પાના નંબર – ૩૭
ભાનુ બોલ્યાઃ :રામકૃષ્ણા, “મનુષ્ય ધર્મ તરીકે જીવવાનું” એટલે શું? વળી આપે “મોક્ષ તરફ” ની ગતિ તે સમજાવ્યું પરંતુ તેની “વિરુદ્ધ ગતિ” તે ન સમજાવ્યું (૧)જ્યાં સુધી “મોક્ષ વિરુદ્ધ” ની ચૈતન્ય એટલે કે આત્માની ગતિની સમજણ ના પડે ત્યાં સુધી “મોક્ષ તરફની ગતિ” નું મહત્વ મને સમજાય નહિં. (૨)આપે મારા પર કૃપા કરી એટલું બધું મને આપ્યું છે. હે દેવા, મને પોતાને પણ ખબર નથી પડતી કે આપ મને કયા જન્મના કર્મોનું ફળ આપો છો.(૩)પણ આપ જ્યારે આપવા જ બેઠા છો તો મને આ સમજણ પણ આપો.(૪)રામકૃષ્ણ બોલ્યાઃબેટા, મેં તને માનવ-ધર્મ વિષે આગળ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. (૫)છતાં તને ફરીવાર માર્મિક રીતે સમજાવું છે. (૬)પાના નંબર – ૩૮
પ્રથમ તને “આત્મા” વિષેની સમજ આપુ છું. (૭)“આત્મા” એ પ્રકૃતિનાં મહાન ચૈતન્ય સમુદ્રનું એક બિંદુ છે.(૮)આ “આત્મા” ને ઓળખવા તારા શરીર તરફ નિહાળ. (૯)ફક્ત ચિંતન કર એટલે સમજાશે. આ તારા દેખાતા હાથ,પગ, આંખો, નાક, શરીરનું રૂપ આ બધું અંદર રહેલા આત્માને આભારી છે.(૧0)પ્રકૃતિએ “આત્મા” ના લાભાર્થે તને શરીર આપ્યું છે. “આત્મા” આ શરીરમાં રહે ત્યાં સુધી જ શરીર કામ કરે છે.(૧૧)જેવો “આત્મા” શરીરમાંથી બહાર નીકળે એટલે શરીર અને તેનાં અવયવો કામ કરતા બંધ થઇ જાય. (૧૨)સમાજ, આને મૃત્યુ ગણે છે. (૧૩)ખરેખર, “આત્મા” નું મૃત્યુ થતું નથી.(૧૪)“આત્મા” અમર છે અને પ્રકૃતિનાં મહાન ચૈતન્ય સમુદ્રનું બિંદુ છે. (૧૫)શરીર નાશવંત છે.(૧૬)તું માનસ વડે તારા શરીરમાંથી બહાર ઉભો રહે એટલે શરીરપાના નંબર – ૩૯
અને “આત્મા” નો તને અહેસાસ થાય.(૧૭)આ “આત્મા” અજર, અમર છે. તેનો નાશ થઇ શકતો નથી. (૧૮)એકવાર આ સ્થિતિ સમજાઇ જાય ત્યારે “આત્મા” નાં બંધનો સમજાઇ જાય છે.(૧૯)આ બંધનને નિહાળ એટલે “આત્માની ગતિ” તને સમજાશે. (૨0)આ મનુષ્ય જીવન એટલે “આત્માની અનંત ગતિ” નું એક સ્ટેશન છે. (૨૧)આ “સ્ટેશન” ઉપરથી “આત્મા” ને કઇ ગાડી પકડવી, કઇ તરફ ગતિ કરવી તેનું ચિંતન કર એટલે “મોક્ષ તરફની ગતિ” અને “મોક્ષ વિરુદ્ધની ગતિ ” સમજાશે. (૨૨)“આત્મા” શરીરની અંદર રહેલી બુદ્ધિ દ્વારા મન ઉપર અને મન દ્વારા ભાવો ઉપર કાબુ મેળવી જીવન જીવે એટલે ધીમે ધીમે તેને “મા” એટલે પ્રકૃતિની “નારાયણ શક્તિ” ના દર્શન થાય. (૨૩)આ જીવનથી તેને સમજાય કે પોતે “આત્મા” છે. અજર છે. અમર છે. અહીં દેખાતી તમામ વસ્તુ નાશવંત છે.(૨૪)તેને પોતાને સમજાય કે પહેલાં આ શરીર અવ્યક્ત હતું, અત્યારે વ્યક્ત છે. અને પાછું અવ્યક્ત થવાનું છે. અને તે રીતે તેને શરીરની નાશવંતાનો ખ્યાલ આવી જશે. (૨૫)પાના નંબર – ૪0
આ ખ્યાલ આવતાં પોતે પ્રકૃતિ દ્વારા પેદા કરેલ રમકડું છે. તેનો ખ્યાલ આવશે અને “મા” એટલે પ્રકૃતિ દ્વારા પોતે નિયંત્રિત છે તે સમજાશે.(૨૬)એકવાર “મા” ની સમજણ આવી જાય અને તેની “નારાયણશક્તિ” ની સમજ આવી જાય એટલે તમામ રાગ, દ્વેષ, ઇર્ષ્યા અદ્રશ્ય થવા માંડે.(૨૭)સુખ-દુઃખ, માન-અપમાન, લાભ-અલાભ બધી પરિસ્થિતમાં તે વ્યક્તિ એક સરખી જ રહે.(૨૮)“આવી ગતિ” ને મોક્ષ તરફની ગતિ કહેવાય છે.(૨૯)આ તરફની ગતિથી “આત્મા””મા” ની “ચૈતન્ય-શક્તિ”નાં સમુદ્રમાં ભળી જાય છે. (૩0)“ચૈતન્ય-શક્તિ ” ના સમુદ્રમાં ભળી જવાથી “આત્મા” નું “સ્વતંત્ર” બિંદુ સ્વરૂપ મહાન સમુદ્રમાં ભળી જાય છે. તેને “મોક્ષ” કહેવાય છે.(૩૧)જ્યારે “ભાવો” મન ઉપર કાબુ મેળવી “મન” ને નચાવે છે અને મન બુદ્ધિને નચાવે છે એટલે “આત્મા””નારાયણ-શક્તિ” ને જોઇ શકતો નથી.(૩૨)પછી “આત્મા” ઉપર “ભાવો” ના અદ્રશ્ય પડળો લાગે છે. અને તેને “અભિમાન”, “મદ”, “મોહ”, “લોભ”, “ક્રોધ” ઘેરી વળે છે.(૩૩)પાના નંબર – ૪૧
જે ભાવો આ સંસારમાં જીવવા “આત્મા” માટે શરીરમાં પ્રકૃતિએ મૂક્યા, તેનો ઉપયોગ કરવાને બદલે તે ભાવો જ “સર્વસ્વ” છે એવી સ્થિતિનું નિર્માણ કરે છે. (૩૪)તને મેં આગળ કહયું હતું કે “નારાયણ-શક્તિ” ઉપર પડળ લાગી જાય છે, તે આ રીતે સમજવાનું છે. “નારાયણ-શક્તિ” અને “આત્મા”વચ્ચે પડળ આવી જાય છે. (૩૫)આથી “આત્મા””મા” ને અને તેની “નારાયણ-શક્તિ” ને સંપૂર્ણ સમજી શકતો નથી.(૩૬)પછી તે જાણે આ શરીર કાયમ માટેનું છે, તે જાણે સર્વસ્વ છે. તેવા અભિમાનથી પ્રવૃત્ત થઇ ભાવો દ્વારા ચાલતી બુદ્ધિ પ્રમાણે વર્તે છે.(૩૭)તેને “કોણ શું કરી લેવાનું છે?” એવી બુદ્ધિ આવતી જાય છે. (૩૮)અને આમ થવાથી તેની અંદર રહેલા ભાવો જેમણે તેનાં મનને બાંધી દીધું છે, અને મન જેણે બુદ્ધિને બાંધી દીધી છે, અને બુદ્ધિ જે “ભાવો” થી વર્તન કરે છે તે દ્વારા શરીર મૂળભૂત રીતે “ભાવો” દ્વારા કાર્ય કરે છે.(૩૯)આમ થવાથી “આત્મા” પોતાનું “આત્મા” નું મહત્વ અને તે દ્વારા “નારાયણ-શક્તિ” અને મૂળભૂત બ્રહ્મ “મા” સ્વરૂપને સમજી શકતો નથી. (૪0)પાના નંબર – ૪૨
શરીર “નાશ” પામે ત્યારે “આત્મા” આવા પડળો સાથે જ “શરીર” ની બહાર નીકળે છે અને “ચૈતન્ય-સમુદ્ર” માં ભળી શકતો નથી.(૪૧)આ “આત્મા” ની ગતિ તેનાં “ભાવો” નાં પડળો મુજબ ગતિ કરી તે મુજબનો જન્મ પામે છે. (૪૨)આ “આત્મા” ના વહેણમાં આવી મનુષ્ય દ્વારા “મનુષ્ય-ધર્મ” વિરુદ્ધ કરેલા કર્મના પણ બંધન તે જે પ્રકૃતિ દ્વારા “નિર્માણ” થાય છે, તે “આત્મા” ને તે મુજબ લઇ જાય છે. (૪૩)આ ગતિને “મોક્ષ વિરુદ્ધ” ની ગતિ કહે છે. (૪૪)આ ગતિમાંથી કયાં અને ક્યારે “આત્મા” કે જે “ચૈતન્ય-શક્તિ” નું બિંદુ છે તે મૂળભૂત “ચૈતન્ય સમુદ્ર” માં ભળી જશે તે કોઇ કહી શકે નહિ.(૪૫)આ રીતે સમજવાથી તારા ચિંતનની “પ્રકૃત્તિ-દત્ત” મર્યાદાવાળો તારો જન્મ તને સમજાશે.(૪૬)પ્રકૃતિનાં નિર્માણ કરેલા નિયમો મુજબ “આત્મા” ને મળેલ તેનાં અગાઉના કરેલા “કર્મો” અને “ભાવો” મુજબનાં પડળો મુજબની પ્રાકૃતિક મર્યાદા બંધાય છે.(૪૭)પાના નંબર – ૪૩
“મોક્ષ-વિરુદ્ધ” ની ગતિને બસ આટલી સમજવી યોગ્ય છે. કારણ કે આ ગતિમાં ખુબ ખુબ ચિંતન કરી આગળ ને આગળ વધતાં આપણું મન અને બુદ્ધિ “વિચારવાના” અને “ચિંતન” ના સમય દરમ્યાન “મા” થી દૂર થાય છે. અને તેટલો સમય પણ તને “મા” થી દૂર રાખવો મને યોગ્ય લાગતું નથી.(૪૮)પરંતુ તને એટલું જણાવું કે સમગ્ર “ચૈતન્ય-સમુદ્ર” તે માની “ચૈતન્ય-શક્તિ” છે અને માના અંદર રહેલા “જડત્વ” ને ગતિ કરાવવા આ “ચૈતન્ય” શક્તિ પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થાય છે.(૪૯)“મા” માંથી પેદા થતી તમામ શક્તિઓ અનંત હોય છે.(૫0)એકવાર આ ઉત્પનન્ન થાય એટલે પ્રકૃતિના સ્થાપિત નિયમો અનુસાર તેની ગતિ થાય છે.(૫૧)“મનુષ્ય” જન્મ જ એક એવો જન્મ છે જ્યાં “ચૈતન્ય-શક્તિ” પોતાની ગતિ કેવી રીતે થાય છે તે પોતે જાણી તે રીતે ગતિ કરવા શક્તિમાન થાય છે. (૫૨)એકવાર આ “ચૈતન્ય-બિંદુ” ને પોતે “માની જ શકતિ” છે એવો અહેસાસ થાય છે ત્યારે તેનાં “માનસ-ચક્ષુ” ને સમજ પડે છે કે તેને મળેલું શરીર, મન, બુદ્ધિ અને ભાવો પ્રકૃતિનાં નક્કી કરેલા નિયમો મુજબ મળેલ છે. (૫૩)આ સમજાય એટલે પ્રકૃતિની મર્યાદાઓ વાળું મળેલું જીવન સમજાય છે.(૫૪)પાના નંબર – ૪૪
તે સમજ પડવાથી સુખ-દુઃખ, લાભ-અલાભ, બધાને માટે બુદ્ધિ અને મનની સ્થિતિ સરખી રહે છે.(૫૫)“આત્મા” પછી સંસારમાં રહેવા છતાં “અલિપ્ત” થઇ પોતાના મૂળરૂપ “મા” માં ભળવા મથે છે.(૫૬)આ “મથામણ” માં આ “વહન કરવા” માટે “મા” ની અનંત-શક્તિ “નારાયણ-શક્તિ ” નાં દર્શન થાય છે.(૫૭)આ બધુ ભાવાત્મક છે. “મા” નું રૂપ પણ “ભાવાત્મક” છે. કારણ, “મા” ને સમજવાની બુદ્ધિની મર્યાદા હોવાથી તેના “ભાવાત્મક” રૂપને આવું “સ્વરૂપ” આપી સમજવાથી “મા” તરફની ગતિ વધે છે. (૫૮)જ્યારે આ આત્મા “મા” ની “અનંત-શક્તિ””નારાયણ-શક્તિ” નાં માનસ-ચક્ષુ દ્વારા દર્શન કરે છે ત્યારે “આત્મા” એટલે “ચૈતન્ય-બિંદુ” નાં તમામ પડળો નીકળી જાય છે. અને તે “નારાયણ-શક્તિ” નાં કામે લાગી જાય છે.(૫૯)આમાં જે જન્મ થાય છે તે પ્રકૃતિની ઇચ્છા મુજબનો અને પ્રકૃતિનાં વિશિષ્ટ કામો કરવા માટેનો હોય છે. (૬0)આ જન્મમાં પ્રકૃતિનું વિશિષ્ટ કાર્ય પૂરૂ થાય કે તરત જ તે મૂળભૂત પ્રકૃતિમાં ભળી જાય છે.(૬૧)આવા જન્મનાર મનુષ્યને લોકો અવતાર ગણે છે. (૬૨)પાના નંબર – ૪૫
આવા જન્મમાં પણ “આત્મા” ને પ્રાકૃતિક મળેલા “શરીર” ની પ્રાકૃતિક મર્યાદાઓ હોય જ છે.(૬૩)આ બધું હોવા છતાં તેને પામવા જેવું કશું જ હોતું નથી. કારણ તેનાં જન્મ વિષે અને તેને કરવાનાં વિશિષ્ટ કાર્યની તેને પ્રથમથી જાણ હોય છે. (૬૪)આ અવતારને “નારાયણ-અવતાર” કહેવાય છે.(૬૫)આમ તને “મોશ્ર-વિરુદ્ધ” ની ” મોક્ષ-તરફ “ની ગતિ સમજાવી. (૬૬)આ ગતિ સમજાવી શકાતી નથી અનુભવી શકાય છે. (૬૭)સંપૂર્ણ રીતે આ જાણી શકાતી નથી. (૬૮)આ તને આપેલું ચિંતન ફક્ત તારા જીવનની “દિશા” નકકી કરવા માટે આપું છું.(૬૯)એકવાર તને “નારાયણ-શક્તિ” ની સમજ આવી જાય અને “મા” તરફની દિશાની ખબર પડે એટલે આપોઆપ તમામ પડળો ખૂલી જશે અને તું “નારાયણ-શક્તિ” મય બની જઇશ.(૭0)“નારાયણ-શક્તિ” મય થઇ જવાથી આપોઆપ “મા-મય” થઇ જવાય છે. (૭૧)પાના નંબર – ૪૬
“મા” ને એટલે પ્રકૃતિને સમજવી ખુબ જ અઘરી છે. જેમ વધુ સમજો તેમ તેની અનંતતાનો ખ્યાલ આવે. (૭૨)એકવાર તેની “અનંતતા” નો ખ્યાલ આવે અને આ “અનંતતા” ને તમારા મર્યાદાવાળા માનસ ચક્ષુથી નિહાળો એટલે “બ્રહ્મ-સ્થિતિ” આવે.(૭૩)આ સ્થિતિમાં આવેલ “મનુષ્ય””મા”- રૂપ થઇ જાય છે. (૭૪)અધ્યાય ૬ ઠ્ઠો સંપૂર્ણ