અધ્યાય-૨ બ્રહ્મનારાયણનો પાર્દુભાવ

પાના નંબર – ૬
  • ભાનુ, માના આ ભાવમાં શ્રદ્ધાથી રચ્યો પચ્યો રહેવા માંડ્યો.(૧)
  • ભાનુનું મન ફક્ત માના આ મહાન ગુણનું ચિંતન કરવા લાગ્યું.(૨)
  • આ વાગોળતા વાગોળતા ભાનુ, “મા, મા, મા” કરવા લાગ્યો.(૩)
  • ભાનુના માનસ પટ પર મા આવ્યા.(૪)
  • મા બોલ્યાઃ :-
  • તારા આ ચિંતનથી હું ખુબ જ ખુશ થઇ છું. (૫)
  • આ ભાવની મસ્તીથી માણસ મારા અનન્ય ભાવ તરફ ગતિ કરે છે. (૬)
  • મારા ભાવને જ્યારે અનન્ય ભાવ લાવી તે ભાવને માનસ દ્વારા “પુરૂષરૂપ” તરીકે ચિંતન કરે છે ત્યારે તેને “બ્રહ્મનારાયણ”નો પાર્દુભાવ થાય છે.(૭)
  • મારા આ અનન્યભાવનું મનમાં પરપુરૂષ કલ્પવાથી માનસપટ પર “બ્રહ્મનારાયણ” નાં દર્શન થાય છે.(૮)
  • આ મારું ખરૂં પુરૂષરૂપ છે. (૯)
  • હું પ્રકૃતિ છું, મારૂ સર્વશ્રેષ્ઠ પુરૂષરૂપ તે આ છે. (૧0)
  • પાના નંબર – ૭
  • મારું આ પુરૂષરૂપ અજેય છે, મંગલકારી છે, સર્વનું કલ્યાણ કરનાર છે. (૧૧)
  • જ્યાં જ્યાં મારા આ પુરૂષરૂપનું પ્રાગટ્ય થાય છે ત્યાં ત્યાં આનંદ-મંગળ થાય છે.(૧૨)
  • ત્યાં ત્યાં પ્રકૃતિનાં તમામ સાત્વિકરૂપોનું આપો આપ પ્રાગટ્ય થાય છે. (૧૩)
  • ત્યાં ત્યાં પ્રકૃતિની તમામ લક્ષ્મી હાજર થાય છે. (૧૪)
  • ત્યાં ત્યાં પ્રકૃતિનાં પરમ તેજો પ્રકાશવા લાગે છે. (૧૫)
  • મારા પુરૂષરૂપનું આ સર્વશ્રેષ્ઠ પ્રાગટ્ય છે. (૧૬)
  • આ પુરૂષની સદાય જીત જ થાય છે. તેને હારવાનો પ્રશ્ન જ થતો નથી.(૧૭)
  • આ પુરૂષ સર્વવ્યાપી છે, અને તે પ્રકૃતિ એટલે કે મારૂં જ કામ કરી રહ્યો છે. (૧૮)
  • જે સ્ત્રીઓ મારા આ પુરૂષરૂપનું ચિંતન કરી તે પુરૂષમાં માનસિક રીતે એકાકાર કરે છે તે સ્ત્રીઓ મારી અનન્ય સ્થિતિને પ્રાપ્ત કરે છે.(૧૯)
  • આ પુરૂષથી કોઇ શ્રેષ્ઠ નથી. (૨0)
  • મારા ઉચ્ચતમ પુરૂષરૂપ આ સ્થિતિને માનસપટ પર સ્થિર કરી મારા આ પુરૂષરૂપમાં એટલે કે “બ્રહ્મનારાયણ” રૂપમાં જે એકલીન થઇ જાય છે તે વ્યક્તિમાં “બ્રહ્મનારાયણ” નાં તેજો આવવા માંડે છે.
    (૨૧)
  • પાના નંબર – ૮
  • આવી વ્યક્તિનો સર્વત્ર વિજય થાય છે. (૨૨)
  • તેને પ્રકૃતિની તમામ પ્રકારની સેવાઓ આપોઆપ ઉપલબ્ધ થાય છે. (૨૩)
  • પ્રકૃતિ આવી વ્યક્તિ માટે તમામ દિશાઓ ખોલી નાખે છે.(૨૪)
  • આવી વ્યક્તિ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તમામ પ્રકારના સુખ અને માત્ર સુખ પેદા થાય છે. (૨૫)
  • આવી વ્યક્તિ પાસે આવેલી કોઇ પણ મુશ્કેલી તેના લાભમાં ફેરવાઇ જાય છે.(૨૬)
  • મારા આ “બ્રહ્મનારાયણ” સ્વરૂપના પુરૂષ રૂપને ઋષિઓએ વિષ્ણુરૂપ, નારાયણરૂપ વગેરે નામોથી નવાજ્યું છે.(૨૭)
  • આખરે આ બધું મારૂ શ્રેષ્ઠ પુરૂષરૂપ છે. (૨૮)
  • દરેક પુરૂષમાં આ મારૂ “બ્રહ્મનારાયણ” રૂપ રહેલું છે. (૨૯)
  • આ રૂપ ઉપર વિકારોનાં પડળો વિંટાઇ જવાથી તે જોઇ શકતો નથી. (૩0)
  • આ વિકારોનાં પડળો ભેદીને જે મારા વિશિષ્ટ પુરૂષરૂપને જાગ્રત કરે છે. તેને મારા “બ્રહ્મનારાયણ” નાં દર્શન માનસપટ પર થાય છે.(૩૧)
  • ચૈતન્યનાં દરેક પુરૂષરૂપમાં આ “બ્રહ્મનારાયણ” સમાયેલ છે. (૩૨)
  • દરેક સ્ત્રીનાં હૃદયમાં મારૂ આ વિશિષ્ટ “બ્રહ્મનારાયણ” પુરૂષરૂપ રહેલું છે. (૩૩)
  • પાના નંબર – ૯
  • મારે જ્યારે જરૂર પડે છે ત્યારે મારા આ વિશિષ્ટ “બ્રહ્મનારાયણ” રૂપનું કોઇપણ પુરૂષમાં પ્રાગટ્ય કરૂ છું. (૩૪)
  • આમ થવાની સાથે જ તે પુરૂષમાં દિવ્ય શક્તિઓનું પ્રાકટ્ય થાય છે. (૩૫)
  • સમગ્ર પ્રકૃતિ આ પુરૂષને તાબે થાય છે કારણ કે મારા માટે આનાથી મોટું કોઇ રૂપ નથી. (૩૬)
  • તને મેં મારા પુરૂષરૂપના દર્શન માનસપટ પર કરાવ્યા.(૩૭)
  • તને આ પુરૂષના મહામંત્ર આપ્યો.
  • ऊँम श्रीं हीं श्रीं ब्रह्मनारायण नमः”(૩૮)
  • તેં બે વર્ષ આ મંત્રની ખુબ જ આત્માથી માળાઓ કરી. આ બ્રહ્મનારાયણને માનસપટ પર પકડી રાખ્યા.(૩૯)
  • આથી મારું આ “બ્રહ્મનારાયણ” સ્વરૂપ તારા ઉપર પ્રસન્ન થયું છે. (૪0)
  • આમ કહી એ પોતાનં રૂપ બદલી “બ્રહ્મનારાયણરૂપ” કરી નાંખ્યું. (૪૧)
  • બ્રહ્મનારાયણ બોલ્યાઃ
  • વિશ્વના અણુએ અણુમાં પથરાયેલું મારૂં આ રૂપ તું અનંતતાની આંખે જો.(૪૨)
  • વિશ્વમાં હું સર્વત્ર વ્યાપ્ત છું. (૪૩)
  • પાના નંબર – ૧0
  • આ સમગ્ર પ્રકૃતિનું હું સર્વશ્રેષ્ઠ રૂપ હોવાથી સમગ્ર પ્રકૃતિ મારે તાબે થાય છે. (૪૪)
  • પ્રકૃતિનો જ હું સર્વશ્રેષ્ઠ ભાવ છું અને પ્રકૃતિ જ મને તાબે થાય છે. આવા વિશિષ્ટ પ્રકારના જ્ઞાનનો આર્વિભાવ ફક્ત જ્ઞાનીઓને જ થાય છે. (૪૫)
  • તારો જન્મ મારા આ ભાવની પૂજા કરવા માટે થયો છે. (૪૬)
  • આમ કરવાથી તું સમગ્રતયા મારામય બની જઇશ. (૪૭)
  • એકવાર પ્રકૃતિનાં આ મહાન રૂપમાં એકાકાર થઇ ગયા બાદ કંઇ પામવાનું રહેતું નથી.(૪૮)
  • સર્વત્ર વિજય, આનંદ, સુખ, દિવ્ય તેજોનું પ્રાગટ્ય થાય છે. (૪૯)
  • પ્રકૃતિનાં અન્ય રાજસ કે તામસ ભાવ નજીક આવી શકતા નથી.(૫0)
  • આમ થવાથી સમગ્ર જીવન કલ્યાણમય બને છે. (૫૧)
  • ભાનુ “બ્રહ્મનારાયણ”ના રૂપમાં માસનથી ડૂબેલો “બ્રહ્મનારાયણ” “બ્રહ્મનારાયણ” બોલતો બોલતો જાગ્રત થયો. (૫૨)
  • માના આવા વિશિષ્ટ પુરૂષરૂપનાં દર્શન કરી ભાનુ આનંદવિભોર થઇ ગયો.(૫૩)
  • “મલી ગયું” “મલી ગયું” ની બુમો પાડતો ભાનુ નાચવા લાગ્યો. (૫૪)
  • પાના નંબર – ૧૧
  • નાચતા નાચતા ભાનું “બ્રહ્મનારાયણ” “બ્રહ્મનારાયણ”ની ધૂન બોલવા લાગ્યો. (૫૫)
  • બ્રહ્મનારાયણ ને સાષ્ટાંગ નમસ્કાર, કરોડ કરોડ નમસ્કાર એમ બોલી લાંબો થઇ પગે લાગવા માંડ્યો.(૫૬)
  • જીવનનું જાણે અંતિમ ધ્યેય પ્રાપ્ત થયું તેવો આનંદ થવા લાગ્યો.(૫૭)
  • બીજો અધ્યાય સમાપ્ત