પાના નંબર – ૨૮
ભાનુ બોલ્યાઃ“દેવા આપે કહ્યું કે “મા” માનવીને તેની મર્યાદામાં રમવા દે છે.” તે મને સમજાયું નહિ.(૧)આ “મર્યાદા” અને “મર્યાદા અંદર” એટલે શું તેની સમજણ નહિ પડવાથી મુંઝાઉં છું.”(૨)રામકૃષ્ણ બોલ્યાઃ“બેટા, આના માટે વૈજ્ઞાનિક રીતે તારે તારી ઉત્પત્તિનો વિચાર કરવો જોઇએ.(૩)તું વૈજ્ઞાનિક રીતે મૂળભૂત બિંદુ સ્વરૂપે પ્રગટ થયો.(૪)આ બિંદુ સ્વરૂપ જેની તું કલ્પના પણ નથી કરી શકતો તે એક વાસ્તવિક વૈજ્ઞાનિક હકીકત છે.(૫)આ બિંદુમાં તારા શરીરનાં તમામ સૂક્ષ્મ અવયવો પ્રકૃતિએ પ્રદાન કરેલા છે.(૬)પાના નંબર – ૨૯
પ્રકૃતિએ આમ પ્રથમથી જ તારા માટેની મહતમ મર્યાદા બંધેલી હોય છે.(૭)આ બિંદુ જ્યારે મનુષ્યરૂપે અવતરે છે ત્યારે આ બિંદુને સાચવનારા તેનાં ઉછેર કરનારા અને તેને મલતાં વિકાસ માટેનાં સંજોગો પણ પ્રકૃતિદત્ત હોય છે.(૮)આ વસ્તુ મનુષ્યના હાથની હોતી નથી. આ વસ્તુઓનો સ્વીકાર કરવો પડે છે.(૯)વળી, આ વખતના “સમાજના વિકાસ” ની સ્થિતિનું નિર્માણ પ્રકૃતિ દ્વારા થયેલું હોય છે. જેમ કે રસ્તા, સંદેશ વ્યવહારનાં સાધનો, વૈજ્ઞાનિક શોધો સરકારી પદ્ધતિઓ, તે જ્યાં જનમ્યો હોય તે કુટુંબની સ્થિતિ આ બધુ પ્રકૃતિ એ તેનાં માટે નિર્માણ કરેલું હોય છે. આ તેની મર્યાદા હોય છે. આમ તેનું શરીર, શરીરના અવયવો અને શરીરની અંદર રહેલી વિવિધ શક્તિઓ જેવી કે બુદ્ધિ, જોવાની શક્તિ, સાંભળવાની શક્તિ, વગેરે તેની આજુબાજુ રહેલી બાહ્ય શક્તિ તે પ્રકૃતિ તરફથી મળેલી મર્યાદા જેવા કે છે.(૧0)પ્રકૃતિના સતત વહેતા પ્રવાહો પૃથ્વી, પાણી, વાયુ, આકાશ અને તેજ આ મનુષ્ય શરીરમાં સતત રહેતા રહે છે. અને તે રીતે પ્રકૃતિ મનુષ્યને પોતાના પ્રવાહથી અદ્રશ્ય રીતે બાંધી રાખે છે.(૧૧)આમ દરેક મનુષ્ય પ્રકૃતિના પ્રવાહમાં આગળ વધી રહ્યો છે. (૧૨)પાના નંબર – ૩0
આ પ્રવાહની વિશિષ્ટતા એ છે કે શરૂઆત જેને આપણે જન્મ કહીએ છીએ તે પછી પ્રવાહમાં આગળ જ વધવું પડે છે. તેમાં પાછા જવાની પ્રક્રિયા નથી, આ પણ પ્રકૃતિની મર્યાદા છે. (૧૩)આ બધી ન ઓળંગી શકાય તેવી મર્યાદાઓ છે.(૧૪)મૃત્યુ એક અતિ નિશ્ચિત હકીકત છે. આથી મૃત્યુ મનુષ્ય જીવનના પ્રવાહનું અંતિમ બિંદુ છે.(૧૫)મનુષ્યએ આ બિંદુને બીક સ્વરૂપે નહિ પણ પ્રકૃતિની નિશ્ચિતતા સ્વરૂપે સ્વીકારવું જોઇએ.(૧૬)હવે તું ઉભો છે તે જીવન બિંદુથી પાછળનો વિચાર કર અને આગળ જવાના રસ્તાનો વિચાર કર એટલે આપોઆપ તાત્વિક રીતે તને પ્રકૃતિએ પેદા કરેલ એક બિંદુ સ્વરૂપનો અહેસાસ થશે.(૧૭)આ ચિંતનથી તારા અભિમાનનો ભાવ ઓગળી જશે ને તું માત્ર પ્રકૃતિ દ્વારા પેદા થયેલ, પ્રકૃતિ દ્વારા આગળ વધતું આ મહાન માનવ પ્રવાહનું એક માત્ર બિંદુ છે. તેનો ખ્યાલ આવશે.(૧૮)આ ખ્યાલ આવતાં જ મનુષ્ય પ્રવાહ પર કોઇ ત્રીજી તાકાતનો બુદ્ધિ દ્વારા અનુભવ થશે.(૧૯)એકવાર બુદ્ધિ આ સ્વીકારો એટલે પ્રકૃતિ એટલે “મા” નો સ્વીકાર થશે.(૨0)પાના નંબર – ૩૧
એકવાર બુદ્ધિ “મા”નો સ્વીકાર કરે એટલે “મા” ની તાકાતોનું ચિંતન કરવાનું શરૂ કરી દેવું જોઇએ. (૨૧)“મા”ની અનેકવિધ શક્તિઓ આ સમાજને ચલાવવા “મા” એ પોતાના હાથમાં રાખી છે તેનો અહેસાસ થશે.(૨૨)એકવાર “મા” ના અસ્તિત્વનો સ્વીકાર કરી “બાળક” બની “મા” પાસે બુદ્ધિથી જતાં રહીએ એટલે પ્રકૃતિનો “વિશિષ્ટ ભાવ “મા” ભાવ “મા”માંથી વહેવા માંડે છે.(૨૩)તું દૈરેક ચૈતન્ય તરફ દ્રષ્ટિ કર. “માતૃત્વ”નો એક “વિશિષ્ટ ભાવ” પ્રકૃતિ વહાવી રહી છે.(૨૪)ક્રુરમાં ક્રુર પ્રાણીઓ અને નાનામાં નાની પ્રાણીઓમાં રહેલી “નારી-જાતિ” માં માતૃત્વનો ખુબ જ અગત્યનો ભાવ પ્રકૃતિ વહાવી રહી છે. (૨૫)આ “માતૃત્વ”નો ભાવ એટલે પોતાનાં બાળક તરફનો વહેતો અમાપ એવો પ્રેમ-પ્રવાહ.(૨૬)આ ભાવ જન્મે એટલે પોતાનો વિચારકર્યા વગર બાળકના કલ્યાણનો જ વિચાર આવે.(૨૭)આમ પ્રકૃતિ તરફ તમો “બાળક” બની જાવ અને તે “મા” છે એવો ભાવ લાવો અને પ્રકૃતિ “મા” છે એવું બુદ્ધિથી, મનથીપાના નંબર – ૩૨
આત્માથી સમજો એટલે “માનો પ્રેમનો પ્રવાહ” પ્રકૃતિમાંથી આપોઆપ વહેવા માંડે.(૨૮)આ પ્રવાહના તમને દર્શન થાય એટલે તમો આનંદ-વિભોર થઇ જાવ(૨૯)આ પ્રવાહને તમો માનસ ચક્ષુથી નિહાળો એટલે પ્રકિત ફક્ત તમારા કલ્યાણઅર્થે કામે લાગી જાય. કારણ આ પ્રવાહનું કામ જ એ છે કે “બાળક”નું કલ્યાણ કરવું. (૩0)આમ તું એક “મા” દ્વારા ઉત્પન્ન થયેલું બિંદુ છે અને તારામાં મા એ નક્કી કરેલ મર્યાદાઓ છે.(૩૧)આ માનવપ્રવાહમાં વહેવા માટે “મા” એ તને તારી અંદર અનેક ભાવો આપ્યા છે. આ ભાવોને વહાવવા માટે મન આપ્યું છે. મનની શક્તિ મુજબ ભાવો વહે છે.(૩૨)આ મનને માર્ગદર્શન આપવા બુદ્ધિ આપી છે. (૩૩)જ્યાં સુધી આ શરીરમાં “ચૈતન્ય” રહે છે. ત્યાં સુધી ભાવો, મન અને બુદ્ધિ કામ કરે છે.(૩૪)આ પ્રવાહમાં પ્રકૃતિ માનવને તેની મહત્તમ મર્યાદા નક્કી કરીને જન્મ આપે છે. (૩૫)પાના નંબર – ૩૩
માનવને આ મર્યાદામાં પોતાની બુદ્ધિ, મન અને ભાવો વડે વર્તવાની છુટ હોય છે.(૩૬)આ મર્યાદાની અંદર મનુષ્યએ પોતાના ભાવો ઉપર મન દ્વારા લગામ રાખી બુદ્ધિથી વર્તવાનું હોય છે. (૩૭)આમાં મનુષ્યએ પ્રકૃતિએ નિર્માણ કરેલ મહતમ મર્યાદા સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઇએ.(૩૮)આ મર્યાદામાં જ રમી શકાય છે. અને તેમાં બુદ્ધિ દ્વારા મન ઉપર અને મન દ્વારા ભાવો ઉપર કાબુ મેળવી, જરૂરી ભાવોનો જરૂરી ઉપયોગ કરી મહતમ પ્રગતિ કરવાનો આદેશ પ્રકૃતિ આપે છે.(૩૯)“મા” ની મહાન-શક્તિ “નારાયણશક્તિ” દરેક મનુષ્યમાં હોય છે.(૪0)આ શક્તિ સમગ્ર મનુષ્યત્વનું કલ્યાણનું કામ કરે છે.(૪૧)હંમેશા તે “સાત્વિકતા” નો વિજય કરાવવાનું કામ કરે છે.(૪૨)મનુષ્યમાં “ચૈતન્યશક્તિ” રહેલી છે. આ જ્યાં સુધી શરીરમાં હોય ત્યાં સુધી મનુષ્ય જીવીત કહેવાય છે અને શક્તિ જતી રહે છે એટલે “મૃતાવસ્થા” આવે છે.(૪૩)“ચૈતન્ય શક્તિ” ને “આત્મા” કહેવાય છે. (૪૪)પાના નંબર – ૩૪
આ “ચૈતન્ય શક્તિ” માનાં “ચૈતન્ય શક્તિ” ના ભાવાત્મક સમુદ્રનું એક બિંદુ છે.(૪૫)સમુદ્રમાં પાણીનું બિંદુ છૂટું પડતાં “પાણી “નાં સર્વ ગુણધર્મ ધરાવતું બધે ફરે છે. તેમ આ મનુષ્ય શરીરમાં રહેલો આત્મા આ મહાન ચૈતન્ય શક્તિના સમુદ્રમાંથી છુટું પડેલું બિંદુ “ચૈતન્ય શક્તિ” ના તમામ ગુણધર્મ ધરાવતું બધે ફરે છે.(૪૬)મનુષ્ય શરીર પ્રકૃતિ મર્યાદા સાથે ઉત્પન્ન કરે છે.(૪૭)આ મર્યાદામાં પડેલ “ચૈતન્ય બિંદુ” એટલે “આત્મા” ને રમવાનું હોય છે.(૪૮)જ્યારે શરીરની ઇન્દ્રિયો અને ભાવો “ચૈતન્ય” ને સમજ્યા વગર “મન” ઉપર કાબૂ મેળવે છે અને “આ ઇન્દ્રિયો જ સર્વસ્વ છે.””આ શરીર જ સર્વસ્વ છે.” તેમ કરી બુદ્ધિ ઉપર કાબૂ મેળવે છે. એટલે બુદ્ધિ પણ મન મુજબ કાર્ય કરે છે.(૪૯)આથી બુદ્ધિ “આત્મા” ને જોઇ શકતી નથી. (૫0)“આત્મા” અને “બુદ્ધિ” વચ્ચે શરીરના ભાવો દ્વારા પડળો બંધાઇ જાય છે.(૫૧)આથી “આત્મા””મા” ને જોઇ શકતો નથી. અને આથી માની શક્તિ “નારાયણ-શક્તિ” નાં દર્શન કરી શકતો નથી.(૫૨)પાના નંબર – ૩૫
મનુષ્યને મળેલ શરીર અને સંજોગોની પ્રકૃતિ દત્ત સ્થતિની સાથે પ્રકૃતિએ તેની પુરુષાર્થની મહત્તમ મર્યાદા નકકી કરી હોય છે. (૫૩)આ પ્રકૃતિદત્ત મળેલ મર્યાદા અને પુરુષાર્થનું નક્કી કરેલ “મહત્તમ” મર્યાદામાં મનુષ્યએ જીવવાનું છે.(૫૪)“પ્રકૃતિ” ની પુરુષાર્થની મહતમ મર્યાદા સુધી પહોંચવાનો દરેક મનુષ્યએ પ્રયત્ન કરવો જોઇએ.(૫૫)આમ મેં તને “મર્યાદા અંદર” તેનો ભાવાર્થ સમજાવ્યો.(૫૬)“અજ્ઞાનતા” થી આપણે પોતે જ આપણા “આત્મા” ને ઓળખી શકતા નથી. (૫૭)જ્યારે “આત્મા”ની પહેચાન થઇ જાય ત્યારે માનસ-ચક્ષુ દ્વારા બુદ્ધિનો ખ્યાલ આવે કે આ “આત્મા” ના માટે પ્રકૃતિએ “બુદ્ધિ” ને મનને અને “મન” ના ભાવોને ઘડ્યા છે.(૫૮)તે બધા “આત્મા” ને ઓળખવા માંડે અને “આત્મા” દ્વારા “મા” ને ઓળખવા માંડે અને “માની નારાયણ-શક્તિ” ને ઓળખવા માંડે એટલે “આત્મા” ભાવાત્મક “ચૈતન્ય સમુદ્ર” તરફ ગતિ કરે અને તેમાં ભળી જાય અને તે રીતે “મા” માં ભળી જાય.(૫૯)આ ગતિને મોક્ષ તરફની ગતિ કહે છે. (૬0)પાના નંબર – ૩૬
આ ગતિની વિરુદ્ધ જીવન જીવતાં, પડળોથી વિંટળાયેલો “આત્મા” વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આ ગતિ “મોક્ષની વિરુદ્ધની ગતિ” છે. (૬૧)પ્રકૃતિએ આપેલ મર્યાદાઓ અને પ્રકૃતિએ પુરુષાર્થની નક્કી કરેલ મર્યાદાઓની વચ્ચે “સ્વતંત્રતા” થી મનુષ્યએ જીવવાનું છે.(૬૨)આ “સ્વતંત્રતા”માં કેવી રીતે વર્તવું તે મનુ,યના પોતાના હાથની વાત હોય છે.(૬૩)આ “સ્વતંત્રતા” માં “મનુષ્ય-ધર્મ”ને સમજીને જીવવાથી આત્મા “મોક્ષ” તરફ પ્રયાણ કરે છે. (૬૪)અધ્યાય ૫ મો પૂર્ણ