પાના નંબર – ૪૭
રામકૃષ્ણ બોલ્યાઃબેટા, તને “માનવધર્મ” વિષે “વિશ્વ સંગીત” માં સમજાવ્યું છે. (૧)આમ છતાં તે પૂછ્યું છે એટલે તને થોડું વિસ્તારપૂર્વક જણાવું છું.(૨)“આત્મા” ને ઇશ્વરે સર્વ ભાવો સાથે દેહ આપ્યો છે, મન આપ્યું છે. બુદ્ધિ આપી છે. (૩)પ્રથમ તો આ દેહની અંદર પ્રકૃતિનાં પ્રવાહો જે જાય છે તે દેહને અનુકુળ હોય તેવાં પ્રવાહોને દેહમાં જવા દેવા જોઇએ.(૪)શુદ્ધ હવા, શુદ્ધ પાણી, શુદ્ધ ખોરાક, જરૂરી પ્રકાશ, આકાશ તરફની દ્રષ્ટિ આ બધા માટે ખૂબ કાળજી રાખવી જોઇએ. (૫)આપણા ભાવો મનને લલચાવે તેવાં ખોરાક કે પીણા લેવા ન જોઇએ. પરંતુ સાત્વિકતા વધારે અને ટકાવી રાખે તેવા ખોરાક પાણી લેવા જોઇએ. (૬)પ્રકૃત્તિદત શરીર તે સારી મર્યાદા છે. પરંતુ આ શરીરમાં તારી પોતાની ભાવોની લાલચનાં લીધે લીધેલા ખોરાક-પાણીથી ઉત્પન્ન થતા રોગો માટે તું જવાબદાર છે. (૭)પાના નંબર – ૪૮
ઇશ્વરે તને બુદ્ધિ આપેલી છે. તેનાથી તારે મનને કાબુમાં લેવું જોઇએ અને મન અને બુદ્ધિ વડે ભાવોને કાબુમાં રાખવા જોઇએ. (૮)તારે પોતાએ તારી બુદ્ધિથી મન દ્વારા શરીરના ભાવો ઉપર ઉત્તમ સંયમ રાખવો જોઇએ. (૯)સતત ધ્યાન રાખવું જોઇએ કે “આત્મા” ઉપર કોઇ પડળ આવી ના જાય. (૧0)“આત્મા” સતત માની મૂળભૂત શક્તિ “નારાયણ શક્તિ” તરફ જ માનસ-દ્રષ્ટિ રાખે તેમ જીવન ગોઠવવું જોઇએ. (૧૧)“આત્મા” ને “નારાયણ-શક્તિ” માં એવો લીન કરવો જોઇએ કે આત્મા, બુદ્ધિ, મન અને ભાવો બધું “નારાયણ-શક્તિ” વડે ચાલે.(૧૨)આ સ્થિતિ આવવી ખૂબ જ કઠીન છે. અબજો મનુષ્યોમાંથી માંડ એકાદ મનુષ્ય આવી સ્થિતિ લાવી શકે છે. (૧૩)આ સ્થિતિમાં “આત્મા” ને શરીર-રથમાં રાખી “નારાયણ-શક્તિ” સારથીનું કામ કરે છે. (૧૪)ભાવોની તમામ લગામો આ “નારાયણ શક્તિ” ના હાથમાં આવી જાય છે. આ ઉંચી અવસ્થા પછી “આત્મા” શરીર છોડ્યા બાદ “ચૈતન્ય” સમુદ્રમાં ભળી જાય છે.(૧૫)પાના નંબર – ૪૯
પોતાના “અંદર” ના જીવનની જીવવાની રીતની આ “વાત” કરી.(૧૬)હવે “બાહ્ય-જીવન” ની વાત તને સમજાવું છું.(૧૭)“બાહ્ય-નજર ” કરીશ તો તને જણાશે કે અનેક “માનવ-બિંદુઓ” ની સાથે તું વહી રહ્યો છું.(૧૮)તારા જીવન-કાળ પહેલાંના મૃત્યુ પામેલા માનવબિંદુઓ અને તારા જીવન-કાળ પછી ઉત્પન્ન થનારા માનવ-બિંદુને તું જોઇ શકવાનો નથી.(૧૯)તારા આજુ-બાજુનાં સગાઓ અને પ્રાકૃતિક મર્યાદાવાળો સમાજ તને વહેવા માટે મલ્યો છે.(૨0)જે સ્થિતિ તું પામ્યો છે તેનો ખૂબ વિચાર, મનન અને ચિંતન કરીશ એટલે તને “અહેસાસ” થશે કે તારા “આત્મા” ના ઉપર વિંટાયેલા “પડળો” મુજબની તને જીંદગી મલી છે.(૨૧)મનના ખૂબ આનંદથી પ્રકૃતિદાન જીવનનો સ્વીકાર કરવો જોઇએ. પ્રકૃતિદત્ત અવસ્થાનો જરાક પણ શોક ન કરવો જોઇએ.(૨૨)પ્રકૃતિદત્ત અવસ્થાથી ઉંચી અવસ્થા તરફ જવું તે આપણા હાથની વાત છે. (૨૩)પ્રકૃતિદત્ત અવસ્થા અને પુરુષાર્થની પ્રકૃતિએ નક્કી કરેલ મર્યાદાના સ્વતંત્ર વિસ્તારમાં મનુષ્યએ પોતાની રીતે કાર્ય કરવાનું હોય છે. (૨૪)પાના નંબર – ૫0
આ વિસ્તારમાં કામ કરવા માટે પ્રકૃતિનાં ગુપ્ત નિયમોને જાણવા જોઇએ.(૨૫)ભારતવર્ષમાં ૫,૦૦૦ વર્ષ પૂર્વ ભગવાન શ્રી કૃષ્ણે આ માટે કર્મનાં નિયમો કહ્યા છે અને તે નિયમો “ગીતા” રૂપે આખાયે વિશ્વમાં વહી રહ્યા છે.(૨૬)આ નિયમોમાં “કર્મનો સિદ્ધાંત” મુખ્ય છે.(૨૭)મનુષ્યને હરપળે કર્મ કરવું જ પડે છે. કર્મ વગરની કોઇ પળ જતી નથી. (૨૮)મનુષ્યને આ કર્મ કરવામાં ક્યાંકને ક્યાંક કોઇ મનુષ્યને કે પ્રાણીને હાનિ થાય છે.(૨૯)“આત્મા” જ્યારે “નારાયણ-શક્તિ” ને નજરમાં રાખી “સ્વતંત્ર” બુદ્ધિથી કામ કરે છે ત્યારે તે બીજાને “ઓછામાં ઓછી” ઇજા થાય તેનો ખ્યાલ રાખે છે. (૩0)પ્રકૃતિદત્ત આવી પડેલા સંજોગો માટે કશું જ પામવાની ઇચ્છા વગર તે જરૂરી કાર્ય કરે છે. (૩૧)આવા કાર્યથી “આત્મા” લેપાતો નથી.(૩૨)જ્યારે “ભાવો” થી ચાલતા મન અને તેવા મનથી ચાલતી બુદ્ધિ વડે “આત્મા” કાર્ય કરે છે ત્યારે તે “ભાવો” પોતાની દિશામાં કાર્ય કરાવે છે.(૩૩)પાના નંબર – ૫૧
“શરીર” તો ફક્ત “માધ્યમ” છે. “ભાવો” તેને તાણે તે બાજુ તણાય છે.(૩૪)“ભાવો” જ્યારે સ્વાર્થી બની પોતાનો જ વિચાર કરવા બુદ્ધિને પ્રેરણા આપે ત્યારે બુદ્ધિ “બીજાઓ છે.” તેનો પણ વિચાર કરતી નથી.(૩૫)“આત્મા” ના અસ્તિત્વનો પણ વિચાર આવતો નથી અને “આત્મા” ઉપર પડળો આવી જાય છે.(૩૬)“આત્મા” ઉપર પડળ આવવાથી અંદર પડેલી “નારાયણ-શક્તિ” નો ખ્યાલ સુદ્ધાં આવતો નથી.(૩૭)આની સાથે “અભિમાન” નો ભાવ અને ક્રોધનો ભાવ પોતાનું સામ્રાજ્ય જમાવે છે. (૩૮)આ બધાની સાથે “ઇર્ષા”, “કામ”, “મોહ”, “લોભ” વગેરે ભાવો પોતપોતાની રીતે સામ્રાજ્ય જમાવે છે. (૩૯)“શરીર” નો માલિક “આત્મા” હોવા છતાં “ભાવો” નું સામ્રાજ્ય ચાલે છે. અને આ ભાવો આ શરીરનાં માલીક હોય તેમ વર્તે છે. (૪0)પ્રકૃતિનો ગુપ્ત નિયમ છે. મનુષ્યથી થતાં કર્મોના ફળો મનુષ્ય માટે તૈયાર થાય છે. (૪૧)પાના નંબર – ૫૨
તું જ્યાં ઉભો છે તે અવસ્થા તારા પાછલા કર્મ મુજબની છે. વર્તમાન “પળ” તારા ભવિષ્યનો માર્ગ નક્કી કરવા ઇશ્વરે તારા હાથમાં મુકી છે.(૪૨)આ “પળ” નાં કાર્ય ઉપરથી પ્રકૃતિ આપોઆપ તારા ભવિષ્યની કેડી નક્કી કરે છે. (૪૩)આમ તારૂં ભવિષ્ય નક્કી કરવાની વાત પ્રકૃતિએ તારા હાથમાં મુકી છે.(૪૪)જેમ તારા જન્મ વખતની પ્રકૃતિદત્તની સ્થિતિ સમજાવી તેમ તે સ્થિતિથી નક્કી કરી કરવામાં આવતાં કર્મથી ભવિષ્યની સ્થિતિ નિર્માણ થાય છે. (૪૫)“આત્મા” મૃત્યુ પછી “ભાવો” નાં આ પડળો સાથે અને તેના દ્વારા કરવામાં આવતાં કર્મના પડળો સાથે ગતિ કરી બીજો જન્મ પામે છે.(૪૬)આમ જન્મ સાથે મળેલી સ્થિતિ “પૂર્વ-જન્મ” નાં તમામ કર્મોના સરવાળા બાદબાકી કરી આવેલા “પરીમાણ” દર્શાવતી સ્થિતિ છે.(૪૭)એકવાર ચિંતનથી આ વાત સમજાય જાય પછી “કર્મ” ની વાતનું મહત્વ સમજાય છે. (૪૮)પાના નંબર – ૫૩
“કર્મ” મનુષ્યનાં જીવન માટે અને જીવન પછીની “આત્મા” ની ગતિ માટે એક વિચારવાની અને વૈજ્ઞાનક રીતે સ્વીકારવી પડે તેવી વાત છે.(૪૯)એકવાર “માનસિક રીતે” કર્મફળ હોય છે તે વાતનો સ્વીકાર કરો એટલે “કર્મ” કેવી રીતે કરવું જોઇએ તે વાત વિશે વિચારવાનો પ્રશ્ન આવે. (૫0)દરેક “કર્મ” ને તેનું ફળ હોય છે. કોમ્પ્યુટરમાં જેમ “સ્વીચ” દાબો અને જોઇતું પરિણામ મેળવો તેવું કર્મ બાબતમાં છે. એકવાર “કોમ્પ્યુટર” કેવી રીતે કામ કરે છે અને શું કરવાથી શું પરિણામ જોઇ શકાય છે તે જાણી લો એટલે આપોઆપ જોઇતા પરિણામ મેળવાય છે. બસ, આવું જ કર્મ માટે છે.(૫૧)પ્રકૃતિનાં નિયમો જાણો અને ભૌતિક જડ વસ્તુઓને તે નિયમ મુજબ ગોઠવો એટલે પ્રકૃતિ અઢળક સેવાઓ આપે છે. આ પ્રકૃતિનો ગુપ્ત ગુણ છે.(૫૨)મનુષ્ય આને વિજ્ઞાન કહે છે.(૫૩)પ્રકૃતિનાં આ નિયમો પહેલેથી જ હતા. મનુષ્ય તે જાણતો નહતો. જેમ જેમ મનુષ્ય આ નિયમો જાણતો થયો તેમ તેમ તેને ખબર પડી કે તે હજુ ખૂબ અધૂરો છે.(૫૪)પાના નંબર – ૫૪
આમ વૈજ્ઞાનિક પકૃતિની “અનંતતા” ને ખૂબ નજીકથી જોઇ શકે છે. તેનામાં ઇશ્વરી દ્રષ્ટિ આવે તો તે “ઇશ્વર” એટલે કે “નારાયણ શક્તિ” તેની પોતાની અંદર જોઇ શકે છે. (૫૫)“પ્રકૃતિ” દ્વારા નિર્માણ થયેલ આ માનવ પ્રવાહનું તું બિંદુ છે. તારે વહેવાનું છે. આ વહેણમાં તારે ગતિ કેવી રીતે કરવાની છે. તે તારે નક્કી કરવાનું છે. (૫૬)દરેક પળ તારી છે. સમય વહી રહ્યો છે. તું અંદરથી જાગ્રત થઇ તારા વહેણને જો. તારા “આત્મા” ઉપર લાગેલા “પડળો” જો. (૫૭)“શરીર” ની અંદર જ “નારાયણ-શક્તિ” રહેલી છે. તેને જો. (૫૮)“ભાવો” દ્વારા થતી લલચામણી ગતિ રોકીને “નારાયણ-શક્તિ” દ્વારા થતી ઇશ્વરીય ગતિ તરફ જા.(૫૯)ભાનુ બોલ્યાઃગુરૂદેવ, હું તો મૂંઝાઇ ગયો પહેલા તમોએ કહ્યું “નારાયણ શક્તિ” ઉપર પડળો, હવે કહો છો કે “આત્મા” ઉપર પડળો. કંઇ સમજાયું નહિ. (૬0)રામકૃષ્ણ બોલ્યાઃબેટા, પડળો આત્મા ઉપર લાગે છે. “નારાયણ-શક્તિ” અને આત્મા વચ્ચે આને કારણે પડળો છે. એમ કહેવાય “આત્મા” નેપાના નંબર – ૫૫
પોતાના પડળોનાં લીધે “નારાયણ-શક્તિ” દેખાય નહિ. આથી “આત્મા” ની દ્રષ્ટિએ “નારાયણ-શક્તિ ” ઉપર પડળો છે. એમ કહેવાય.(૬૧)સમગ્ર પકૃતિમાં ગુપ્ત રીતે “અનંત””અવિનાશી” એવી “નારાયણ-શક્તિ ” કામ કરી રહી છે. (૬૨)પ્રકૃતિ પોતાની વહેવાની ગતિમાં આ “નારાયણ-શક્તિ” થી જ ઉચ્ચ ગતિ તરફ જાય છે.(૬૩)આ “નારાયણ-શક્તિ” માટે માર્કડેય મુનીએ ચંડીપાઠનાં અધ્યાય પહેલાંમા રૂપક આપ્યું છે. (૬૪)ભગવાન વિષ્ણુ સમુદ્રમાં રહેલ શેષનાગરની શય્યામાં સૂઇ રહ્યા છે. મા, તેમને નિદ્રા આપી રહ્યા છે. વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટી માને પ્રાર્થના કરે છે. “આ વિષ્ણુને નિંદ્રામાંથી જગાડો”.(૬૫)આમ ભારતવર્ષમાં “નારાયણ-શક્તિ ” વિષેનું અદ્દભૂત જ્ઞાન મનુષ્યને મળેલું છે. (૬૬)પ્રકૃતિ તરફથી દરેક મનુષ્યને આ “નારાયણ-શક્તિ” મળેલી છે.(૬૭)“આત્મા” ભાવોની પક્કડમાંથી મુક્ત થાય એટલે આપોઆપ તેને “નારાયણ-શક્તિનાં” દર્શન થાય . (૬૮)આ “નારાયણ-શક્તિ” ને ભાવાત્મક રીતે સમજવા તેનાં પુરુષરૂપ અને સ્ત્રીરૂપને બુદ્ધિમાં અને મનમાં સ્થાપવા જોઇએ. (૬૯)પાના નંબર – ૫૬
આ સ્થાપવાથી “આત્મા” બુદ્ધિ દ્વારા તે મહાન શક્તિને સમજી શકે.(૭0)એકવાર “આત્મા” આ “નારાયણ-શક્તિ” ને સમજે અને તેના દ્વારા કાર્ય કરે અને બુદ્ધિને, મનને અને તે દ્વારા ભાવોને આ “નારાયણ-શક્તિ” ને તાબે લાવે એટલે પ્રકૃતિનાં વહેણમાં માનવબિંદુને કેવી રીતે વહેવું તેની ખબર પડી જાય. (૭૧)આ “નાશવંત-શરીર” અને તેમાં રહેલ અમર “આત્મા” છે. તેની તેને ખબર પડે છે. (૭૨)આ “નાશવંત-શરીર” ને તિરસ્કારયુક્ત રીતે જોવું નહિ. “આત્મા”ને વહેવા માટે અને ઉચ્ચ ગતિ પામવા માટેની પ્રકૃતિ તરફથી મળેલી ઉત્તમ ભેટ સમજવી. (૭૩)“ડૉક્ટર” અભ્યાસથી જાણે છે કે આ મનુષ્ય શરીરની અદ્દભુત રચના પ્રકૃતિએ નિર્માણ કરેલ છે. (૭૪)આ શરીર સરસ રીતે આ મનુષ્ય પ્રવાહમાં વહી શકે તે માટે તેને સાચવવું જ જોઇએ.(૭૫)આ “સાચવવા” માં શરીર માટેનો “મોહ” નો ભાવ આવવો જોઇએ. (૭૬)આ શરીર પ્રકૃતિનું વિશિષ્ટ કાર્ય કરવા પ્રકૃતિએ નિર્માણ કરેલ છે. તેવી “સમજણ” સાથેની શરીરની કાળજી રાખવી જોઇએ. (૭૭)પાના નંબર – ૫૭
તને આ બધાં “ચિંતન” માટેનાં મુદ્દાઓ આપ્યા, તેના ઉપર “ચિંતન” કરીશ એટલે તને તારી પોતાની સ્થિતિનો ખ્યાલ આવશે. આ ચિંતન બાદ હું તને “બ્રાહ્મ મનુષ્ય” વહેણમાં વહેવા માટેના “મનુષ્યધર્મ” વિષે જણાવીશ.(૭૮)અધ્યાય ૭ મો સંપૂર્ણ