આ સમજાયા પછી આપણામાં રહેલાં “ભિન્નત્વ” ના ખ્યાલ પર આપણને પોતાને જ હસવું આવે છે.(૭૭)
 • તુ આળસ છોડી પ્રકૃતિના આ મહાન કાર્યમાં સાથ આપ.(૭૮)
 • હું પણ માના આદેશ મુજબ તને આદેશ આપી રહ્યો છું. માનવધર્મ જ મહાનધર્મ છે અને તે જ “મનુષ્યત્વ” ના “એકત્વ” તરફ દરેક મનુષ્યને લઇ જાય છે. આવી સીધી વાત સમજાવવા મેં તને અક દૃષ્ટિ આપી.(૭૯)
 • તારૂં કલ્યાણ થાઓ અને ઇશ્વરના મહાન તેજસ્વી દિવ્ય પ્રકાશો તારા જીવનમાં ઉજાસ લાવે તેવા મારા આર્શીવાદ. (૮0)
 • અધ્યાય ૧૭ મો સંપૂર્ણ