પાના નંબર – ૧૮
બેટા, માએ તને તેની કામ કરવાની રીત બતાવી અને મહાન નારાયણ શક્તિનાં પુરૂષરૂપ અને સ્ત્રીરૂપનાં દર્શન કરાવ્યા.(૧)હજારો જન્મની તપશ્ચર્યા બાદ આવા દર્શન થાય છે.(૨)તમામ દેખાય છે, તે વસ્તુ નાશવંત છે. આ નાશવંત વસ્તુમાં રહેલું અવિનાશી તત્વ નારાયણ શક્તિ દરેકમાં રહેલું હોય જ છે.(૩)મનુષ્ય એ નારાયણ શક્તિ પોતાનામાં પ્રગટાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.(૪)અનેક ઘર્ષણ પછી જેમ અગ્નિનું પ્રાગટ્ય થાય છે તેમ “મા” ની ખૂબ ભક્તિ, ચિંતન અને મનનથી “મા” તેમની આ નારાયણ શક્તિનાં દર્શન કરાવે છે.(૫)મનુષ્ય જીવન અને સમાજને ચલાવવા માટે મનુષ્યની અંદર જ કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, દયા, ક્ષમા, ભક્તિ, શાંતિ, ઉદારતા અને સદ્દભાવો મુકેલા છે. (૬)પાના નંબર – ૧૯
આ બધાનું સંચાલન કરવા માએ માનવ શરીરમાં “મન” અને બુદ્ધિ મુકેલા છે.(૭)મનુષ્યએ ભક્તિ વડે પોતાનમાં નારાયણ શક્તિનું પ્રાગટ્ય કરી, “મા” નું કામ “સાત્વિકતાનો વિજય” કરવું જોઇએ. (૮)પોતાની બુદ્ધિ વડે પ્રથમ મન ઉપર કાબુ મેળવવો જોઇએ. (૯)એકવાર મન બુદ્ધિના તાબામાં આવી જાય અને બુદ્ધિ તમામ ભાવો ઉપર સંયમ મેળવે ભક્તિ, ક્ષમા, દયા ઉદારતાનો વિકાસ થાય.(૧0)ઇશ્વર એટલે મા એ સર્જેલ દરેક ભાવનું સમાજ માટે જરૂરી મહત્વ છે. તેની સાચી સમજ બુદ્ધિને આવે ત્યારે “મા”ની ઝાંખી થાય છે.(૧૧)જ્યારે શરીરનાં ભાવોને સંયમ દ્વારા રોકવાની તાકાત આવે અને દરેક ભાવોનું સંચાલન મન દ્વારા નહિ, પરંતુ બુદ્ધિ દ્વારા થવા માંડે ત્યારે શરીરમાં રહેલી “મા” ની અવિનાશી શક્તિ “નારાયણ શક્તિ”ના દર્શન થવા માંડે છે.(૧૨)મનની શક્તિ અગાધ છે તે સેકન્ડમાં વિશ્વના કોઇપણ ખુણામાં જઇ શકે છે. આ મનનો કબજો શરીરનાં ભાવો લઇ લે ત્યારે વિચિત્ર સ્થિતિ પેદા થાય છે.(૧૩)માના નિયમ મુજબ બુદ્ધિ દ્વારા મન અન મન દ્વારા ભાવો ઉપર કાબુ રાખવો જોઇએ. (૧૪)પાના નંબર – ૨0
જ્યારે આનાથી ઉંધુ એટલે કે ભાવો મન ઉપર કબજો જમાવે અને મન બુદ્ધિ ઉપર કબજો એટલે “નારાયણ શક્તિ” ઉપર પડળો જામી જાય છે.(૧૫)મનુષ્યની જ્યારે આ સ્થિતિ હોય છે. ત્યારે ગમે તેટલી ભક્તિ કર્યા છતાં “નારાયણ શક્તિ” નાં દર્શન થતાં નથી.(૧૬)આમ છતાં “ભક્તિ” ખુબ જરૂરી છે. “નારાયણ શક્તિ” ઉપરના પડળો ઉખેડવા ભક્તિ ખુબ જ આવશ્યક છે.(૧૭)જેમ “બેટરીને ચાર્જ”કરવી પડે છે તેમ શરીરમાં “નારાયણ શક્તિ”ઉપરના પડળો ઉખેડવા માટે “ભક્તિ” ચાર્જીંગનું કામ કરે છે. (૧૮)જેમ બાહ્ય જગતનાં પ્રકૃતિનાં નિયમો છે. તેમ “મનુષ્ય” શરીરનાં સંચાલન માટેનાં પણ ચોક્કસ નિયમો છે.(૧૯)મા, નિયમબદ્ધ કામ કરી રહી છે.(૨0)માર્કેડેય મુનીએ પ્રાર્થનામાં કહ્યું જ છે કે હૃદયમાં દયા અને “હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા” એ માનો ગુણ છે. (૨૧)“મા” ને માર્મિક રીતે સમજો એટલે “મા” પોતાના નિયમોમાં નિષ્ઠુર છે. માના નિયમમાં સહેજપ તે બાંધછોડ કરતી નથી.(૨૨)પાના નંબર – ૨૧
અને આથી જ માનવ શરીરનું સંચાલન કરવાના માના નિયમોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવો જોઇએ. (૨૩)આ અભ્યાસ એટલે હૃદય, મગજ અને શરીરનાં જુદા જુદા અંગો કેમ ચાલે છે તે નહિં પરંતુ શરીરની અંદર રહેલા ભાવો, મન, બુદ્ધિ અને તેના સંચાલનની પ્રક્રિયાનો અભ્યાસ તેના નિયમોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવો જોઇએ.(૨૪)આ અભ્યાસથી આ મનુષ્ય શરીર આ સમાજ માટે સર્જાયુ છે તેનું જ્ઞાન થશે.(૨૫)આ શરીરની નાશવંતતા અને તેની અંદર રહેલા અવિનાશી તત્વનો ખ્યાલ આવશે.(૨૬)ચણાનો દાણો અને વડનો ટેટો એ બેનું ચિંતન કરવું જોઇએ.(૨૭)ચણાના દાણાને ગમે તેટલા ખાતર, પાણી અને પ્રકાશ આપવામાં આવે તો પણ તે વડનું ઝાડ બની ના શકે અને વડનાં ટેટાને જરૂરી પ્રકાશ, પાણી અને ખાતર મળતાં તે વડનું ઝાડ થઇ જાય છે.(૨૮)આમ જન્મની સાથે માએ દરેકમાં “પ્રાકૃતિક મર્યાદા” મુકેલી છે. આ “પ્રાકૃતિક મર્યાદા” ના ચિંતનથી મન ઉપર કાબુ ધરાવતા “અભિમાન” ના ભાવો ઓગળવા માંડે છે.(૨૯)એક ભાવ કે આ સમાજ ઉપર કોઇ અદ્રશ્ય અવિનાશી ભાવ કાબુ ધરાવી ર્હયો છે તેનુ દર્શન થાય છે. (૩0)પાના નંબર – ૨૨
એકવાર બુદ્ધિ મનને સમજાવી દે કે આ શરીર પણ આવી અવિનાશી શક્તિ દ્વારા બનાવવામાં આવ્યું છે અને તે સંપૂર્ણપણે તેની મર્યાદામાં છે. ત્યારે “મા” એટલે કે પ્રકૃતિની ઝાંખી થાય છે.(૩૧)મા, મનુષ્યને તેની મર્યાદામાં છુટથી રમવા દે છે.(૩૨)મનુષ્ય આ મર્યાદામાં શરીરની અંદર રહેલા ભાવોને (બુદ્ધિ વડે મન અને મન વડે ભાવોને) કાબુમાં લેવાની શક્તિ કેળવે છે. એટલે શરીરમાં જ રહેલી “નારાયણ શક્તિ”ના દર્શન થાય છે.(૩૩)આ સમાજ ચલાવાવની માની આ મૂળભૂત શક્તિ “નારાયણ શક્તિ”ની એકવાર સમજ આવી જાય ત્યારે મનુષ્યનાં તમામ અભિમાન, મદ, મોહ, લોભ ઓળગવા માંડે છે.(૩૪)મનુષ્યના આ ભાવો સંપૂર્ણપણે ઓગળી શકતા નથી અને માની માયાની મર્યાદા ઓળગંવાની તેની અશક્તિ તેને દેખાય છે.(૩૫)ગમે તેટલી સમજ છતાં મનુષ્ય દેહને તેની મર્યાદાઓ હોય જ છે.(૩૬)મનુષ્યની આ મર્યાદાની સમજ આવી જવાથી “અનંતતા” ના ભાવની સમજ આવે છે.(૩૭)આ “અનંતતા” નાં ભાવની સમજ પડતાં આ શરીરની “નાશવંતતા” અને તેની અંદર રહેલ “અવિનાશી” તત્વની ઝાંખી થાય છે. (૩૮)આ “અવિનાશી તત્વ” તે “નારાયણ શક્તિ” નો ભાવ સમજાય છે.(૩૯)પાના નંબર – ૨૩
જેમ શરીરના અંગોનો, તમામ ભૌતિક પદાર્થના કામ કરવાના નિયમોનો અભ્યાસ થાય છે. તેવી જ રીતે ભારતના ઋષિઓએ મનુષ્યની અંદર રહેલાં “ભાવો” નો અભ્યાસ કરેલ છે. (૪0)આ ભાવોના અભ્યાસથી જ ઋષિઓને “નારાયણ-ભાવ” જાણવા મળ્યો છે.(૪૧)આ “નારાયણ-ભાવ” દુનિયાના દરેક દેશોમાં જુદા જુદા ચિંતકોને દ્રશ્યમાનથયેલો છે. તેના જુદા જુદા નામ ગોડ, ઇશ્વર, અલ્લાહ એવા નામ અપાયા છે. (૪૨)જેમ ખાંડ, ને “ચીની”, “સુગર” એવા નામો અપાય છે પણ આખરે તે ખાંડ એટલે કે એક જ વસ્તુ છે તેમ આ મહાન ભાવનું નામ જુદુ જુદુ છે, પરંતુ તે એક જ ભાવ “નારાયણ-ભાવ” છે.(૪૩)આ ભાવ સમજી શકાય છે. વર્ણવી શકાતો નથી. દર્શાવી શકાતો નથી. એક મનુષ્ય બીજા મનુષ્યને આ ભાવ સમજાવવાની કોશીષ કરે તો પણ બીજા મનુષ્યની મર્યાદાને લીધે તે આબેહુબ તેવો ભાવ તેનાં શરીરમાં પેદા કરી શકતો નથી. (૪૪)આજનો સમાજ અત્યારે તે સુખો ભોગવી રહ્યો છે તે પ્રકૃતિનાં નિયમોનો અભ્યાસ કરી, તે શોધીને તે મુજબ વર્તીને મેળવી રહ્યો છે.(૪૫)પ્રકૃતિના પદાર્થોને પ્રકૃતિના નિયમો મુજબ સમાજનાં કલ્યાણ અને વિકાસ તરફ લઇ જવાની પ્રકિયામાં પ્રકૃતિને રસ છે. (૪૬)પાના નંબર – ૨૪
આ જ પદાર્થોને સમાજનો નાશ કરવા તરફ લઇ જવાની પ્રક્રિયાને રોકવા માટે પ્રકૃતિની પોતાની અંદર જ “નારાયણ-ભાવ” રાખ્યો છે.(૪૭)જેવી નાશ કરવનાની પ્રક્રિયા વધે, તરત જ “નારાયણ-ભાવ” પેદા થાય છે. અને જુદા જુદા સ્થળે જુદા જુદા મનુષ્યોમાં તે દેખાવા માંડે છે.(૪૮)આમ મનુષ્યના શરીરમાં જેમ “નારાયણ-ભાવ” રહેલો છે. તેમ અણુ અણુમાં આ “નારાયણ-ભાવ” રહેલો છે. (૪૯)આ “નારાયણ-ભાવ” વડે જ મા સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે.(૫0)આ “નારાયણ-ભાવ” ની સમજ આવી જાય એટલે આપણને અહેસાસ થાય કે સમગ્ર વિશ્વનું સંચાલન કરનાર કોઇ શક્તિ છે.(૫૧)એકવાર આપણું માનસ સમગ્ર વિશ્વનાં સંચાલન માટે આ શક્તિનો એકરાર કરે એટલે “ઇશ્વર” અથવા “ગૌડ” અથવા “અલ્લાહ” નો અહેસાસ થાય.(૫૨)આમ પછી નામ ગમે તે આપો પણ “મા” ના અસ્તિત્વનો સ્વીકાર થઇ જાય.(૫૩)“મા” ને પોતાના નામની પડી જ નથી.(૫૪)ઘણા “મા” ની આ શક્તિ “નારાયણ શક્તિને જ પ્રભુ યા ઇશ્વર ગણે છે.(૫૫)પાના નંબર – ૨૫
“મા” ઘણીવાર “નારાયણ શક્તિ”નાં કાર્યક્ષેત્રને સફળ બનાવવા પોતાના ભૌતિક નિયમોને મર્યાદામાં રહી ફેરફાર કરે છે. (૫૬)આવા “ફેરફારો” વિશ્વનાં કેટલાય સ્થળોએ “નારાયણ-શક્તિ” ધરાવતા મનુષ્ય માટે થયેલા છે.(૫૭)આને લોકો “ચમત્કાર” ગણે છે. ખરી રીતે આ “ચમત્કાર” નથી હોતો પરંતુ પ્રકૃતિ એટલે કે “મા”ની અંદર રહેલો આ વિશિષ્ટ ગુણ છે.(૫૮)“મા” પોતે જ મનુષ્યને જણાવે છે કે દરેક મનુષ્યએ પોતાનામાં “નારાયણ-શક્તિ” જાગે તેવાં પ્રયત્નો કરવા જોઇએ. (૫૯)તમો “મા” ને ઇશ્વર ગણો કે “નારાયણ શક્તિ”ને ઇશ્વર ગણો તેમાં કંઇ ફેર પડતો નથી.(૬0)સમગ્રતયા બધું જ પ્રકૃતિનું છે અને બધુંજ પ્રકૃતિમય છે એટલે કે “મા” મય છે.(૬૧)આમ દરેક મનુષ્યએ પોતાનાં તમામ ભાવો ઉપર મનથી અંકુશ લાવવો જોઇએ અને મન ઉપર બુદ્ધિથી અંકુશ લાવવો જોઇએ. (૬૨)આમ કરવાથી “નારાયણ-શક્તિ” ની ધીમે ધીમે જાગૃતિ થાય છે. આમાં પણ “નારાયણ-શક્તિ”નું ધ્યાન ધરવાથી આ “નારાયણ-શક્તિ” ની જાગૃતિની પ્રક્રિયામાં વધારો થથાય. (૬૩)પાના નંબર – ૨૬
સામાન્ય મનુષ્ય માટે આ ધ્યાન કરવું અશક્ય હોય છે. આ માટે શક્તિનું “પુરૂષરૂપ” અને “સ્ત્રીરૂપ” મા બતાવે છે અને તે છે “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી.”(૬૪)તને માએ આ બંને રૂપોનાં દર્શન કરાવ્યા છે.(૬૫)તારો જન્મ સફળ થઇ ગયો છે.(૬૬)સફળતા એટલે તારી પ્રસિદ્ધિ એવું માનીશ નહિં. સફળતાને તું મનુષ્યની નજરથી લઇશ નહિ, પરંતુ પ્રકૃતિની દ્રષ્ટિથી સમજજે.(૬૭)તારાથી અપાય તેટલાને આ દ્રષ્ટિ, આ સમજ આપજે.(૬૮)જેમ ફૂલમાં “સ્ત્રી કેસર” અને “પૂં-કેસર” એક જ ફૂલમાં હોય છે. તેમ “નારાયણ-શક્તિ”નાં આ બે ભાવાત્મક રૂપો છે.(૬૯)આખરે બધું એક જ છે. માની અદ્દભૂત તાકાતની મેં તને સમજ પાડી છે.(૭0)આ સમજ પણ “પૂર્ણ” નથી. કારણ આ સમજ કોઇપણ “પૂર્ણતા” થી આપી શકે તેમ નથી.(૭૧)આ રીતે તું તારામાં આ “બ્રહ્મ-નારાયણ” અને “બ્રહ્મ-લક્ષ્મી”નું ધ્યાન કર. તારા જીવનનું અચૂક કલ્યાણ થશે.(૭૨)પાના નંબર – ૨૭
ભારતીય શાસ્ત્રોનો મહાન નિયમ છે કે આ પૂર્ણ છે. આ પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તો પણ પૂર્ણ રહે છે આ પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો તો પણ પૂર્ણ છે. આ નિયમ બ્રહ્મત્વ સમજવા માટેનું મોટું માર્ગદર્શન આપશે. દુનિયાનાં કોઇપણ ખૂણામાં આ જ્ઞાન નહિ મળે. બ્રહ્મત્વની આ વૈજ્ઞાનિક ઓળખ છે.(૭૩)આ “બ્રહ્મત્વ”ની સઘળું પેદા થયું છતાં બ્રહ્મત્વ તેમનું તેમજ રહ્યું. બધું બ્રહ્મત્વમાં વિલીન થશે તો પણ બ્રહ્મત્વ એમનું એમ જ રહેશે. આ મહાન વૈજ્ઞાનિક સત્યને તું જ્ઞાન દ્વારા તારામાં ઉતાર એટલે સમગ્રતયા બ્રહ્મત્વનો ખ્યાલ આવીજશે. પછી તું ગમે તે આધાર લઇ બ્રહ્મત્વ સમજીશ તો પણ સમજાઇ જશે.(૭૪)અધ્યાય ૪ થો સમાપ્ત