- શારદમણિ બોલ્યાઃ :
- ભાનુને આપેલ જ્ઞાન પૃથ્વી ઉપરનું મહાન અમૃત છે. (૧)
- આ વાંચવાથી જ્ઞાનની સીમાઓનો વિસ્તાર વધે છે. (૨)
- જીવન પથ સાત્વિકતા તરફ વળે છે. (૩)
- “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ની મૂર્તિ આગળ આનું પઠન કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ
વધે છે. ઘરમાં આર્થિક મુશ્કેલી કદાપી રહેતી નથી. (૪) - દરરોજનો ઓછામાં ઓછો એક અધ્યાય કરીને એક માસમાં આ સંવાદો પૂરા કરવાથી તમામ આધિ, વ્યાધિ, ઉપાધિ નાશ પામે છે. (૫)
- આ સંવાદો જ્યાં વંચાતા હોય ત્યાં હનુમાનની શક્તિ અને ગણેશની શક્તિએ હાજર રહેવું પડે
છે. કારણ “નારાયણભાવના” તે અવિભાજ્ય ભાગ છે. આથી કોઇપણ જાતના વિધ્નો આવી શકતા
નથી. અને તમામ પ્રકારના ગ્રહોની પીડા આપોઆપ શાંત થાય છે. (૬) - ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ સંવેદોનો ૧૦૧ વખત અભ્યાસ કરવાથી બ્રહ્મનારાયણ અને બ્રહ્મલક્ષ્મી નાં રૂપોના દર્શન થાય છે.(૭)
- મા યોગામ્બાનો પ્રકાશ આપોઆપ આવે છે. જ્યાં આ પુસ્તક વંચાતુ હોય ત્યાં યોગમ્બાનો પ્રકાશ આવી જાય છે. અને આ પ્રકાશ આવવાથી તમામ પ્રકારના દુઃખ, પીડા ઓછી થાયછે.(૮)
- રામકૃષ્ણ અને માને યાદ કરવાની સાથે અમો “દિવ્યપ્રકાશ”માંથી બહાર આવી ભક્તોને જ્ઞાન, માર્ગદર્શન આપીએ છીએ. આધ્યાત્મિકતાનીઊંચી સપાટીની આ વૈજ્ઞાનિક વાત છે. આધ્યાત્મિકતાની સર્વે ધર્મોની ઊંચી સપાટી આ “દિવ્યપ્રકાશ”માં મળી જવું તે છે. ત્યારબાદ પૃથ્વી પરના કોઇપણ મનુષ્ય તે રૂપને યાદ કરી પ્રાર્થના કરે એટલે ઇશ્વર તે સ્વરૂપે “દિવ્યપ્રકાશ”માંથી આવે છે. આ હકીકત વૈજ્ઞાનિક રીતે જગત ઉપર પુરવાર થશે.(૯)
- ભાનુના ચોખ્ખા અને સાત્વિક હૃદયના અનુસંધાન રામકૃષ્ણના ફોટા મારફત થયા. રામકૃષ્ણના જીવનથી અજાણ, તેમના આશ્રમથી અજાણ એવી એક વ્યક્તિના માત્ર અનુસંધાનથી રામકૃષ્ણની કૃપાના ધોધ તેના ઉપર વહ્યા અને જ્ઞાના ફુવારા રામકૃષ્ણે ઉડાડ્યા તે હકીકત બની ગઇ છે.(૧૦)
- આ જ્ઞાન-સંવેદનું મનન, ચિંતન મનુષ્યના અજ્ઞાનતાના દરવાજા તોડી નાખી જ્ઞાન પ્રકાશ લાવે છે.(૧૧)
- કોઇ સંકટ આવ્યું હોય, કોઇ મુશ્કેલી આવી હોય, કોઇ વસ્તુ પામવી હોય તો દિવો અને અગરબત્તી કરી “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ની મૂર્તિ આગળ તે બાબતની આજીજી અને કાકલૂદીપૂર્વક માંગણી કરી આ સંવાદ વાંચવાનું પ્રણ લેવું. અને આ સંવાદ વાંચવો. પ્રકૃતિમાં આપોઆપ પરિવર્તન લાવી તમારું કામ બની જશે.(૧૨)
- અંધશ્રદ્ધાને મગજમાં પેસવા ન દેવી અને શ્રદ્ધાપૂર્વક વાંચન કરવું.(૧૩)
- કોઇનાથી સંવાદ વાંચી ન શકાય તેમ હોય તો “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ની માળાઓ કરવી. (૧૪)
- રોજની ઓછામાં ઓછી પાંચ માળાઓ કરવી. એટલે અંદરના હૃદયમાં સાત્વિકતા આપોઆપ જાગશે. તમારા જીવનના વહેણ બદલાતા જશે અને તમો સુખ, શાંતિ, સમૃદ્ધિ તરફના જીવન તરફ ગતિ કરશો. (૧૫)
- વાર્ષિક રીતે ૯ દિવસ રાખવા અને તેમાં “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ના મંત્રોની ૧૨૫૦ માળાઓ કરવી. વચ્ચે એકપણ દિવસ પાડવો નહિ. આમ કરવાથી ઇશ્વરકૃપા આપોઆપ શરૂ થઇ જશે. તમારા જીવનના પ્રકૃતિના પ્રવાહો અદ્રશ્ય રીતે સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવશે. લક્ષ્મીની કદી તૂટ રહેશે નહિ.(૧૬)
- “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” નો ભક્ત કદીપણ આર્થિક સંકડામણ અનુભવતો નથી. (૧૭)
- આ ભક્તોને “આંતઃસ્ફૂરણા” એકદમ વધી જાય છે. અને તેના ભાવો કાબુ આવે છે અને ભાવો ઉપર કાબુ આવે છે અને ભાવો તરફ ગતિ કરે છે. (૧૮)
- આ ભક્તોએ ખાસ જ્યારે આ પુસ્તકનું વાંચન ચાલતું હોય ત્યારે પોતાનું મન, હૃદય, દ્રષ્ટિ ખૂબ જ સાત્વિક રાખવા. (૧૯)
- આ પુસ્તકનું વાંચન થતું હોય ત્યારે સાંભળવા આવનાર વ્યક્તિની અંદર પણ સાત્વિકતા પ્રગટેછે. અને તેથી ઉર્ધ્વ ગતિ થાય છે. અને આખી કથા ધ્યાનપૂર્વક સાંભળવાથી તમામ પ્રકારના દુઃખ, દારિદ્ર અને પીડા નાશ પામે છે. (૨૦)
- આ “પુસ્તક” ની હાંસી કરનારનું પતન થાય છે. અને તેને અનેક મુશ્કેલીઓ આવે છે.(૨૧)
- જીવનમાં “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ના સેવનથી ખૂબ જ સુખ-શાંતિ આવે એટલે આ પુસ્તકના વાંચન માટે કથાનો કાર્યક્રમ રાખવો અને જનસમાજમાં બધાને આમંત્રણ પાઠવવા. જાહેરજનતાને આવવા આમંત્રણ આપવું.(૨૨)
- ત્રણ, પાંચ કે અગિયાર દિવસનો કાર્યક્રમ રાખવો. (૨૩)
- આ કાર્યક્રમમાં દરરોજ “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ના મંત્રોની ધૂમ બોલાવવી. આ મૂર્તિઓ પાસે નાચવું. કોઇપણ જાતની શરમ અનુભવ્યા વગર નાચવું, સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા, આંખમાંથી આંસુ આવી જાય તેટલી હદે ભાવાત્મક રીતે પ્રભુ પાસે પ્રાર્થના કરવી. આ સ્થિતિમાં પ્રભુ પાસે માંગેલું અવશ્ય મળે છે. તે નક્કી જાણવું. (૨૪)
- પોતાનાથી આવો પ્રસંગ ના થઇ શકે તેમ હોય તો બે ચાર જણાએ ભેગા થઇ આવો પ્રસંગ કરવો, તેમ ના બને તો ફક્ત આડોશી પાડોશી અને કુટંબીજનોને આમંત્રણ આપી આ કથા કરવી.(૨૫)
- કથાના અંતે ફળો અને શીરાનો પ્રસાદ બનાવી પ્રભુને ધરાવવો અને બધાને પ્રેમથી વહેંચવો.(૨૬)
- આમ કરવાથી જીવનમાં ઇશ્વરીય શાંતિ આવે છે. મનુષ્યનું તેજ વધે છે. અને આર્થિક સમૃદ્ધિ આવે છે. (૨૭)
- મનુષ્યમાં આવા સેવનથી “પરા-વાણી” આવવા માંડે છે. “પરા-વાણી” આવવાની સાથે મનુષ્યએ સંભાળ લેવાની છે કે કોઇનેય હેરાન કરવા, અગર તો કોઇનુંય બુરુ કરવા આ વાણી વપરાય નહિ. પરંતુ કોઇના દુઃખ દૂર કરવા, પીડા ઓછી કરવા આ વાણી વપરાય. આ પુસ્તકના સેવનથી “પરા-વાણી” નો અદ્દભૂત ઉદ્દભવ મનુષ્યમાં થવા માંડે છે. (૨૮)
- “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ના જીવન-કાળ સેવન કરવાથી સુખ-શાંતિ ભોગવતાં ભોગવતાં માણસ અંતે પરમધામ “બ્રહ્મધામ” પામે છે. અને “દિવ્યપ્રકાશ” માં ભળી જાય છે. (૨૯)
- મૃત્યુ વખતે “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ના મંત્રોનો ઉચ્ચાર કરવા માત્રથી “બ્રહ્મધામ” મળે છે. કારણ આ મંત્ર તે વખતે હૃદયથી બોલાય છે. અને હૃદયથી મંત્ર બોલાવાથી ઇશ્વરીય શક્તિ આપોઆપ આવે છે. ઇશ્વરીય શક્તિઓ આવવાથી તમામ બીજી શક્તિઓ નિષ્ક્રિય થઇ જાય છે.(૩૦)
- તમો શ્રદ્ધા રાખી “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી”ના ફોટા આગળ નાચો, ગાઓ. ખુલ્લામાં ઉભા રહી હાથ ઉંચા કરી આકાશ તરફ સ્થિર નજર રાખી “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી”ને કાકલૂદી કરો. કોઇપણ જાતની શરમ ન અનુભવો. ઇશ્વરીય તાકાતના આપોઆપ દર્શન થશે. તમારામાં ઇશ્વરીય શક્તિ આવવા માંડશે. (૩૧)
- આ પુસ્તકનું વાંચન વખતે બ્રહ્મચર્ય પાળવું. કથા કરાવવાના દિવસે ઉપવાસ કરવો અને પ્રસાદી વખતે ભોજન કરવું. (૩૨)
- “નવરાત્રી” દરમ્યાન “મા યોગામ્બા” ના ફોટા આગળ આ પુસ્તકનું વાંચન કરવાથી અને નવ દિવસ ઉપવાસ કરવાથી ત્રિવિધ પ્રકારના તાપો દૂર થાય છે. અને સુખ, સમૃદ્ધિનું પ્રાગટ્ય થાય છે. (૩૩)
- આખું જીવન બદલાઇ જાય છે, અને સાત્વિકતા તરફની ગતિ થાય છે. (૩૪)
- આ માહાત્મય મેં “રામકૃષ્ણ”ની ઇચ્છા મુજબ કહ્યું છે. અને “મા યોગામ્બા” ના આદેશથી કહ્યું છે. આ પુસ્તકના વાંચન અગાઉ આ માહાત્મય અવશ્ય વાંચવું. આ માહાત્મયના વાંચન વગરનું આ પુસ્તકનું વાંચન નિષ્ફળ જાય છે. માટે આ માહાત્મય પુસ્તકના વાંચન અગાઉ અવશ્ય વાંચવું. (૩૫)
- આ માહાત્મયના વાંચન માત્રથી મનુષ્યના વિચારો સાત્વિકતાની ગતિ પ્રાપ્ત કરે છે. (૩૬)
- રામકૃષ્ણ અને મા યોગામ્બા ને પ્રણામ કરી અને આ માહાત્મય વાંચનારને હૃદયપૂર્વક આર્શીવાદ આપી આ માહાત્મય હું પૂરુ કરું છું. (૩૭)