પાના નંબર – ૮0
ભાનુ બોલ્યાઃએ બ્રહ્મનારાયણ સ્વરૂપ રામકૃષ્ણા, મનુષ્યને જે સમાજમાં એટલે કે રાષ્ટ્રમાં વહેવાનું છે તે રાષ્ટ્ર અને વિશ્વ ને વહેવડાવવાની “મા” ની કઇ રીત છે આપના આપેલા ચિંતનથી અનેક પ્રશ્નો મારા મગજમાં ઉત્પન્ન થયાં છે. જેમ જેમ આ સમજાવો છો તેમ તેમ મારી અંદર રહેલા અજ્ઞાનની મને જાણ થાય છે. (૧)રામકૃષ્ણ બોલ્યાઃદરેક સમયે વિશ્વની ચોક્કસ સ્થિતિ હોય છે. “મા” ધીરે ધીરે મનુષ્યના હાથમાં પોતાના નિયમો ખૂલ્લા કરતી જાય છે. પ્રકૃતિની જ શક્તિઓ દ્વારા આ શક્તિઓના નિયમો જાણી મનુષ્યને કલ્યાણને માર્ગે આગળ વધારી રહી છે. તું વિચાર. પહેલાનાં રાજા મહારાજાએ નહિ ભોગવેલ સગવડો આજે સામાન્ય માણસ મેળવી રહ્યો છે. (૨)અમુક સગવડો માટેની રચના સામાન્ય મનુષ્યથી ના થઇ શકે. ગમે તેવો પૈસાદાર મનુષ્ય બધી સગવડો પોતે જ તૈયાર કરે તેવું ના બની શકે તેવી સ્થિતિ તરફ પ્રકૃતિ લઇ જાય છે અને તે દ્વારા મનુષ્ય મનુષ્ય વચ્ચે પ્રેમ સંબંધ, માનસિક એકતા, સહકાર તરફ જવાની પ્રેરણા પ્રકૃતિ આપી રહી છે.(૩)પાના નંબર – ૮૧
માનવીમાં “અર્પૂણતા” મુકી બીજા માનવીના સહકાર માટે પ્રકૃતિ પ્રેરણા આપે છે. (૪)“પ્રદેશો” વચ્ચે પ્રાકૃતિક સંપત્તિ એવી રીતે આપી છે કે એકબીજાના સહકાર વગર મનુષ્ય આગળ ના વધી શકે. (૫)આમ પ્રકૃતિ એકબીજા રાષ્ટ્રોના સહકાર, પ્રેમ ઇચ્છે છે અને તે દ્વારા “મનુષ્ય-બિંદુ” વિકાસનાં મીઠા ફળ મેળવે છે.(૬)દરેક સમયે આ સમગ્ર વિશ્વ કેટલું આગળ વધ્યું છે તે ઉપર પણ મનુષ્યના સુખનો આધાર રહેલો છે.(૭)તું જો, ટેલીફોન, ટી.વી., કોમ્પ્યુટર વગેરેથી આખું વિશ્વ એકબીજાથી કેવું નજીક આવી રહ્યું છે.(૮)દરેક મનુષ્ય કોઇના કોઇ સ્થળે મનુષ્યની સેવાના કામમાં રોકાયેલ છે. દરેક રાષ્ટ્રની સંપત્તિ સમગ્ર વિશ્વના મનુષ્યો માટે કુદરતે ઉત્પન્ન કરી છે. (૯)આ સંપત્તિ વેડફાઇ ના જાય અગર તો તેનો આડેધડ ઉપયોગ ના થાય અગર તો નાશ ના થાય તે જોવાની ફરજ જે તે રાષ્ટ્રની છે.(૧0)પ્રકૃતિ એટલે “મા” આખા વિશ્વના “મનુષ્યત્વ” ને આગળ વહેવડાવવા માટે કામ કરી રહી છે. તું ચિંતન કરીશ એટલે તને માના અદ્રશ્ય વિશાળ હાથો આ કામ કરી રહ્યા છે. તેની પ્રતિતી થશે.(૧૧)પાના નંબર – ૮૨
જુદા જુદા રાષ્ટ્રોની સમગ્ર ભૌતિક સંપત્તિની જેમ માનસિક સંપત્તિ પણ પ્રકૃતિએ જુદી જુદી પેદા કરી. (૧૨)જુદા જુદા રાષ્ટ્રોને તે ધીમે ધીમે નજીક લાવી વિશ્વની ઐક્યતાની અને તે દ્વારા મનુષ્ય કલ્યાણની વાત પ્રકૃતિ કહે છે. (૧૩)મનુષ્યને જન્મ વખતે મળેલ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ તે તેની મર્યાદા છે.(૧૪)આ કુટુંબ સમાજ અને રાષ્ટ્રનો વિકાસ થાય અને તે મનુષ્યના કલ્યાણના માર્ગે વળે તે જોવાની ફરજ દરેક મનુષ્યની છે.(૧૫)આ ફરજમાંથી પાછો પડે કે આ માર્ગમાં અંતરાય ઉભો કરે તેનો પ્રકૃતિ નાશ કરે છે. (૧૬)આ વસ્તુને તું ચિંતનથી વિચાર તો પ્રકૃતિની અદ્ભુત કહી શકાય તેવી “નારાયણ-શક્તિ” સમગ્ર વિશ્વમાં અદ્રશ્ય રીતે કામ કરતી જણાશે.(૧૭)મનુષ્યની અંદર રહેલા ભાવો દ્વારા નાચતા મનુષ્યોના સમુદો પોતાના સ્વાર્થ માટે “વિનાશાત્મક” પ્રવૃત્તિ કરે અને તેની સામે “નારાયણ-શક્તિ” આવા મનુષ્યોને રોકવાનું અને તેનો નાશ કરવાનું કામ કરે છે. એવું ચિંતનથી તને ફલિત થશે. (૧૮)આથી “ભાવો” પર અંકુશ રાખતા મનુષ્યોનું પ્રમાણ વધે તો રાષ્ટ્ર-હિત અને વિશ્વ-હિત છે.(૧૯)પાના નંબર – ૮૩
રાષ્ટ્ર પ્રકૃતિની તમામ તાકાતનો વિકાસ કરી શકે અને રાષ્ટ્ર તે તમામ તાકાતનો ઉપયોગ વિશ્વના વિકાસ તરફ જ કરે તે “નારાયણ-શક્તિ” નો આદેશ છે. (૨0)“નિર્બળ” નહિ પરંતુ “શક્તિશાળી” હોવું અને કલ્યાણકારી હોવું તેનું રાષ્ટ્ર બનવું અને તે તરફ વિશ્વને લઇ જવાનું કાર્ય પ્રકૃતિ કરી રહી છે. (૨૧)આ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહેલા આ “નારાયણ-શક્તિ” ની ચાલને નિહાળ.(૨૨)આટલા બધાં “વિનાશાત્મક સાધનો” ની વચ્ચે મનુષ્ય “નારાયણ-શક્તિ” થી જીવી રહ્યો છે. કારણ “નારાયણ-શક્તિ” પોતાની અદ્રશ્ય શક્તિથી આ વિનાશાત્મક સાધનો ઉપર કાબુ રાખે છે.(૨૩)આવા ચિંતનથી વિશ્વમાં કામ કરતી નારાયણ-શક્તિનો તને ખ્યાલ આવશે. (૨૪)સમગ્ર વિશ્વના મનુષ્યોનું જાણે એક શરીર હોય તેમ વિચાર અને આ શરીરમાં ભાવોનું તોફાન જો અને આ તોફાનને “નારાયણ-શક્તિ” દ્વારા અકુંશમાં રખાતું જો. એટલે તને ઇશ્વરના દર્શન થશે.(૨૫)ધર્મ અને ઇશ્વરનાં નામે વિનાશાત્મક પ્રવૃત્તિ કરતાં અને આંતક ફેલાવતા સમુદાયો શેતાનનાં સમુદાયો છે. તે ખરેખર ઇશ્વરને ખરેખર ઓળખતા જ નથી. (૨૬)પાના નંબર – ૮૪
કોઇ ધર્મ આવી વિનાશાત્મક પ્રવૃતિ કરવાનું કહેતો નથી. ઇશ્વરને તો ફકત મનુષ્યના કલ્યાણમાં જ રસ છે.(૨૭)સર્વનું કલ્યાણ કરતાં શક્તિશાળી રાષ્ટ્રને ઇશ્વર સફળતા બક્ષે છે. (૨૮)“વિનાશાત્મક પ્રવૃતિ” ને વળેલા રાષ્ટ્રને પ્રકૃતિ પછાડે છે.(૨૯)આમ પોતાનું રાષ્ટ્ર શક્તિશાળી બને અને તે “વિશ્વ-કલ્યાણ” કરે તે જોવાની ફરજ દરેક રાષ્ટ્રના નાગરિકની છે. (૩0)પ્રકૃતિની અદ્રશ્ય શક્તિઓનો અભ્યાસ કરી તેનાં નિયમો જાણી તે નિયમો દ્વારા સમગ્ર મનુષ્યોનું કલ્યાણ થાય તે રીતે આવી શક્તિઓનો ઉપયોગ થાય તેવું રાષ્ટ્ર બનાવવું તેવો આદેશ પ્રકૃતિ આપી રહી છે. (૩૧)“નારાયણ-શક્તિ” દ્વારા આવા રાષ્ટ્રોની ઐક્યતા વધતી જાય છે. અને આનાથી વિનાશક તાકાતોને “મા” રોકી રાખે છે. (૩૨)ભાનુ બોલ્યાઃરામકૃષ્ણ તમો કહો છો તે હું સમજી શકુ છું, અનુભવી શકું છું. પરંતુ પેન દ્વારા શબ્દોમાં ઉતારવાનું કામ કરી શકતો નથી. આથી મારી મર્યાદા પ્રમાણે તે સમજણને શબ્દ સ્વરૂપ આપુ છું. આપ મને આમાં મદદ કરો. આપ મને મારી બુદ્ધિની મર્યાદાની છેલ્લી હદ સુધી લાવ્યા છો આનાથી વધારે કુદી શકતો નથી. અહીં આવીપાના નંબર – ૮૫
તમારો દિવ્ય પ્રકાશ અને વિશ્વમાં કામ કરતી “નારાયણ-શક્તિ” ની સમજ મારામાં આવી છે. પરંતુ આ સમજ હું વિશ્વને આપી શકું તેવી ક્ષમતા મારામાં નથી. (૩૩)રામકૃષ્ણ બોલ્યાઃબેટા આ બધું ના કહી શકે અને લખી શકે તે હું સમજું છું. પરંતુ વિશ્વ ઉપર એક ખ્યાલ તો વહાવી શકાય કે દરેક રાષ્ટ્ર પણ પ્રકૃતિના તાબે છે. અને પ્રકૃતિ તેની અંદરની તાકાત “નારાયણ-શક્તિ” દ્વારા કામ કરી રહી છે.(૩૪)દરેક રાષ્ટ્ર આ “નારાયણ-શક્તિ” ના કામ કરવાના નિયમો જાણી તે દિશામાં રાષ્ટ્રના મનુષ્યોને કામ કરતાં કરે એટલે આપોઆપ પ્રકૃતિની સહાય તેને મળે છે.(૩૫)કોઇપણ મનુષ્ય દ્વારા બીજા મનુષ્ય જીવનના વહેણને અવરોધ ના થાય, બીજા મનુષ્યોના વહેણમાં ઓછામાં ઓછું નુક્શાન થાય તે રીતે પોતાનું જીવન જીવે અને પોતાનામાં હોય તે તમામ તાકાત સમગ્ર મનુષ્ય વહેણનાં કલ્યાણ માર્ગે ખર્ચાય તેવું જીવન જીવતાં મનુષ્યોની સંખ્યા વધે તે રીતે “નારાયણ-શક્તિ” કામ કરી રહી છે.(૩૬)આથી વિરુદ્ધ કામ કરતાં મનુષ્યોને એક યા બીજી રીતે પરાજીત કરી “વિનાશાત્મક” રીતે કામ કરતાં મનુષ્યોનો નાશ આ “નારાયણ-શક્તિ” કરી રહી છે. (૩૭)પાના નંબર – ૮૬
આ “નારાયણ-શક્તિ” એ પ્રકૃતિની મનુષ્યત્વને આગળ ધપાવવા માટેની વિશિષ્ટ તાકાત છે. આનું નામ તમે ગમે તે આપો. આ શક્તિને ચિંતનથી તમો જોઇ શકો. અનુભવી શકો અને તેના નિયમો જાણી શકો.(૩૮)આ નિયમો મુજબ ચાલતાં મનુષ્યોના વધુ ને વધુ સમુદાયો વાળા રાષ્ટ્રો બને અને મનુષ્યત્વના કલ્યાણના કાર્યો કરે અને તે રીતે “વિશ્વ-શાંતિ” તરફ આગળ વધે તે તરફ અંગુલી નિર્દેશ કરવાનો મારો હેતુ છે.(૩૯)પ્રકૃતિ ધીરે ધીરે મનુષ્યને જણાવે છે કે “મનુષ્યત્વ” નો ખ્યાલ અને તેના કલ્યાણનો ખ્યાલ ખૂબ જ ઉંચો છે.(૪0)અહીં “વિશ્વ” શબ્દ તેના સંકુચિત અર્થમાં વાપર્યો છે. પૃથ્વીને વિશ્વ માની તે અર્થમાં વાપર્યો છે.(૪૧)પ્રકૃતિ બીજા ગ્રહ અને તેનાં જીવન બતાવવા તરફ આગળ વધી રહી છે. વિશ્વના વિશાળ અર્થમાં વિશ્વમાંથી પૃથ્વી સાથે અથડાવા આવતાં પૃથ્વી બહારના તત્વોને રોકી તેને બહાર અને બહારથી તોડી પાડવાની તાકાત કેળવવાની જરૂરિયાત તરફ પ્રકૃતિ મનુષ્યને દોરી રહી છે. (૪૨)આ કામ સમગ્ર મનુષ્યત્વના સહકાર વગર ના બને. (૪૩)આ ખ્યાલ પ્રગટતાં જ પૃથ્વીના મનુષ્યોની “ઐક્યતા” તરફનો મહાન ખ્યાલ આકૃતિ આપી રહી છે. અને સમજાવી રહી છે કે “કલ્યાણકારી”પાના નંબર – ૮૭
વિચાર ધરાવતા, નારાયણ-શક્તિને સમજતા મનુષ્યોના સમુદાયોમાંથી જ આ પૃથ્વી ઉપરના “મનુષ્યત્વ” એ કલ્યાણકારી માર્ગે આગળ વધવાનું છે. (૪૪)કોઇનાય હાથમાં કશું જ નથી, ફક્ત પ્રકૃતિનાં હાથમાં બધું છે. અને તે તેની અદ્રશ્ય શક્તિઓ વડે અને અદ્રશ્ય કરોડો હાથો વડે “મનુષ્યત્વ” ને આગળ વહાવી રહી છે. અને “નારાયણ-શક્તિ” દ્વારા તમામ અવરોધોને દૂર કરી રહી છે. તેનો ખ્યાલ સમગ્ર વિશ્વને આપવાનો છે.(૪૫)આની સમજ વિશ્વમાં વધારવા માટે જ હું તને આ કહી રહ્યો છું. (૪૬)પ્રકૃતિએ આ માટે વિશ્વના જુદા જુદા સ્થળે જુદા જુદા મનુષ્યો ઉત્પન્ન કરી તેનામાં “નારાયણ-શક્તિ” નો પાર્દુભાવ મૂક્યો છે. (૪૭)આવા મનુષ્યો પ્રકૃતિની આ કામ કરવાની રીત મુજબ કાર્ય આગળ ધપાવી રહ્યા છે. (૪૮)આ બધું માનસ-શક્તિથી નિહાળતાં પણ ઇશ્વર-દર્શન થાય છે. અને પ્રકૃતિની વિશિષ્ટ – તાકાત “નારાયણ-શક્તિ” નો બુદ્ધિ દ્વારા “આત્મા” ને અનુભવ થાય છે.(૪૯)તારા “આત્મા” ને આ અનુભવ કરાવવા તને આ દર્શન કરાવ્યું. (૫0)પાના નંબર – ૮૮
આ “દર્શન” થી તું એક “મા” એટલે કે પ્રકૃતિથી ચાલતું રમકડું છે. તેનો ખ્યાલ આવશે. અને તારા “અભિમાન” ના ભાવો ઓગળી જશે.(૫૧)આ ચિંતનથી તને “મા” ની અનંત-શક્તિ અને “નારાયણ-શક્તિ” નો ખ્યાલ આવશે.(૫૨)મને ખબર છે કે “તારી મર્યાદા” થી વધારે આગળ તને લઇ ગયો છું. પણ “નારાયણ-શક્તિ” નો અનુભવ કરાવવા આ ખૂબ જ જરૂરી છે. તને આ “દિવ્ય-પ્રકાશ” ની ઝાંખી થઇ ગઇ છે. પણ “અનંત” ને વર્ણવી શકાતું નથી, અનુભવી શકાય છે. તેમ તું અનુભવે છે, પણ વર્ણવી શકતો નથી. (૫૩)“નારાયણ-શક્તિ” ના વિશ્વરૂપના તને આ રીતે દર્શન કરાવ્યાં. તારૂં કલ્યાણ થાઓ. (૫૪)અધ્યાય ૧૦ મો સમાપ્ત