પાના નંબર – ૧૪૪
ભાનુ બોલ્યાઃગુરૂદેવ, તમારી કર્મ કરવાની રીતના માર્ગદર્શનથી હું ધન્ય બન્યો છું. મારે માટે તમોએ દિવ્યપ્રકાશ પાથર્યો છે. હવે તમારી પાસેથી હું કયા કર્મ ના કરવા જોઇએ તેનું માર્ગદર્શન માંગુ છું.(૧)તમોને હું ચીકણો લાગું છું. પરંતુ ગુરૂદેવ અજ્ઞાનીની આ દશા હોય છે. આપ આ માટે મને માર્ગદર્શન આપશો.(૨)રામકૃષ્ણ બોલ્યાઃઓ મારા મહાન પુત્ર, તને આગળ કર્મ કરવાની રીત બતાવી તેમાં બધું સ્પષ્ટ થાય છે. તે રીતથી કર્મ કર એટલે આપોઆપ ન કરવાં જોઇએ તેવા કર્મ તારાથી થશે જ નહિં.(૩)આમ છતાં તેં પ્રશ્ન પૂછ્યો છે તો તેનું તને માર્ગદર્શન આપું છું.(૪)બીજા મનુષ્યની માલીકીની વસ્તુ તમારા હક્ક વગર લેવી નહિ. ચોરી, લુંટ, છેતરપીંડી વગેરેથી દૂર રહેવું.(૫)પાના નંબર – ૧૪૫
તને અંદરથી પ્રશ્ન થાય છે ને કે આવા કર્મ કરવા જોઇએ તો પણ આવા મનુષ્યો કેમ પેદા થાય છે.(૬)મનુષ્ય પોતે પોતાના સાધનોની સંભાળ લે, કાળજી લે તે હેતુથી પ્રકૃતિ આવા મનુષ્યો પેદા કરે છે તેવું જ્ઞાન તું અંદરથી રાખ.(૭)તું સાવધાન થઇ સાંભળ. આ રીતે લેનાર મનુષ્યને તે માટે આપવું પડે છે અને ચોરી કરનાર, લૂંટ કરનાર, છેતરપીંડી કરનારને તેના કર્મોનો બદલો પ્રકૃતિ આપે જ છે. (૮)ક્રોધને કાબુમાં રાખવો. અને ક્રોધથી કોઇ કર્મ ન કરવાં.(૯)ક્રોધ આવે ત્યારે શાંતિથી તેને કાબૂમાં લેવો જોઇએ. (૧0)ઇશ્વરે આ ક્રોધનો ભાવ ખરાબ થતી વસ્તુને રોકવા બનાવ્યો છે. તેનો સતત ખ્યાલ રાખવો અને ક્રોધના ભાવને સાત્વિક સીમાઓથી બહાર નીકળવા ના દેવો.(૧૧)“ક્રોધ ન કરવો” એવું કહેનાર અને શિખામણ આપનાર પણ ક્રોધીત થઇ જાય છે. ક્રોધ આવે કે બુદ્ધિ કામ કરતી બંધ થઇ જાય છે(૧૨)ક્રોધથી કામ કરવાને બદલે બુદ્ધિથી ક્રોધને કાબુમાં રાખી બુદ્ધિના માર્ગદર્શન મુજબ કાર્ય કરવું, પરંતુ ક્રોધના માર્ગદર્શન મુજબ ચાલતી બુદ્ધિથી કાર્ય ન કરવું. આ બંને રીતે થતાં કાર્યોના ભેદોને તું અંદરથી સમજીશ એટલે ક્રોધ ઉપરનો કાબુ આવી જશે.(૧૩)પાના નંબર – ૧૪૬
પ્રકૃતિ તરફથી મળતાં સુખોથી તારે અભિમાન ન કરવું. અભિમાન પણ એવો ગુણ છે કે જે બુદ્ધિ ઉપર સામ્રાજ્ય જમાવી દે છે. તને ગૌરવ હોવુ જોઇએ ત્યાં સુધીની અભિમાનની સાત્વિક સપાટી છે.(૧૪)આનાથી વધુ અભિમાન વધે તે બુદ્ધિને દોરતું થઇ જાય છે. આથી બુદ્ધિથી અભિમાનને કાબુમાં રાખવું.(૧૫)બીજાની અંદરની ઇચ્છા વગર બીજા સાથે કામેચ્છા સંતોષવી નહીં. (૧૬)“કામ” ને કાબુમાં રાખનાર અને બ્રહ્મચર્ય પાળનાર પુરુષ કે સ્ત્રી પોતાનો અંદરનો આધ્યાત્મિક વિકાસ ખૂબ સરળ રીતે કરી શકે છે.(૧૭)ઇશ્વરે ચૈત્ન્યને આગળ વધારવા “કામ” નો ભાવ નો ભાવ આપેલો છે. તેનું જ્ઞાન રાખવું અને આ “કામ” તેની સાત્વિક સપાટી ઉપર “ઇશ્વરીય રૂપ” છે તેનું જ્ઞાન રાખવું. (૧૮)“કામ” થી “આત્મા” ની ઐક્યતાની ટોચને અડનાર અને “કામ”ને “સાત્વિક” અને માત્ર સાત્વિકરૂપ આપનાર પરમ પુરૂષો અને સ્ત્રીઓ ઇશ્વરનાં તેજો બતાવતા હોય છે.(૧૯)આ “કામ” તેના રાજસ અને તામસરૂપમાં ભારેલાં અગ્નિ જેવો બને છે અને પુરુષ હોય કે સ્ત્રી હોય તેની બુદ્ધિ ઉપર સવાર થઇ જાય છે અને બુદ્ધિ અને મનને ભમાવી નાંખે છે અને પતનની ઊંડી ખીણમાં લઇ જાય છે.(૨0)પાના નંબર – ૧૪૭
“બળાત્કાર” જેવું પાપ આ જગત પર કોઇ નથી. “કામ” થકી આવા પાપો ના થાય અને કોઇનીય જીંદગી સાથે ચેડા ના થાય તેવું સતત ધ્યાન રાખવું. “કામ” સાત્વિક સપાટીથી આગળ ના વધે તેનું સતત ધ્યાન રાખવું.(૨૧)જગત ચાલે અને વ્યવસ્થા જળવાય આ માટે ઇશ્વરે “મોહ” ની રચના કરી છે. આ મોહ જ્યારે તામસરૂપ થઇ પડે ત્યારે મનુષ્યનું જ્ઞાન બંધ થઇ જાય છે.(૨૨)આ “મોહ” સાત્વિક સપાટીથી બહાર નીકળે એટલે તરત જ બુદ્ધિને પકડી લે છે અને બુદ્ધિ અને મનને નચાવે છે અને અધમ કક્ષા સુધી લઇ જાય છે. (૨૩)“સાત્વિક” સપાટી સુધીનો “મોહ” સારા પરિણામ લાવે છે. બુદ્ધિને સતત જાગ્રત રાખો અને “મોહ” ઉપર કાબૂ મેળવો.(૨૪)આમ “મોહ” ના ભાવનાં તાંડવથી થતાંકર્મોથી દૂર રહેવું અને બુદ્ધિથી “મોહ” ને કાબુમાં રાખવો.(૨૫)“લોભ” નો ભાવ મનુષ્યને “સારાસાર” નો ભાવ ભૂલાવે છે તેના સિવાય બીજુ કોઇ નથી અને બીજાને કોઇ અધિકાર નથી તેવો ભાવ લાવે છે. આ “લોભ” તેની સાત્વિક સપાટીથી બહાર નીકળે ત્યારે બીજાઓએ ખૂબ જ નુક્શાન કરે છે.(૨૬)બીજાઓને નુક્શાન થાય એટલે તરત જ પ્રકૃતિ પોતાનો ભાવ પ્રગટ કરી તેનો નાશ કરે છે.(૨૭)પાના નંબર – ૧૪૮
આથી તામસ અને રાજસની સપાટી ઉપર જતાં લોભને બુદ્ધિથી રોકવો અને આવા લોભથી થતાં કાર્યો ન કરવાં. (૨૮)“ઇર્ષ્યા” ને પ્રભુએ પ્રગતિ માટે બનાવી છે. બીજાથી આગળ વધવાની વૃત્તિ આવે અને જગત આગળ વધે તે માટે આ ભાવનું પ્રાગટ્ય થયું છે.(૨૯)સાત્વિક હરીફાઇ જગત માટે જરૂરી છે પરંતુ આ “ઇર્ષ્યા” જ્યારે સાત્વિક સપાટીથી બહાર નીકળે એટલે વેરઝેર અને ઝઘડા ઉત્પન્ન કરે છે અને પ્રકૃતિની મહાન ચાલમાં વિધ્નો પેદા કરે છે. સાત્વિક સપાટીથી બહાર નીકળતી ઇર્ષ્યા મનુષ્યને પતનનાં માર્ગે લઇ જાય છે. ઇશ્વરે આપેલી બુદ્ધિથી આ ઇર્ષ્યા કાબુમાં રાખી તેની સાત્વિક સપાટીથી બહારના જાય તેનું સતત ધ્યાન રાખવું.(૩0)પોતાને કશો લાભ ના થતો હોય તો પણ બીજાને નુક્શાન કરવાની હદ સુધી આ ભાવ લઇ જાય છે અને અંતે પોતાનો વિનાશ કરાવે છે. (૩૧)આમ “ઇર્ષ્યા” ના તામસ અને રાજસ ભાવથી થતાં કાર્યો ન કરવાં. (૩૨)આપણા સંબંધીઓ, મિત્રો માટે આપણા મનમાં સુષુપ્તભાવ જાગે છે. તેમની પ્રગતિથી આપણને ઇર્ષ્યા આવે છે અને તેમને આવી પડતા દુઃખોથી આપણુંપાના નંબર – ૧૪૯
અંદરનું મન આનંદ અનુભવે છે. બહારથી આપણે તેમની પ્રગતિ માટે આનંદ અનુભવીએ છીએ અને દુઃખોથી દુઃખી થવાનો દેખાવ કરીએ છીએ.(૩૩)આ ભાવ માણસના અંદરના અને બહારના બે રૂપો બતાવે છે અને વાસ્તવિક રૂપથી અનેક ઘણો દૂર લઇ જાય છે.(૩૪)આ ભાવથી મનુષ્યની બુદ્ધિ બંધ થઇ જાય છે અને બધુ પ્રકૃતિથી થાય છે તેવો ભાવ બંધ થઇ જાય છે. જ્ઞાનનો પ્રકાશ બંધ થઇ જાય છે અને ઇશ્વરનો અભ્યાસ બંધ થઇ જાય છે.(૩૫)આવા ભાવથી કર્મ ના કરવું. આવો ભાવ માણસને “દંભી” બનાવે છે. તારે “દંભ” ના કરવો.(૩૬)ધ્યાન રાખ બેટા, દરેક ભાવ પ્રકૃતિએ મનુષ્ય જીવનને આગળ વધારવા બનાવ્યો છે. દરેક મનુષ્યમાં આ ભાવો હોય જ છે.(૩૭)દરેક મનુષ્યમાં “ઇશ્વર” એટલે કે “નારાયણ” પણ હોય જ છે. (૩૮)આ “નારાયણ ભાવ” જગાડી શરીરનાં તમામ ભાવોને નારાયણભાવનાં તાબામાં લઇ જવા.(૩૯)તું તારા શરીર સામે જો. તારા હાથ, પગ, આંખો, કાન, જીભ વગેરેને તારૂં મગજ હુકમો આપે છે તે મુજબ વર્તે છે.(૪0)આ વૈજ્ઞાનિક સત્યને તું સમજ. (૪૧)પાના નંબર – ૧૫0
આ બુદ્ધિને “ભાવો” ના કાબૂમાં આવવા દઇએ તો “ભાવો” તોફાન મચાવી મુકે.(૪૨)આથી “ભાવો” દ્વારા ચાલતી બુદ્ધિથી કાર્યો ના થાય તેનું સતત ધ્યાન રાખવું અને બુદ્ધિને સતત જાગ્રત રાખવી. (૪૩)જેમ બને તેમ અંદર રહેલા “નારાયણ-ભાવ” એટલે કે ઇશ્વરીય ભાવને જાગ્રત કરી બુદ્ધિને ઇશ્વરીય ભાવથી ચલાવવી અને તમામ ભાવો ઉપર કાબુ મેળવવો. (૪૪)આમ કરવાથી તમામ ભાવો તેની સાત્વિક સપાટીમાં રહેશે અને તારૂં કલ્યાણ અને માત્ર કલ્યાણ થશે અને તે દ્વારા સમાજનું કલ્યાણ અને માત્ર કલ્યાણ થશે. (૪૫)“મહાભારત” માં આપેલ રૂપક બરાબર સમજ. “કૃષ્ણ” ને સારથી બનાવી “શરીરરૂપ” રથના ભાવોની લગામ ઇશ્વરના હાથમાં સોંપવી અને “આત્મારૂપ” અર્જુન સ્વરૂપને શરીરમાં રહેવું અને “કૃષ્ણ” એટલે “નારાયણ-ભાવ” ના આશ્રયે રહેવું. ભારત દેશને મળેલો આ જીવન જીવવાનો મહાન આદેશ જ્યારે પૃથ્વીનાં મનુષ્યો સમજશે ત્યારે ભારતની પૂણ્યભૂમિમાં અંદર વહેતો નારાયણભાવને જોઇ શકાશે.(૪૬)ભારતના ઋષિઓએ વાર્તા, રૂપક, કથાઓ બનાવી તેમના મહાન કાચા સોના જેવા જ્ઞાનને ભારતમાં વહાવ્યું છે અને જીવન જીવવાની ઉમદા રીતો ભારતીય સમાજને આપી છે.(૪૭)પાના નંબર – ૧૫૧
દરેક “ભાવ” નું ઉચ્ચતમ તામસરૂપ, રાજસરૂપ અને સાત્વિક રૂપનું નિરૂપણ ભારતીય શાસ્ત્રોએ કરેલ છે અને કયા ભાવને ક્યાં સુધી રાખવો અને દરેક ભાવોની “સાત્વિક સપાટી” કઇ તે બતાવેલ છે. (૪૮)આથી શાસ્ત્રોનો અભ્યાસ કરી દરેક ભાવોને સાત્વિક સપાટી સુધી રાખવા અને રાજસ અને તામસની સપાટીમાં આવતાં ભાવોથી થતા કાર્યો ન કરવાં.(૪૯)“ભક્તિ” અને “ઇશ્વર ઉપાસના” થી અંદરનો “નારાયણ-ભાવ” જાગે છે અને આ ભાવ જાગવાથી આપોઆપ તમામ પ્રકારના માર્ગદર્શનો મળે છે.(૫0)“ભૌતિક જગત” તને “નારાયણ-ભાવ” નથી એવો ભાવ પેદા કરી ભૌતિક જગતમાં ખેંચી જાય છે અને અંતે ભૌતિક જગતમાં ડૂબાડે છે.(૫૧)“ભૌતિક જગત” માં ખેંચાવાથી તારૂં અંદરનું રહેલું મહાન જગત તું ભૂલી જાય છે. ઘણીવાર અંદરના જગતમાં મસ્ત રહેનાર ભૌતિક જગતને ભૂલી જાય છે. આ બંને ખોટુ છે.(૫૨)“ભૌતિક જગત” અને માનવીના અંદર રહેલ જગત બંનેનો સુંદર સમન્વય કરી “નારાયણ-ભાવ” થી જીવન જીવવું જેથી પ્રકૃતિની મહાન ચાલ સાથે કદમ મિલાવી શકાય.(૫૩)પાના નંબર – ૧૫૨
“ભૌતિક જગત” કુદરતની તમોને મળેલ ભેટ છે. આ જગતમાં તમારા હાથ, પગ, આંખો, નાક, કાન દ્વ્રારા પ્રકૃતિની ચાલમાં ખલેલ ના પહોંચે તેનો ખ્યાલ રાખવો અને તેવા કાર્યો ના થાય તે માટે સતત જાગ્રત રહેવું.(૫૪)એકવારી તારી અંદરના “નારાયણ-ભાવ” ને ઢંઢોળી, જગાડી તારા શરીરના તમામ ભાવોને, ઇંદ્રિયોને તું એને સોંપીશ એટલે આપોઆપ કયાં કાર્યો ન કરવા અને ક્યારે શું અતિયોગ્ય હોય તે કરવું તેનું અંદરથી માર્ગદર્શન મળશે.(૫૫)આ પણ એક વૈજ્ઞાનિક સત્ય છે. અને ભૌતિક જગતના નિયમ જેટલો જ સચોટ અને સાચો અંદરના જગતનો નિયમ છે.(૫૬)“મન” એવી અગાધ શક્તિ છે કે તેને “નારાયણ-ભાવ”થી સંચાલિત બુદ્ધિના તાબામાં મૂકી દો એટલે ભૌતિક અને અ-ભૌતિક બંને જગતના ઉચ્ચતમ ખ્યાલોની સમજણ તમોને પાડી યોગ્ય કામ કરાવશે. (૫૭)આ જ મર્કટ મન જ્યારે ભાવોથી સંચાલિત થઇ બુદ્ધિ ઉપર કાબુ જમાવશે અને તેવી બુદ્ધિ દ્વારા કાર્ય કરશે એટલે અઘટિત થશે.(૫૮)આમ કયા કાર્યો ન કરવા તે માટે ગમે તેટલું કહું તે અધૂરૂં પડે. તું જ તારો સાચો માર્ગદર્શક છે. તારે અંદરથી જાગવાનું છે. (૫૯)પાના નંબર – ૧૫૩
તારા હાથ, પગ, આંખો, કાન બુદ્ધિથી પ્રકૃતિના આ વહેતાં માનવ પ્રવાહના મહાન વહેણને નુક્શાન થાય તેવું કોઇ કાર્ય તારાથી ના થાય તેનું સતત ધ્યાન રાખ.(૬0)તારામાં “અસતોંષ ની જ્વાળાઓ” ના નીકળે તેનો ખ્યાલ રાખ.(૬૧)આ “અસંતોષ” નો ભાવ પ્રકૃતિએ પોતાની પ્રગતિ માટે પ્રગટાવેલ છે અને સાત્વિક સપાટી સુધી તે યોગ્ય છે, પરંતુ આ ભાવ જ્યારે રાજસ અને તામસની સપાટીમાં આવે છે જ્યારે જીવનનું પતન કરે છે.(૬૨)તારા જીવનમાં ખરાબ ટેવો ના પ્રવેશે તેનું ધ્યાન રાખવું. “દારૂ જુગાર, વગેરે ટેવો તારા જીવનને અને તારા ઉપર આધારિત જીવનને નુક્શાન પહોંચાડે છે.(૬૩)ઇશ્વરે દરેકને જીવન જીવવા શરીર આપ્યુ છે. આ શરીરના અવયવોની મદદથી મનુષ્ય માનવપ્રવાહમાં વહે છે. તારાથી આવા વહેતા બીજા મનુષ્યના શરીરના અવયવોને નુક્શાન ના થાય તેનો સતત ખ્યાલ રાખવો. તારા એક એવા કાર્યથી બીજા મનુષ્યનું સમગ્રજીવન અંધકારમય બની જાય અને તારે તારા આવા કર્મનો બદલો પ્રકૃતિના સિદ્ધાંત મુજબ જ ભોગવવો પડે. આમ તું દુઃખ ઉત્પન્ન કરવાનો કર્તા બને છે. માટા આવા કાર્યોથી તારે દૂર રહેવું.(૬૪)સમગ્ર મનુષ્ય પ્રવાહ વહી રહ્યો છે. તેનું નિરીક્ષણ અંદરની માનસચક્ષુ આંખોથી કરવું. આ મનુષ્ય પ્રવાહના વહેણમાં અડચણ,પાના નંબર – ૧૫૪
દુઃખ, મુશ્કેલી તારાથી ઉત્પન્ન ના થાય તેની સતત કાળજી રાખવી અને આવા કાર્યોથી છેટા રહેવુ.(૬૫)બીજાઓ દ્વારા આવા કાર્યો થતાં હોય તેના સાથીદાર ના બનવું. સીધો યા આડકતરો ટેકો પણ આવા કાર્યમાં ના આપવો. કદાચ જીવનમાં એવી ક્ષણ આવી જાય કે આપણું જીવન બચાવતાં હજારો કે લાખો મનુષ્યો (જીવો) ની જાનહાનિ થાય આવા પ્રસંગે આપણી જીવહાનિ પસંદ કરવી.(૬૬)સતત ખ્યાલ રાખવો કે તું અવ્યક્ત હતો અત્યારે વ્યક્ત છે. અને અવ્યક્ત થવાનો છે માટે જીવનના સઘળાં કાર્યો અને કાર્યોની દિશા મનુષ્ય-જીવનના વહેણને સુખરૂપ થાય તે દિશામાં વાળવી અને તેની વિરુદ્ધ દિશાના કાર્યો નકરવા.(૬૭)સતત એવું માનવું કે આ બધું દેખાય છે તેનો કર્તા “નારાયણ” એટલે “ઇશ્વર” છે. તું તેનું માધ્યમ છે અને તારે સુખ અને માત્ર સુખ ઉત્પન્ન કરવાની દિશામાં કાર્ય કરવાના છે. આથી ન કરવાના કાર્યોની આપોઆપ સમજ તારી અંદર ઉત્પન્ન થશે. (૬૮)દરેક ક્ષણે તારી પાસે પ્રકૃતિ કામ કરાવવાની છે. તારા ઉપર પ્રત્યેક ક્ષણે નિર્ણયનો ભાર પ્રકૃતિ મુકે છે. હરેક ક્ષણે કાર્ય કરવા માટે પ્રકૃતિ તને ફરજ પાડે છે. તું આ અનુભવ. કાર્ય કરવાની તારા પર પડાતી ફરજ વખતે તારા અંદરના “નારાયણ-ભાવ” થી ફરજ બજાવ. આ રીતે ફરજ બજાવીશ એટલે તારાથી ઉત્તમ કાર્યો જ થશે. (૬૯)પાના નંબર – ૧૫૫
તારી જીભને ખૂબ જ કાબુમાં રાખ. ઘણીવાર જીભથી તમો તમારા પુણ્ય વાપરી કાઢો છો. તમારી જીભથી કોઇનું ય ખરાબ થવાનું બોલો એટેલ તમારા પૂણ્યકર્મો ખર્ચાઇ જાય છે. બીજા મનુષ્યનું “ખરાબ થવાનું” હોય તો પ્રકૃતિના નિયમ મુજબ થશે પરંતુ તમો તેના કર્તા ના બનો તેનું ધ્યાન રાખો અને કર્મના બંધનમાં ના પડો તે જુઓ.(૭0)“જીભ” બીજાને જ્ઞાન આપવા, માર્ગદર્શન આપવા, પ્રેમ આપવા ઇશ્વરે આપેલી છે. તેનાથી માત્ર પ્રેમ અને પ્રેમ ઉત્પન્ન કરો.કટુવાણી, શ્રાપની ભાષા, ચાડી અને ચડવણી આપણાથી ના થાય. આપણી જીભ કોઇનોયું અપમાન ના કરે તેનું સતત ધ્યાન રાખવું.(૭૧)આપણી આંખોને “ઇશ્વરીય” રૂપોના દર્શનની ટેવ પાડવી આપણા કાનોને ઇશ્વરીય વર્ણનો સાંભળવાની ટેવ પાડવી. આપણા નાકને ઇશ્વરીય સુગંધો લેવાની ટેવ પાડવી.(૭૨)ભૌતિકજગતમાંઆંખો, નાક, કાનમાટેઅનેકવસ્તુઓપડેલીછે. આવસ્તુઓતનેલાલચોઆપીપતનનામાર્ગેલઇજશે. આવીવસ્તુઓથીદૂરરહેવું. એકવારતારીબુદ્ધિ “નારાયણ-ભાવ” થીચાલતીથઇજશેપછીભૌતિકજગતનાકાદવમાંપણતુંકમળનીજેમરહીશકીશઅનેકમળનાફૂલનીજેમખીલીઉઠીશ.(૭૩)આથી ભૌતિક જગતની લાલચોમાં ફસાવું નહિ અને ઇશ્વરીય દ્રષ્ટિ કેળવવી.(૭૪)પાના નંબર – ૧૫૬
કોઇપણ શારીરિક ખોડ-ખાંપણવાળા માણસ માટે તિરસ્કાર ન કરવો. તેને ઇશ્વરે આપેલી સ્થિતિ માટે તું મદદ ના કરી શકે તો કંઇ નહિ પરંતુ તેના માટે તું તેને દુઃખ ઉત્પન્ન થાય તેવું કાર્ય ના કર.(૭૫)ભૌતિક સમાજના કાદવોમાં કેટલાંય માણસો ખૂંપ્યા હોય છે. તારા જીવનના રસ્તામાં આવા માણસો મળે તેનો તું તિરસ્કાર ના કર. તું તારા જ્ઞાન-ચક્ષુ ખુલ્લા રાખી આ કાદવથી દૂર રહે. ઘણીવાર એવું બને કે આવા કાદવમાં પણ ઇશ્વરીય કમળો ખીલ્યા હોય છે અને ઇશ્વરના મહાન કિરણો નીકળતા હોય છે. તું ઇશ્વરીય દ્રષ્ટિ રાખીશ એટલે તને તેની જાણ થશે.(૭૬)તારે સમજવું પડશે કે તારો “આત્મા” એકલો જ છે. તારા તમામ પ્રકારના સંબંધો પ્રાકૃતિક સંબંધો છે. આ સંબંધો તેમના સ્વાર્થ માટે તને ખોટું માર્ગદર્શન આપી ખોટા કાર્યો કરાવે, તને વધુ કર્મના બંધનોમાં પાડે. આવા મિત્રો અને સગાઓથી દર્શાવાતા કાર્યો જે તેમના સ્વાર્થના હોય અને બીજાઓ માટે દુઃખ પેદા કરતાં હોય તેવાં કાર્યોથી દુર રહેવું.(૭૭)સતત વિચારવું “તારા પહેલાં બીજાઓ હતા. અત્યારે તું છે, હવે પછી તું નથી રહેવાનો, બીજાઓ આવવાના છે.” આમ, મનુષ્ય વહેણની મહાન નદીના કિનારા ઉપર માનસિક રીતે ઉભા રહી વહેતાં માનવ વહેણની જોવું અને આપણાથી આ માનવવહેણને અડચણરૂપ થાય તેવું કાર્ય ના કરવું.(૭૮)પાના નંબર – ૧૫૭
પ્રકૃતિએ આ વહેણને સુખ આપવા તારૂં સર્જન કર્યું છે. તું સુખ ના આપી શકે તો કંઇ નહિ પરંતુ તારાથી દુઃખ પેદા ના થાય તે અવશ્ય જોવું.(૭૯)“ચૈતન્ય” ટકી રહે એટલે પ્રકૃતિએ “સ્વાર્થ” નો ભાવ મૂક્યો છે. આ “સ્વાર્થ” નો ભાવ સાત્વિક સપાટી ઉપર હોય ત્યાં સુધી બરાબર છે.(૮0)આ “સ્વાર્થ”નો ભાવ સાત્વિક સપાટીથી બહાર નીકળી અને રાજસ અને તામસની સપાટી ઉપર આવે કે તરત જ નુક્શાન પેદા કરે.(૮૧)આવો “સ્વાર્થ” નો ભાવ બીજા મરી જાય તેનું ધ્યાન ન રાખે. બીજો તેનું સર્વસ્વ તમને આપી દે તો પણ તમોને સંતોષ ના થાય. ઘણીવાર સોનાનું ઇંડુ આપતી મરઘીને તમો તમારા “સ્વાર્થ” માટે મારી નાખી તમારૂ પોતાનું નુક્શાન કરવા જેટલા આંધળા થઇ જાય.(૮૨)ધ્યાન રાખ બેટા, બીજા પાસેથી લીધેલું બીજાને આપવું જ પડે છે. અને કર્મના બંધન પેદા થાય છે.(૮૩)આપણને જે મુશ્કેલીઓ હોય તે બીજાને પણ હોય અને બીજા સાથેના વ્યવહાર બીજાની દ્રષ્ટિથી, બીજાને નિહાળો. તમારા “સ્વાર્થ” ને રોકતા શીખો. (૮૪)નિ:સ્વાર્થ અને અંદરથી સંતોષી મનુષ્ય ક્યારેય દુઃખી થતો નથી.(૮૫)પાના નંબર – ૧૫૮
જરૂરિયાત અમર્યાદિત છે. આ જરૂરિયાતોને સંતોષવાના તમારા સાધનો મર્યાદિત છે.(૮૬)આ જરૂરિયાતોને તમારા મર્યાદિત સાધનોથી વધવા ના દો. જરૂરિયાતોને મર્યાદિત કરવાથી સંતોષનો મહાનગુણ ખીલવા માંડે છે. (૮૭)અમર્યાદિત જરૂરિયાતોને નાથી તેને મર્યાદિત સાધનોથી સંતોષવાનો મહાન પ્રયત્ન, જીવનનો મહાન આદર્શ છે.(૮૮)“અસંતોષ”ના ભાવને દબાવો. “સંતોષ” લેતા શીખો. અસંતોષનો ભાવ તમારે માટે દુઃખ અને માત્ર દુઃખ જ પેદા કરે. આથી “અસંતોષ” નો ભાવ તેની સાત્વિક સપાટીથી બહાર ન આવે તે માટે જાગતા રહો.(૮૯)કાયમ શોક, વિષાદ તરફ જતાં મનને રોકો. કાયમ આનંદીત મન રાખો. બીજાઓ સાથેના વર્તનમાં બીજાને વિષાદ થાય તેમ ના વર્તો બીજાને આનંદ આપો. પ્રેમ આપો.(૯0)નકામા ઝઘડાઓથી દૂર રહો. ઝઘડા દુઃખ અને માત્ર દુઃખ પેદા કરે છે. ઝઘડાને સાત્વિક રીતે ઉકેલવા પ્રયત્ન કરો અને ઝઘડાને પણ મહાન પ્રેમમાં ફેરવી નાંખો.(૯૧)ધ્યાન રાખો પ્રભુએ ભાવ આપ્યા છે. મન આપ્યું છે અને બુદ્ધિ આપી છે. બાકીનું સમગ્ર શરીર આ બધાના તાબામાંપાના નંબર – ૧૫૯
રહે છે. આમાં મન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ નાની વસ્તુ સમજવાથી તારામાં મોટી જાગ્રતતા આવશે. આ મન સેકંડના અબજના ભાગમાં વિશ્વના કોઇપણ ખૂણામાં પહોંચી જઇ શકે છે. (૯૨)ભારતના ઋષિઓએ આ જ્ઞાન મેળવી મનને ભાવોમાંથી મુક્ત કરી, બુદ્ધિપૂર્વક વિશ્વમાં ફરી વિવિધ જ્ઞાન પ્રાપ્ત કર્યું.(૯૩)ભૌતિક જગત ઉપરનું ઇશ્વરીય આધ્યાત્મિક આધિપત્યનું જ્ઞાન મેળવ્યું.(૯૪)આથી તું મનને કાબુમાં રાખ. અને તેના ભાવોથી ભટકવા ના દે અને મનને બુદ્ધિથી કાબુમાં રાખ. બુદ્ધિને “નારાયણ-ભાવ” એટલે ઇશ્વરીય ભાવમાં રાખ. આથી મનની ગતિ પણ ઇશ્વરીય ગતિ મુજબ થશે. અને કણ ક્ષણે કયું કાર્ય ન કરવું તેનો મહાન આદેશ તને તારી અંદરથી મળશે.(૯૫)આમ કરવાથી તારું બોલવાનું ઇશ્વરીય થશે તારા કાર્યો ઇશ્વરીય થશે તારી ગતિ ઇશ્વર તરફની થશે. (૯૬)તારા જીવનની પળો નિશ્ચિત છે. આ પળેપળનો ઉપયોગ કર. આળસ, નિષ્કાળજી, ખરાબ ટેવોમાં તારા જીવનની મહાન પળોનો વ્યય ના થાય તેની કાળજી રાખ. પળેપળનો ઉત્તમ ઉપયોગ કર.(૯૭)તારા જીવનમાં તને ઉપયોગી થયા હોય તેવા માણસોનો તારાથી તિરસ્કાર ના થાય તેનું ખાસ ધ્યાન રાખ. તારા ઉપર થયેલા ઉપકારનું વળતર આપવાનો પ્રયત્ન કર. (૯૮)પાના નંબર – ૧૬0
તારૂં જીવન ઇશ્વર તરફથી વિમુખ ના બને તેનું ખાસ ધ્યાન રાખ. (૯૯)સતત વિચાર, ઇશ્વર ખૂબ જ દયાળુ છે. તારી મદદે તે દોડી આવે છે. તારે તો ફક્ત તારા હાથ લંબાવવાના છે. તે તારી આંગળી પકડવાનો છે.(૧00)તારા જીવન વહેણમાં ભૂલથી બીજાને ઇજા થઇ હોય કે લાગણી દુભાવી હોય તો કોઇપણ જાતનો ક્ષોભ રાખ્યા વગર બીજાની માફી માંગી લે. આમાં શરમ ના રાખ. (૧0૧)બીજાની માફી ના માંગી શકીએ તો ઇશ્વર પાસે બેસી ખુલ્લા દિલથી ઇશ્વર પાસે માંફી માંગવી. ઇશ્વર પાસે માફી ખરા હૃદયથી માંગવાથી કર્મના બંધનો તૂટે છે.(૧0૨)પ્રભુ હૃદયથી મંગાતી પ્રાર્થના સાંભળે છે અને કર્મને માફ ગણે છે.(૧0૩)તને આપેલો આ પ્રકાશ તારા જીવનને ઉજાસમાં લાવશે અને તારૂં કલ્યાણ થશે(૧0૪)તું જ તારા અંદરના “નારાયણ-ભાવ”ને જગાડી કયાં કર્મ ન કરવા તેનો મહાન આદેશ હરેક પળે ઇશ્વર પાસેથી મેળવીશ તેવા મારા આર્શીવાદ.(૧0૫)અધ્યાય ૧૫ મો પૂર્ણ