અધ્યાય-૧૩ રાષ્ટ્રની ફરજો

પાના નંબર – ૧0૮
 • ભાનુ બોલ્યાઃ
 • દેવા, રામકૃષ્ણા, આપે રાષ્ટ્રોની વાત કરી. તો આ રાષ્ટ્રો એ શી રીતે વહીવટ કરવો જોઇએ? તેમનો ધર્મ શો? આપ મને વિસ્તારપૂર્વક જણાવો.(૧)
 • રામકૃષ્ણ બોલ્યાઃ
 • બેટા, મારે તો તને મનુષ્યની વાત કરવાની છે. છતાં તને જિજ્ઞાસા થઇ છે તો તને તેનું જ્ઞાન આપું છું.(૨)
 • બેટા, સમગ્ર પૃથ્વીના વિભાગોનો અભ્યાસ કર તો તને જણાશે કે જુદી જુદી સંપત્તિ ઇશ્વરે જુદી જુદી જગ્યાએ આપી છે.(૩)
 • જુદા જુદા જ્ઞાન જુદી જુદી જગ્યાએ આપ્યા છે.(૪)
 • “અપૂર્ણતા” એ કુદરતની દેણ છે. આ અપૂર્ણતા આપવાનો હેતુ એ છે કે “પૂર્ણતા” તરફ જવા એકબીજાનો “સહકાર” મેળવવો. આમ “સહકાર” મેળવવાની શીખ કુદરત આપી રહી છે.(૫)
 • “ઇશ્વર” ને માનવાના જુદા જુદા રસ્તા પણ બધા જ આપણને ઇશ્વરનાં મુકામ તરફ લઇ જાય. કોઇ એમ માને કે “મારો રસ્તો જ સાચો” તો તે અજ્ઞાન છે. (૬)
 • પાના નંબર – ૧0૯
 • સમગ્ર પૃથ્વીને એક મનુષ્ય તરીકે નિહાળ અને જો પ્રકૃતિ તને ક્યાંથી ક્યાં લાવી છે.(૭)
 • આનાથી એક નાનકડો પ્રકૃતિનો સિદ્ધાંત તારા માનસમાં પ્રગટ થશે તે એ છે કે પ્રકૃતિ મનુષ્યત્વના વિકાસ તરફ પ્રયાણ કરી રહી છે.(૮)
 • આ વિકાસપંથમાં “અડચણરૂપ” તત્વોનો પ્રકૃતિ સીધી યા આડકતરીરૂપે નાશ કરે છે.(૯)
 • આમ “મનુષ્યત્વ” નાં વિકાસના કામે લાગવું તે દરેક રાષ્ટ્રનો ધર્મ છે.(૧0)
 • પોતાના રાષ્ટ્રના મનુષ્યોને તેમના જીવનના વહેણમાં “ઓછામાં ઓછી” મુશ્કેલી પડે તે જોવાની ફરજ રાષ્ટ્રની છે.(૧૧)
 • કોણપણ સમયે રાષ્ટ્રમાં બાળકો, જુવાનો અને વૃદ્ધો હોય છે.(૧૨)
 • આ બધાને નિહાળતા એક કાયમી જીવન એટલે કે બાળજીવન, જુવાનોનું જીવન અને વૃદ્ધોનુ જીવન આપણને કાયમી સ્વરૂપનું દેખાય છે. (૧૩)
 • આ વહેતાં જીવનની દિશા બાળજીવન તરફથી જુવાન જીવન તરફ અને જુવાન જીવન તરફથી વૃદ્ધ જીવન તરફની હોય છે.(૧૪)
 • પાના નંબર – ૧૧0
 • આથી બાળજીવનને ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવાની પ્રાથમિક ફરજ રાષ્ટ્રની છે કારણ કે આમાંથી જ ભવિષ્યનાં રાષ્ટ્રના વિકાસનું નિર્માણ થવાનું છે. (૧૫)
 • જે રાષ્ટ્ર આ બાળજીવનના વિકાસ તરફ ધ્યાન નથી આપતું તેનું ભવિષ્ય ધુંધળું બને છે. આમ રાષ્ટ્રને પણ “મનુષ્ય” ની જેમ જ તે જે બિંદુ ઉપર ઉભું છે તે તેનાં અગાઉના કર્મોનો સરવાળો તેમજ બાદબાકી કરેલા હિસાબોનું પરિણામ છે.(૧૬)
 • અત્યારે તે બિંદુ ઉપર કાર્ય કરવાનું છે તે કાર્યના પરીણામરૂપે તેને ભવિષ્ય મળવાનું છે.(૧૭)
 • “સમય” ખૂબ જ મહત્વની વસ્તુ છે તે આ સંદર્ભમાં વિચારતા દરેક રાષ્ટ્રને ખબર પડે છે. “તાત્કાલિક” કશું શક્ય નથી. આથી હરેક સમયે વર્તમાન પરિસ્થિતિમાં સુખ ઉત્પન્ન કરવા માટેના પ્રયત્નો તેમજ ભવિષ્યમાં સુખ લાવવાના પ્રયત્નો સાથે જ વિચારવા જોઇએ.(૧૮)
 • પોતાના રાષ્ટ્રમાં રહેતા મનુષ્યોને પોતાના જીવનના પ્રવાહમાં વધુમાં વધુ સુખ મળે અને ઓછામાં ઓછા અવરોધો ઉત્પન્ન થાય તે જોવી દરેક રાષ્ટ્રની ફરજ છે.(૧૯)
 • પોતાના રાષ્ટ્રના મનુષ્યોને એવું જ્ઞાન આપવું પડે કે તે સમગ્ર પૃથ્વીનાં વહેતાં માનવપ્રવાહનું એક બિંદુ છે અને વહેતો માનવ પ્રવાહ ઓછામાં ઓછી મુશ્કેલી અનુભવે અને વધુમાં વધુ સુખરૂપ વહે તે માટે પ્રકૃતિએ તને ઉત્પન્ન કરેલ છે. (૨0)
 • પાના નંબર – ૧૧૧
 • “મનુષ્યત્વ” ના કલ્યાણ માટે દરેક રાષ્ટ્રે પોતાની પ્રજાને તૈયાર કરવી પડે તે રાષ્ટ્રની ફરજ છે.(૨૧)
 • પ્રકૃતિની ચાલને નિહાળીશ તો તને જણાઇ આવશે કે પ્રકૃતિ દરેક રાષ્ટ્રને એકબીજાની નજીક લાવે છે. આ માટે પ્રકૃતિએ મનુષ્યના હાથમાં પોતાની વિવિધ નિયમબદ્ધ ચાલતી પ્રક્રિયાઓ ખુલ્લી મૂકી રહી છે.(૨૨)
 • રસ્તાઓ, સંદેશાવ્યવહાર, વાહનવ્યવહાર આ બધુ મનુષ્યના હાથમાં મુકી દરેક રાષ્ટ્રને પ્રકૃતિ સંદેશ આપી રહી છે કે પ્રકૃતિને કોઇ એક રાષ્ટ્ર કે કોઇ એક મનુષ્યના વિકાસમાં રસ નથી પરંતુ સમગ્ર “મનુષ્યત્વ” ના વિકાસમાં રસ છે.(૨૩)
 • રાષ્ટ્રના સમુહમાં પણ એક “મનુષ્ય શરીર ” છે તેમ માનીને જોતાં જણાઇ આવે છે કે મનુષ્ય શરીરની જેમ જ તેમાં બને છે. (૨૪)
 • ઘણા રાષ્ટ્રો ફક્ત પોતાનો ધર્મ જ સાચો તે રાહ ઉપર ચાલી પોતાના ધર્મ સિવાયના રાષ્ટ્રો ઉપર યુદ્ધો કરે છે.(૨૫)
 • ઘણા રાષ્ટ્રો પોતે “શક્તિશાળી” છે માટે દરેક રાષ્ટ્રે તેને અનુસરવું પડે તેવું માને છે. (૨૬)
 • પ્રકૃતિ ફક્ત એટલું જ માને છે કે “મનુષ્યત્વ” ના વિકાસ તરફ જવુ તે દરેક રાષ્ટ્રનો ધર્મ છે. (૨૭)
 • પાના નંબર – ૧૧૨
 • દરેક રાષ્ટ્રે પોતાના વિકાસમાં બીજા રાષ્ટ્રને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે જોવાનું છે.(૨૮)
 • પ્રકૃતિ ભાવાત્મક ભાવ પેદા કરી “નાશવંત” રાહે જતાં રાષ્ટ્રોને કાબુમાં રાખે છે.(૨૯)
 • “મનુષ્યત્વ” ના વિકાસને અવરોધતાં અને “મનુષ્યત્વ” ના પ્રવાહમાં દુઃખો ઉત્પન્ન કરતાં પરીબળોને પ્રકૃતિ પોતાના અદ્રશ્ય હાથો વડે કાબૂમાં લાવે છે અને તે કાબૂમાં ના આવે તો તેનો “સર્વનાશ” કરે છે.(૩0)
 • પ્રકૃતિનો આ નિયમ દરેક રાષ્ટ્રે જાણવો પડે. “મનુષ્યત્વ” ના વિકાસમાં હરકોઇ કાર્યમાં પ્રકૃતિના અદ્રશ્ય હાથો ખૂબ જ સહાય કરે છે.(૩૧)
 • પ્રકૃતિના આ અદ્રશ્ય હાથોની સહાય વડે આટલા બધા વિનાશાત્મક સાધનોની વચ્ચે “મનુષ્યત્વ” ટકી રહ્યું છે.(૩૨)
 • “આંબો વાવનાર” ને જેમ ખબર નથી હોતા કે તેનાં ફળ કોણ ખાશે તેમ છતાં પ્રકૃતિ તેને “આંબો” વાવવા પ્રેરે છે અને તેનાં ફળો મનુષ્ય મેળવે છે. આ રીતે રાષ્ટ્રના તમામ મનુષ્યોને “મનુષ્યત્વ” ના કલ્યાણની દિશામાં વાળી “મનુષ્ય જીવન” ના પ્રવાહને સહાયરૂપ થવા માટે વાળવું જોઇએ. (૩૩)
 • “મનુષ્ય” ને જેમ કર્મના ફળો મળે છે તેમ “રાષ્ટ્ર” ને પણ કર્મના ફળો મળે છે. (૩૪)
 • પાના નંબર – ૧૧૩
 • “પ્રકૃતિ” રાષ્ટ્રને મજબૂત અને શક્તિશાળી બનવાનું જણાવે છે. “નિર્બળતા” વાળા રાષ્ટ્રોનો નાશ થાય છે. (૩૫)
 • આમ શક્તિશાળી અને મનુષ્યત્વના વિકાસમાં જ રસ ધરાવતાં રાષ્ટ્રનો પ્રાકૃતિક વિકાસ થાય છે.(૩૬)
 • આમ પ્રકૃતિની ગહન ચાલને તું સમજીશ તો જણાશે કે પ્રકૃતિ દરેક રાષ્ટ્રને જણાવી રહી છે કે “મનુષ્યત્વ” જ મહત્વની વસ્તુ છે અને ધર્મ, જાતિ, રંગ વગેરેના ઉપર આધારિત રાજનીતિ ત્યાજ્ય ગણવી જોઇએ. (૩૭)
 • આને ખૂબ સરળ ભાષામાં કહીએ તો “મનુષ્યત્વ” ને જ મુખ્ય બાબત ગણી આગળ વધતાં રાષ્ટ્રોને પ્રકૃતિ પોતાનાં અદ્રશ્ય હાથો વડે ખૂબ ખૂબ મદદ કરે છે અને તેનો વિકાસ કરે છે.(૩૮)
 • “ગરીબ” અને “અણવિકસિત” રાષ્ટ્રને મદદ કરી તેને વિકાસને માર્ગે લાવવાની ફરજ બીજા રાષ્ટ્રની છે.(૩૯)
 • જેમ “મનુષ્ય સમુહો” માં આર્થિક અસમાનતા, અજ્ઞાન રાષ્ટ્ર માટે હાનિકારક છે તેમ રાષ્ટ્રના સમુહોમાં પણ આર્થિક અસમાનતા અને અજ્ઞાન સમગ્ર પૃથ્વી માટે હાનિકારક છે.(૪0)
 • પ્રકૃતિદત્ત મુશ્કેલીઓનો વીરતાથી સામનો કરવાનું પ્રકૃતિ જણાવે છે. પ્રકૃતિ પોતાના કાર્યમાં આગળ વધે છે અને તેનાં નિયમો તાલબદ્ધ કામ કરી રહ્યા છે. આ તાલબદ્ધ કામમાં પ્રકૃતિ તરફથી
 • પાના નંબર – ૧૧૪
 • ધરતીકંપ, વાવઝોડું, ખૂબ જ વરસાદ અગર વરસાદનો અભાવ જોવા પરિણામો પ્રગટ થાય છે.(૪૧)
 • આ પરિણામોની સામે સમગ્ર રાષ્ટ્ર એક મનુષ્ય શરીર જેમ વર્તે અને મુશ્કેલીમાં આવતાં મનુષ્યોને સહાય કરે તેવી પોતાની અંદર જ વ્યવસ્થા ગોઠવે તેમ પ્રકિત જણાવી રહી છે.(૪૨)
 • જે રાષ્ટ્ર ઉપર આવી મુશ્કેલી આવી હોય તેને બીજા રાષ્ટ્રો સહાય કરે તો તેઓ પ્રકૃતિનું કામ કરી રહ્યા છે તેમ માનવું કારણ આ દ્વારા પ્રકૃતિ “મનુષ્ય” ના એકત્વ તરફની તેની ગતિમાં મદદકર્તા પરિબળોને તેના અદ્રશ્ય હાથોથી વિકસાવે છે. (૪૩)
 • આમ પ્રકૃતિની ગૂઢ ગતિ એટલે કે “મનુષ્યત્વ” ના “એકત્વ” તરફની ગતિનાં દર્શન થાય છે.(૪૪)
 • જુદા જુદા ધર્મોમાં પણ પ્રકૃતિ ફાંટા પેદા કરે છે અને જુથો વચ્ચે લડાઇઓ થાય છે. આમ પ્રકૃતિ જણાવે છે કે કોઇ ધર્મથી રાજ્ય ના ચાલી શકે પણ “મનુષ્યત્વ” ને જ ધ્યાનમાં લઇ રાષ્ટ્રનો પાયો ઘડો તો આપોઆપ વિકાસ થાય છે.(૪૫)
 • પ્રકૃતિ મનુષ્યને વિશ્વ તરફ ખેંચી જાય છે અને જેમ ઉપર જાવ તેમ બધુ બિંદુ સ્વરૂપ જણાય છે. સર્વ બિંદુમાં સમાઇ જાય છે. નીચે દેખાતા ભેદો અદ્રશ્ય થઇ જાય છે. છેવટે પ્રથ્વી પણ એક બિંદુ સ્વરૂપ બની જાય છે.(૪૬)
 • પાના નંબર – ૧૧૫
 • આમ પ્રકૃતિ બધું એક જ છે. તે એકમાંથી સર્વ નિર્માણ થયું છે તેવો સંદેશો આપે છે. વાસ્તવિક રીતે અવકાશમાં જનારને પૃથ્વી એક બિંદુ દેખાય છે અને પોતાની જાતને પૃથ્વીના મહાન મનુષ્ય સમુદ્રનું એક બુંદ છે તેનું જ્ઞાન થાય છે.(૪૭)
 • આવી જ રીતે “મનુષ્યત્વ” ના જ્ઞાનનાં વિકાસમાં રહેતી વ્યક્તિઓને પ્રકૃતિ “એકત્વ” નું જ્ઞાન આપે છે. (૪૮)
 • પ્રકૃતિની મહાન પ્રક્રિયા “જુદાપણું” અને તે દ્વારા “એકત્વ” તરફની ગતિ કરાવવી તે પ્રકૃતિની અતિ ગૂઢ નીતિ છે.(૪૯)
 • આ ગતિને જ્ઞાનચક્ષુથી નિહાળતા આગળ વધો એટલે ઇશ્વરીય અસ્તિત્વનો અહેસાસ થાય. (૫0)
 • આમ “મનુષ્યત્વ” ના “એકત્વ” તરફનું જ્ઞાન અને “મનુષ્યત્વ” કલ્યાણ તરફનું જ્ઞાન અને કાર્ય પણ ઇશ્વર તરફ જવાનાં અસંખ્ય રસ્તાઓમાંનો એક રસ્તો છે તે જ્ઞાન પ્રગટે છે.(૫૧)
 • પ્રકૃતિ “મનુષ્યત્વ” ને એક ઉંચી સપાટી પર લઇ જવા જાણે સતત પ્રયત્ન કરતી હોય તેમ લાગે છે.(૫૨)
 • એકવાર જેમ મનુષ્યને જ્ઞાનચક્ષુથી આ પ્રકૃતિની મહાન ચાલની ખબર પડે તે મનુષ્ય “મનુષ્યત્વ”ના રક્ષણના કામે લાગી જાય છે. અને પોતાના હાથ, પગ અને સમગ્ર શરીરથી “મનુષ્યત્વ” ને નુક્શાન ના થાય તેનો ખ્યાલ રાખે છે.(૫૩)
 • પાના નંબર – ૧૧૬
 • આવા જ્ઞાની મનુષ્યો પોતાના રાષ્ટ્રમાં વધે તેવી વ્યવસ્થા દરેક રાષ્ટ્રે કરવી જોઇએ અને આનાથી જ “વિશ્વ-શાંતિ” તરફની દિશામાં દરેક રાષ્ટ્ર આગળ વધી શકે.(૫૪)
 • પુરૂષ-બીજ અને સ્ત્રી-બીજના ફલીકરણથી “મનુષ્ય” ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થવાથી પ્રક્રિયામાં મનુષ્યનું બાળસ્વરૂપ નિહાળો તો પણ “મનુષ્યત્વ” નો ખ્યાલ આવશે. (૫૫)
 • “બાળ-અવસ્થા” માં તેને ધર્મના, રંગના, રાજ્યના કે જાતિના ભેદભાવ નથી તે “બાળ મનુષ્ય” ની દ્રષ્ટિ જેવી જ દ્રષ્ટિ રાષ્ટ્રને રાખવી જોઇએ. (૫૬)
 • સર્વ મનુષ્યો એક છે. પ્રકૃતિ “મનુષ્યત્વ” ના “એકત્વ” તરફ ગતિ કરી રહી છે. પ્રકૃતિને “મનુષ્યત્વ” નાં કલ્યાણના જ રસ છે. આથી દરેક મનુષ્યએ “મનુષ્યત્વ” ના કલ્યાણકારી કાર્યો કરવા જોઇએ. આવું જ્ઞાન પ્રકિતની “નારાયણશક્તિ” ના દર્શન તરફ લઇ જાય છે. (૫૭)
 • જે મનુષ્ય આ માર્ગે આગળ વધે તેનાં જ્ઞાનની સીમાઓ વધે છે. અને જ્ઞાનની સીમાઓ વધતા “નારાયણ-શક્તિ” નો પ્રકાશ આવવા માંડે છે. (૫૮)
 • “નારાયણ-શક્તિ” ની કલ્યાણ અને “મંગલકારી પ્રવૃત્તિ” કરવાની અગમ્ય રીતનો અહેસાસ થાય છે અને તે દ્વારા મહાન ઇશ્વરના દર્શન થાય છે. (૫૯)
 • પાના નંબર – ૧૧૭
 • આમ “મનુષ્યત્વ” નાં કલ્યાણનું કામ કરતું રાષ્ટ્ર પોતાના રાષ્ટ્રના માણસોને પ્રકૃતિના મૂળભૂત રૂપ તરફ લઇ જવામાં મદદ કરે છે.(૬0)
 • આમ ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર પ્રકૃતિની ચાલની સાથે ચાલ મીલાવી પોતાના અને પોતાના મનુષ્યોનો પ્રકૃતિથી મદદથી અદ્દભૂત વિકાસ કરે છે.(૬૧)
 • પ્રકૃતિ આવા રાષ્ટ્રોની સંખ્યા વધારતી રહે છે અને તે દ્વારા “મનુષ્યત્વ” ના રક્ષણનો મહાન રસ્તો પ્રકૃતિ તૈયાર કરે છે. (૬૨)
 • તું તારી સંકુચિત દ્રષ્ટિથી પૃથ્વીને વિશ્વ માને છે. કારણ તારી દ્રષ્ટિ પૃથ્વીથી આગળ જતી નથી.(૬૩)
 • આથી તારી દ્રષ્ટિથી જણાવું તો એમ કહેવાય કે પ્રકૃતિ “વિશ્વ-શાંતિ” ની દિશામાં આગળ વધી રહી છે. (૬૪)
 • પ્રકૃતિની અનંતામાં મનુષ્યે હજુ માંડ એકાદ-બે ડગલાં ભર્યા છે. હજુ પ્રકૃતિ તેનાં અનંત ભેદોમાંથી કેટલાક ભેદો મનુષ્યમાં હાથમાં મુકવાની છે અને તે દ્વારા તે બ્રહ્માંડમાના પૃથ્વીના અસ્તિત્વને ફક્ત એક બિંદુ સ્વરૂપ બતાવવાની છે.(૬૫)
 • આમ “પૃથ્વી” ના બ્રહ્માંડમાં અસ્તિત્વના અનેક વિનાશાત્મક પરીબળો વચ્ચે પ્રકૃતિ “પૃથ્વી” ને કેવી રીતે સાચવીને આ સમય સુધી લાવી છે તેનું જ્ઞાન મનુષ્યને આપવાની છે. (૬૬)
 • પાના નંબર – ૧૧૮
 • આ જ્ઞાનમાંથી પણ “મનુષ્યત્વ” ને બચાવવાનો મહાન ખ્યાલ અને “મનુષ્યત્વ” ના “એકત્વ” નો મહાન ખ્યાલ પ્રકૃતિ આપવાની છે. (૬૭)
 • આ દ્રષ્ટિએ નિહાળતા તારી દ્રષ્ટિ હજુ સંકુચિતતામાંથી બહાર આવી નથી તેને તું બહાર લાવ.(૬૮)
 • “ભિન્નતા” ની લડાઇ લડાવી “એકત્વ” તરફની ગતિ કરતી મહાન પ્રકૃતિની મહાન ચાલને નિહાળ. (૬૯)
 • “ભિન્નતા” ની લડાઇ લડી રહેલાઓમાં પણ “ભિન્નતા” પ્રગટાવવાની પ્રકૃતિની અદ્દભૂત ચાલને નિહાળ. (૭0)
 • આ દ્વારા “એકત્વ” તરફ લઇ જવાની પ્રકૃતિની ગહન ચાલને તું જો. (૭૧)
 • જે રસ્તે પ્રકૃતિ લઇ જઇ રહી છે તેને નિહાળી “ભિન્નતા” માટે લડાઇ કરતાં રાષ્ટ્રો તરફ જ્ઞાનનો પ્રકાશ તું આપ.(૭૨)
 • ભાનુ બોલ્યાઃ
 • દેવા, હું એક અલ્પ મનુષ્ય છું. મારૂ કોઇ ગજુ નથી. વળી મારો આવો અવાજ સાંભળે પણ કોણ?(૭૩)
 • તમો મને આવું કાર્ય કરવાનો આદર્શ આપી મુંઝવણમાં મુકો છો.(૭૪)
 • પાના નંબર – ૧૧૯
 • રામકૃષ્ણ બોલ્યાઃ
 • બેટા, તું મારો મહાન માનસ પુત્ર છું તારે “નિર્બળતા” કે “અભિમાન” દેખાડવાનું નથી. તારે ફક્ત આ બધું વિશ્વ તરફ મૂકવાનું છે. પ્રકૃતિ પોતે પોતાની રીતે કામ કરવાની છે. તારા કર્તવ્યમાં તું ફળની આશા રાખીશ નહિ. મૂંઝવણ રાખીશ નહિં.(૭૫)
 • બ્રહ્માડનો અનંત પદાર્થ એક જ છે તેનો વિચાર કર. તું એમાં પહેલાં હતો, આજે છે અને પછી પણ રહેવાનો છે. ફક્ત “પરિવર્તન” થી તું આજે દેખાય છે તે ઉત્પન્ન થયો છે. આ “પરિવર્તન” રૂપ સ્થિતિમાં તારે તારૂ કર્તવ્ય નિભાવવાનું છે.(૭૬)
 • આ રીતે વિચારીશ એટલે બ્રહ્માંડનો અનંત પદાર્થ એક જ છે, તેમાં કશુ ઉમેરાતું નથી, તેમાંથી કશું લઇ શકાતું નથી. તેમાં પ્રકૃતિની નિયમો મુજબ વર્તી “પરિવર્તન” લાવી શકાય છે તેવો મહાન વૈજ્ઞાનિક સત્યનો તને ખ્યાલ આવશે. (૭૭)
 • પ્રકૃતિની નિયમોનું જ્ઞાન આપી “પરિવર્તન” દ્રારા મનુષ્ય જીવનના વહેણને સરળતાથી વહેવડાવતી અને “મનુષ્યત્વ” નું કલ્યાણ કરતી પ્રક્રિયા તરફ આગળ વધતી પ્રકૃતિનાં તું જ્ઞાન ચક્ષુથી દર્શન કર. (૭૮)
 • આ પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન કરતાં પરિબળો પ્રકૃતિ વિરુદ્ધ વર્તી રહ્યા છે અને આવા પરીબળોવાળા રાષ્ટ્રો કે મનુષ્ય સમુહોનો પ્રકૃતિ નાશ કરવાની જ છે તેવો અડગ વિશ્વાસ તું ઉત્પન્ન કર.(૭૯)
 • પાના નંબર – ૧૨0
 • આ જ્ઞાન તારે ફક્ત આપવાનું છે અને તે દ્વારા “મનુષ્યત્વ” ના “એકત્વ” અને “કલ્યાણ” ના માર્ગ તરફ જતી પ્રકૃતિને સહકાર આપવાનો છે.(૮0)
 • રાષ્ટ્રએ પોતાનાં વહીવટમાં પ્રકૃતિની જેમ વર્તવું જોઇએ. તમામ મનુષ્યો સરખા છે તેમ માનવું જોઇએ. પ્રકૃતિની જેમ “કર્મફળ” આપવામાં પણ રાષ્ટ્રએ “ભેદભાવ” વગરની નીતિ રાખવી જોઇએ. જે રાષ્ટ્ર મજબૂત વહીવટીતંત્રથી ગુનાની યોગ્ય સજા આપી શકે તે પ્રકૃતિની જેમ વર્તે છે અને તેનો પ્રકૃતિના અદ્રશ્ય હાથોથી વિકાસ થાય છે.(૮૧)
 • “મનુષ્યત્વ” ના જીવનવહેણ સુખરૂપ વહે અને તેને અવરોધતાં પરીબળોને પોતાની શક્તિથી અટકાવી શકાય તેવી શક્તિ પોતાનામાં લાવતા રાષ્ટ્રને પ્રકૃતિ ખૂબ જ મદદ કરે છે.(૮૨)
 • પ્રકૃતિનો રાહ નક્કી છે અને તે નક્કી કરેલા રાહ ઉપર ગમે તેમ કરી લઇ જવાની જ છે તેનો તું વિશ્વાસ રાખ. (૮૩)
 • પ્રકૃતિનો મહાન ગુણ “ફૂલવું” અને “સંકોચાવું” નો તું અહેસાસ કર. અત્યારે પ્રકૃતિની “ફૂલવાની” પ્રક્રિયા ચાલી રહી છે.(૮૪)
 • જ્ઞાનીઓને ખબર છે કે ગમે ત્યારે “સંકોચન” તરફની ગતિ થઇ બધું એક જ થઇ જવાનું છે. મનુષ્યની દ્રષ્ટિએ બધું જ “નાશ” પામવાનું જ છે. પ્રકૃતિથી આ પ્રક્રિયામાં ચાલતું “માનવજીવન” ઓછામાં ઓછા દુઃખ સાથે વહે અને વધુમાં
 • પાના નંબર – ૧૨૧
 • વધુ સુખ તરફ વહે તે માટે જ્ઞાનશક્તિ દ્વારા “નારાયણ શક્તિ” ને જોવાં જ્ઞાનીઓ પ્રયાસ કરે છે. (૮૫)
 • આ પ્રયાસ સ્વરૂપે તને આ જ્ઞાન આપ્યું છે. (૮૬)
 • જ્ઞાનથી ફક્ત “આત્મકલ્યાણ” ની વાતો કરતાં મનુષ્યો પ્રકૃતિનાં મૂળભૂત અભિગમથી જુદા પડી જાય છે.(૮૭)
 • આથી “રાષ્ટ્ર” ની દ્રષ્ટિથી નિહાળી રાષ્ટ્રના કર્તવ્ય તરફ અંગુલી નિર્દેશ કરી સમગ્ર પૃથ્વીને વિશ્વ-સ્વરૂપ ગણી “વિશ્વ-કલ્યાણ” ના મહાન સિદ્ધાંતો તને કહ્યા. (૮૮)
 • આ ઇશ્વરનો એટલે જેને “નારાયણ-શક્તિ” કહે છે તેનો આ આદેશ છે.(૮૯)
 • અધ્યાય ૧૩ મો સંપૂર્ણ