અધ્યાય-૧૧ બ્રહ્મત્વની સમજ

પાના નંબર – ૮૯
  • ભાનુ બોલ્યાઃ
  • રામકૃષ્ણ માયા શું છે?
  • દેવા, કૃપા કરી મને આમાંથી મુક્તિ મળે તેવો રસ્તો બતાવો. (૧)
  • ‘મા’, બ્રહ્મનારાયણ, બ્રહ્મલક્ષ્મી, માયા આ બધા વચ્ચે ભેદ શું છે? વળી જો આ બધા એક જ હોય તો ભિન્નતા શેની?(૨)
  • મારું મગજ આની અણસમજથી ગોથા ખાવા માંડ્યું છે. આપ મને તે સમજાવોને. તમને મારો સવાલ ગાંડા માણસ જેવો લાગશે. તમને એવું પણ થશે કે આટલું જ્ઞાન આપ્યા પછી પણ આવો સવાલ કેમ રહે? (૩)
  • પરંતુ દેવા અજ્ઞાનીની આવી દશા હોય છે. આપ જ્ઞાનરૂપી પ્રકાશનાં દિવાથી મારૂં અજ્ઞાન દૂર કરો .(૪)
  • રામકૃષ્ણ બોલ્યાઃ
  • બધુ એક જ છે. બધું એકમાંથી ઉત્પન્ન થયું છે.
  • આ એક તે અજ્ઞેય, અલક્ષ્યેય, અજન્મેય, એક ના એક, નિર્વિકાર, નિરંજન ‘શૂન્ય-અશૂન્ય’, અનંત, અવિનાશી, એવું બ્રહ્મત્વ છે.(૫)
  • આ બ્રહ્મત્વ કોઇપણ રીતે સમજી શકાતું નથી.(૬)
  • જેમ વધુ સમજો તેમ વધુ મુંઝાવો.(૭)
  • પાના નંબર – ૯0
  • મોટા મોટા ઋષિઓ, જ્ઞાનીઓ તેમજ તપસ્વીઓ પણ સમજી શક્યા નથી.(૮)
  • આ ‘બ્રહ્મત્વ’ તરફની ગતિ એટલે મોક્ષ તરફની ગતિ છે.(૯)
  • આને તમે ‘બિંદુ ‘ કહો તો પણ તે અંતવાળુ થઇ જાય. મોટું, મોટું કરતાં આગળ વધો અને જીવન વહી જાય તોય ના સમજાય. (૧0)
  • હા, જ્ઞાનમાં આગળ વધો એટલે અનુભવાય પરંતુ તેનું વર્ણન ના કરી શકાય, સમજાવી ના શકાય.(૧૧)
  • ભારતના ઋષિઓએ જ્ઞાનની પરમ સપાટી પર પહોંચી આ ‘બ્રહ્મત્વ’નો અનુભવ મેળવ્યો.(૧૨)
  • એક ‘તત્વ’ જે સમગ્ર નાનામાં નાના અણુમાં છે અને નાનામાં નાના અણુમાં સમગ્ર અને સર્વસ્વ સમાયેલું છે તે વાત અનુભવી. (૧૩)
  • આ ‘પરમાનંદ’ ની ચરમસીમાની સપાટી અનુભવ્યા પછી આની સમજ આપવા જુદા જુદા ઋષિઓએ અને જ્ઞાનીઓએ પ્રયત્ન કર્યા.(૧૪)
  • આ પ્રયત્નોમાં પોતે પોતાની રીતે અદર અટવાયા જ કર્યા. (૧૫)
  • મારા જીવનમાં મેં આ ‘બ્રહ્મત્વ’ ને ‘મા’ નું રૂપ ધારીને ‘મા મય’ થઇ ગયો. (૧૬)
  • સમગ્રતયા બધું ‘મા’ જ છે. મા સિવાયનું કશું જ નથી. આમ માની ‘મા’ ની અંદર હૃદય, મન, બુદ્ધિ, આત્મા ઓગાળવા માંડ્યો.(૧૭)
  • પાના નંબર – ૯૧
  • આમાં એક એવી અગમ્ય, અકલ્પ્ય અને સમજાવી ના શકાય એ પરિસ્થિતિ ઉપર પહોંચી ગયો અને મારૂ સમગ્ર ‘મા’ માં ઓગળી ગયું.(૧૮)
  • આ અનુભવ મેળવ્યા બાદ હું પોતે બધું સમજી ગયો.(૧૯)
  • આ અનુભવ મેળવ્યા બાદ મને ‘બ્રહ્મત્વ’ ના વાદ, વિવાદો, તરંગો હાસ્યાસ્પદ લાગ્યા.(૨0)
  • સમગ્ર વિશ્વના અણુએ અણુમાં સમાયેલ તત્વ અને સમગ્ર વિશ્વ જેમાં સમાયેલું છે તેવા તત્વને મેં અનુભવ્યું (૨૧)
  • મેં બીજાને આ તત્વ અનુભવવાનો રસ્તો લેવા ‘મા’ જ આ તત્વ છે તેમ જણાવ્યું અને ‘મા’ મય થવાનો નિર્દેશ કર્યો.(૨૨)
  • તને પણ ‘મા’ મય થવાનો આદેશ આપ્યો અને તેં ‘મા’ ની પૂજા કરવા માંડી.(૨૩)
  • તને પણ ‘મા’ એ પોતે તથા મારા દ્વારા તને જ્ઞાન આપ્યું.(૨૪)
  • ગમે તે માણસ, ગમે તે રસ્તે થઇને આવે અને દિલ્હી પહોંચે, ગમે તે દ્વારા આવે અને દિલ્હી પહોંચે તે બધાંને જેમ દિલ્હી પહોંચ્યાનો અનુભવ થાય તેમ ‘જ્ઞાની’ ને ગમે તે રસ્તે અથવા ગમે તે દવારા ‘બ્રહ્મત્વ’ તરફ ગતિ કરી ‘બ્રહ્મત્વ’ નો અનુભવ થાય છે.(૨૫)
  • મેં ‘મા’ ને બ્રહ્મત્વ માન્યું, મેં માને પ્રકૃતિ માની. ઘણા પ્રકૃતિ અને બ્રહ્મત્વને જુદું ગણે છે. અને પ્રકૃતિથી બ્રહ્મત્વ અલગ છે અને પ્રકૃતિથી પણ બ્રહ્મત્વ ઊંચુ છે એવું માને છે.(૨૬)
  • પાના નંબર – ૯૨
  • આવી ગડમથલ, વાદવિવાદથી મૂળ “બ્રહ્મત્વ” સમજાવી શકાતું નથી કે અનુભવી શકાતું નથી. (૨૭)
  • આપણા મગજને મર્યાદા હોય છે તેથી વધુ આગળ તે વધી શકતું નથી.(૨૮)
  • આ મર્યાદાનો વિસ્તાર વધારવા આપણે ધારણાનો આધાર લેવો પડે છે.(૨૯)
  • આ ધારણાનો આધાર મેં “મા” લીધો. આ “બ્રહ્મત્વ” આમાં બધું જ સમાયેલું છે. આ અજન્મા, અલક્ષ્યા, અવિનાશી, નિરંજન, નિરાકાર, મૂળતત્વ, સર્વવ્યાપક સર્વમાં સમાયેલ અને સર્વ તેમાં સમાયેલ છે તેમ માની એવી માનસિક સ્થિતિ લાવી કે સર્વમાં મને “મા” અને માત્ર “મા” જ દેખાવા લાગી.(૩0)
  • અરે, પછી તો મારૂ સમગ્ર અસ્તિત્વ “મા” માં ઓગળવા લાગ્યું.(૩૧)
  • પછી તો મને “મા” નું માયા તત્વ “નારાયણ” તત્વ દેખાવા અને સમજાવા માંડ્યું. જીવનનાં છેલ્લા તબક્કામાં “મા” નું નારાયણ તત્વ મારી આંખોમાંથી દેખાવા લાગ્યું.(૩૨)
  • જેની સામે આ નારાયણ દ્રષ્ટિ પડી તેનો ઉદ્ધાર થઇ ગયો. (૩૩)
  • “વિવેકાનંદ” અને “શારદામણિ” મારામય હતા તેમાં પણ “મા” “નારાયણતત્વ” દ્વારા ચમકવા માંડ્યા.(૩૪)
  • પાના નંબર – ૯૩
  • “મા” એટલે બ્રહ્મત્વ તરત જ અલગ એટલે કે પર રહેવા માંગે છે અને તે રીતે મને “નારાયણતત્વ” અને “મા” તેની ભિન્નતા અને ઐક્યતા સમજાવા માંડી. (૩૫)
  • “મા” નું “માયા” તત્વ સમજાવા માંડ્યું(૩૬)
  • વળી, આ બધું પણ અનંત છે તે સમજાયું. તેનું વર્ણન કરતાં પાર ન આવે.(૩૭)
  • તમો સંન્યાસી થાવ તોય ભગવા કપડાની માયા, સાધુઓની માયા, જ્ઞાનમાં કોણ ઊંચુ અને કોણ નીચું તેની માયા, સાધુ સમાજની માયા ચોંટે અને ચોંટે જ. તમો મુક્ત ના થઇ શકો.(૩૮)
  • જ્ઞાનથી માનસિક મુક્તતા આવે અને અનુભવાય તે અગત્યનું છે.(૩૯)
  • આમ તને હું “બ્રહ્મત્વ” સમજવાની ગડમથલમાં ઉતરવાની “ના” પાડુ છું. (૪0)
  • હવે તને “માયા” સમજાવું છું. “મા” માં જ આ “માયા” સમાયેલી છે અને આ “માયા” માં “મા” સમાયેલી છે.(૪૧)
  • તમારો જન્મ પણ આ “માયા” માંથી બંધાયેલો છે. તમારૂ શરીર, તમને મળેલો સમાજ, તમોને માનસિક, સામાજિક, આર્થિક સ્થિતિ આ બધું “માયા” થી મળેલું છે અને તે તમારા “કર્મફળ” નું મળેલ “માયા” દ્વારા આવતું પરિણામ છે.(૪૨)
  • પાના નંબર – ૯૪
  • જેમ કેલક્યુલેટર કે કોમ્પ્યુટરમાં ઉમેરતા જાવ અને બાદબાકી કરતા જાવ અને આપોઆપ પરીણામો મળતા જાય તેવી વ્યવસ્થા આમાં પણ ગોઠવાયેલી છે.(૪૩)
  • કોઇ મહાન વ્યવસ્થાના તમો એક ભાગ છો તેવો અનુભવ થાય છે.(૪૪)
  • આ “માયા” ને માણસ સમજે તો પણ માયામાંથી મુક્ત થવાતું નથી અને “માયા” માંજ જીવવાની ફરજ પડે છે.(૪૫)
  • “માયા” નું વર્ણન પણ અનંત છે.(૪૬)
  • બસ, આમાં વધુ ઊંડા ઉતર્યા વગર આ માયા છે અને “મા” એજ બનાવેલી છે એમ સમજો અને તેમાં રહેવા છતાં માનસથી તેમાંથી બહાર રહો તે ખુબ મહત્વનું છે.(૪૭)
  • આ માનસિક સ્થિતિ લાવવી ખૂબ જ અઘરી છે. કમળ પાણીમાં રહે તો પણ પાણી એને અડે નહી, પાણી દ્વારા જ ઉત્પન્ન થાય છતાં પાણી અડે નહિ અને પાણીથી ભિન્ન છે એવી પ્રતિતી થાય. (૪૮)
  • “માયા” ને તું જાણે છે, અનુભવે છે એટલે તે સમજાવ્યા વગર “માયા” થી મુક્ત રહેવાની માનસિક સ્થિતિ વિશે તને સમજણ પાડું છું.(૪૯)
  • “નારાયણ શક્તિ” ની પણ માએ તને સમજણ પાડી છે. માએ જ તને “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ના રૂપો બતાવાયા છે.(૫0)
  • પાના નંબર – ૯૫
  • આ “નારાયણ-શક્તિ” એટલે કે બ્રહ્મનારાયણ અને બ્રહ્મલક્ષ્મીમાં પણ “માયા” રહેલી છે અને “માયા” માં પણ બ્રહ્મનારાયણ અને “બ્રહ્મલક્ષ્મી” રહેલાં છે.(૫૧)
  • “ઇલેક્ટ્રીક શક્તિ” માં જેમ “ઇલેક્ટ્રોનિક” શક્તિ રહેલી છે અને “ઇલેક્ટ્રોનિક” શક્તિમાં ઇલેક્ટ્રીક શક્તિ સમાયેલી છે તેવી જ રીતે આ બધું છે.(૫૨)
  • “નથી”, “નથી”, “નથી” કરતાં કરતાં જ્યાં પહોંચો તે સ્થળ અને “છે”, “છે”, “છે” કરતાં પહોંચો તે સ્થળ પાછું એક જ આવે છે અને તે “મા” છે.(૫૩)
  • આ બધું શું છે તેની ગડમથલમાં પડ્યા વગર આ બધું કેમ ચાલે છે અને આ બધામાં તારે કેવી રીતે વહેવાનું છે તે સમજ મેં તને વધારે પાડી છે.(૫૪)
  • એકવાર માનસચક્ષુ દ્વારા “મા” એટલે “બ્રહ્મત્વ” અનુભવાયય પછી તમો સાર્વત્રિક થઇ જાવ છો.(૫૫)
  • આથી જ તને “મા” એ “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” રૂપો બતાવ્યા અને તને તે રૂપો સમજાવ્યા.(૫૬)
  • તને “મા” આ રીતે આગળ વધવાનું સમજાવે છે. હજુ બ્રહ્મત્વ અનુભવવાની તારે ખૂબ વાર છે. તું તારી જાતને “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ના રૂપમાં ઓગાળવા માંડ. આખરે તે પણ “મા” નાં જ રૂપ છે અને તે દ્વારા તું “મા” માં જ ઓગળવાનો છે.(૫૭)
  • પાના નંબર – ૯૬
  • મા એ પોતાના વિશિષ્ટ હેતુ માટે તને આ રૂપો બતાવ્યા છે. માએ નક્કી કરેલાં તારી સાથે પ્રવાહમાં વહેતાં મનુષ્યો અને ભવિષ્યમાં થનાર મનુષ્યોના ઉદ્ધાર માટે આ રૂપો બતાવાયા છે. (૫૮)
  • તું “મા” અને આ રૂપોમાં એટલે કે “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી”માં ભેદ માનીશ નહીં. (૫૯)
  • આ બધું એ જ છે. આ “માયા” એ જ છે. તું તેમનું બાળક છે. તારી સંભાળ તે લેવાના જ છે તેમ તારામાં ભાવ લાવ. પ્રાર્થના કર. તારા “આત્મા” ની ગતિ ની દિશા બદલાશે તે ઉર્ધ્વગતિ થશે તું અનુભવીશ.(૬0)
  • ભક્તિ, ધ્યાન, પ્રાર્થનાથી તું આખરે “મા” માં ઓગળી જઇશ. તું “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” માં તારા આત્માને ઓગાળ અને બીજાઓને આ રસ્તો બતાવ. “મા” એ નક્કી કરેલાં મનુષ્યો આ સમજશે અને તે તારાથી વધુ બીજાને સમજાવી શકશે.(૬૧)
  • તને એમ લાગશે કે હું તારા પ્રશ્નને ઉડાવી દઉં છું અને મૂળ વાત સમજાવતો નથી. પરંતુ બેટા, અનેક તર્ક, વાદ, વિવાદ સમજણ પાડ્યા છતાં જે સમજાવી શકાતું નથી અને જે ફક્ત અનુભવી શકાય છે તે વસ્તુ માટે વાદ, વિવાદમાં ઉતર્યા વગર જે રસ્તે તેનો અનુભવ થાય તે રસ્તો તને બતાવું છું.(૬૨)
  • “મા” પણ એમ જ ઇચ્છે છે. “મા” આ મનુષ્યને “મનુષ્યત્વ” સમજાવવા માંગે છે. “મનુષ્યત્વ” સમજાવી ખોટા ભેદો જેવાં કે
  • પાના નંબર – ૯૭
  • ધર્મના ભેદો, સ્થળનાં ભેદો મિટાવવા માંગે છે અને “મનુષ્યત્વ” ને ઉચ્ચ જ્ઞાનની સપાટી પર લાવવા માંગે છે. જ્યાં દરેક મનુષ્ય “મનુષ્યત્વ” ના કલ્યાણ અને માત્ર કલ્યાણનો જ ખ્યાલ રાખે.(૬૩)
  • “મા” એ આથી જ તેમની આગળ વધવાની રીત બતાવી તેમની “નારાયણ શક્તિ” ના તને દર્શન આપ્યા. “મા” ની આગળ વધવાની રીત સાથે તાલમેલ લાવવાનું કામ દરેક મનુષ્યે કરવાનું છે તેમ “મા” જણાવે છે.(૬૪)
  • જીવને આ રીતે વહાવાથી જ “મનુષ્યત્વ” નું કલ્યાણ થાય છે.(૬૫)
  • આ વહેણને તે દિશામાં વાળવા “મા” તને જણાવે છે. (૬૬)
  • તું સમગ્રતયા તારા જીવનકાળમાં આ માટે સફળ જ થઇશ તેવા મોહ, માયા કે સ્વપ્નમાં રાચ્યા વગર આ દિશામાં કામ કર.(૬૭)
  • આથી જ તારા મનના ઉદ્દભવતાં પ્રશ્નોનો જવાબ સીધો તને આપતો નથી. તને બતાવેલા રસ્તે તું આગળ વધીશ એટલે આપોઆપ બધા જવાબો મળી જશે. અને સમગ્રતયા “બ્રહ્મત્વ” સમજાઇ જશે. એકવાર “નારાયણ-શક્તિ” આવી જશે એટલે “માયા” તત્વ સમજાઇ જશે. નારાયણશક્તિમાં રહેલ “માયા” અને “માયા” માં રહેલ “નારાયણ શક્તિ” સમજાઇ જશે અને આપોઆપ “બ્રહ્મત્વ” નો અનુભવ થશે.(૬૮)
  • “બ્રહ્મત્વ” નો અનુભવ થયાં પછી કોઇ પ્રશ્ન રહેશે જ નહિં.(૬૯)
  • પાના નંબર – ૯૮
  • અને તને સ્પષ્ટ દેખાઇ આવશે કે તું “મા” દ્વારા ઉત્પન્ન થયેલું, “મા” નું ચોક્કસ કાર્ય કરવા ઉત્પન્ન થયેલું અને તે કાર્ય પૂરૂ થતાં “મા” માં જ વિલીન થવાનું છે તેવું એક “માનવબિંદુ” છે. (૭0)
  • તારામાં “નારાયણ-શક્તિ” નો સંચાર થશે તે તું અનુભવી શકીશ.(૭૧)
  • “મા” ની આ “પરાશક્તિ” નો મહાન, દિવ્ય, અદ્દભૂત, પરમ આનંદ તું પામીશ.(૭૨)
  • શી ખબર? મને પણ “માયા”, “નારાયણ શક્તિ” આ બધું સમજાવ્યા કરતાં “મા” ની વાતો કરવામાં વધુ રસ આવે છે અને હું આડો અવળો થઇ “મા” પાસે જ આવું છું.(૭૩)
  • તું માએ બતાવેલ રૂપો “બ્રહ્મનારાયણ” મતે “બ્રહ્મલક્ષ્મી” માં લીન થા.(૭૪)
  • તારું કલ્યાણ થાઓ તેવા મારા આર્શિવાદ છે.(૭૫)
  • અધ્યાય ૧૧ મો સંપૂર્ણ