અધ્યાય-૩ બ્રહ્મલક્ષ્મીનો પાર્દુભાવ

પાના નંબર – ૧૨
 • ભાનુ બ્રહ્મનરાયણના રૂપમાં માનસકિ રીતે એકાગ્ર થવા માંડ્યો.(૧)
 • ભાનુ માને વારંવાર યાદ કરતો “વાહ મા” “વાહ મા” એવું બોલવા લાગ્યો.(૨)
 • ભાનુ મા મા કરતા કરતાં અર્ધ બેભાન અવસ્થામાં આવી જતો.(૩)
 • આ અવસ્થામાં માનસપટ પર મા આવ્યા.(૪)
 • મા બોલ્યાઃ :
 • બેટા, તારી મસ્તીથી હું ખૂબ જ ખુશ છું.(૫)
 • મારા પ્રકૃતિનાં વિશિષ્ટરૂપે પુરૂષ સ્વરૂપે બતાવ્યું.(૬)
 • મારો વિશિષ્ટગુણ “સત્વગુણનો જ કાયમી વિજય” તેને તે પચાવ્યો.(૭)
 • આ ગુણને માનસિક રીતે પુરૂષરૂપ આપો એટલે બ્રહ્મનારાયણનું પ્રાગટ્ય થાય છે.(૮)
 • આ ગુણને માનસિક રીતે સ્ત્રીરૂપ આપો એટલે “બ્રહ્મલક્ષ્મી”નું પ્રાગટ્ય થાય છે.(૯)
 • આ “બ્રહ્મલક્ષ્મી” રૂપ હંમેશા બ્રહ્મનારાયણરૂપમાં લીન રહે છે. (૧0)
 • પાના નંબર – ૧૩
 • આ “બ્રહ્મનારાયણ” રૂપ પણ આ “બ્રહ્મલક્ષ્મી” ના રૂપમાં લીન રહે છે.(૧૧)
 • આ બે રૂપો એકાકાર થાય છે ત્યારે ઘડીમાં “બ્રહ્મનારાયણ” અને ઘડીમાં “બ્રહ્મલક્ષ્મી” માનસપટ પર દેખાય છે. (૧૨)
 • આ “બ્રહ્મલક્ષી” રૂપ જ્યાં હોય છે ત્યાં સર્વત્ર આનંદ-મંગળ હોયછે.(૧૩)
 • પ્રકૃતિનાં તમામ પ્રકારનાં સુખો આ રૂપની સેવામાં ખડે પગે તૈયાર હોય છે.(૧૪)
 • કોઇપણ સ્ત્રી આ રૂપનું ચિંતન કરી આ મુર્તિને માનસપટ પર લાવે કેતરત જ તે “બ્રહ્મલક્ષી” રૂપ બની જય છે.(૧૫)
 • આ રૂપ આવ્યા બાદ પ્રકૃતિનો કોઇભાવ તેને હેરાન કરી શકતો નથી.(૧૬)
 • આવી સ્ત્રી જ્યાં રહે છે ત્યાં મહાલક્ષ્મી અવશ્ય હાજર રહે છે અને ત્યાં લક્ષ્મીની કદી તૂટ રહેતી નથી.(૧૭)
 • મારા આ વિશિષ્ટ ભાવનું આ વિશિષ્ટ સ્ત્રી સ્વરૂપ ફક્ત માનસ ચક્ષુ દ્વારા જ જોઇ શકાય છે.(૧૮)
 • ફક્ત જ્ઞાનીઓ જ આ રૂપને માનસ ચક્ષુ દ્વારા નિહાળે છે.(૧૯)
 • આ રૂપને મળવાથી “બ્રહ્મનારાયણ” રૂપ આપોઆપ મળે છે. (૨0)
 • આ બંને રૂપો મળવાથી મનુષ્ય મારા વિશિષ્ટ ભાવને સમજી શકે છે.(૨૧)
 • પાના નંબર – ૧૪
 • આ વિશિષ્ટ ભાવને સમજવાથી મારી સમજણ મનુષ્યમાં આવે છે.(૨૨)
 • મારી અનંતતા પણ અનંત છે આથી કોઇપણ મનુષ્ય મને પૂરેપુરી સમજી શકો નથી.(૨૩)
 • મારૂ આ બ્રહ્મલક્ષ્મી સ્વરૂપ સદા હાસ્ય, આનંદ અને સુખ ઉપજાવનારૂ છે.(૨૪)
 • બ્રહ્મલક્ષ્મી અને બ્રહ્મનાયણરૂપનું મિલન મારી એક વિરલ ઘટના છે.(૨૫)
 • હું મારા પુરૂષરૂપને અને મારા સ્ત્રીરૂપને કે જે મારા ગુપ્ત વિશિષ્ટ ગુણનું પુરૂષરૂપ અને સ્ત્રીરૂપ છે તેના મિલનથી રાજી રાજી થઇ જાઉં છું.(૨૬)
 • આ મિલનથી વિશિષ્ટ પ્રકારનો વાયુ વહેવા માંડે છે. પ્રકૃતિના તમામ સાધનો તેમને અનુકુળ થવા માંડે છે.(૨૭)
 • સામાન્ય માણસને આ ચમત્કાર લાગે છે. પરંતુ મારો આ અંદરનો ધર્મ છે.(૨૮)
 • આ રૂપો દ્વારા હું આ જગત ઉપર દિવ્ય કામ કરાવું છું.(૨૯)
 • સામાન્ય મનુષ્ય સ્વાર્થી હોય છે.(૩0)
 • મારા આ વિશિષ્ટ પુરૂષરૂપ અને સ્ત્રીરૂપને કોઇ સ્વાર્થી હોતો નથી પરંતુ મારા વિશિષ્ટ ગુણને ઉપસાવવા તે તત્પર રહે છે.(૩૧)
 • પાના નંબર – ૧૫
 • તે મારા જ રૂપો હોવાથી સર્વત્ર હું તેમનો વિજય કરાવું છું. તેમના દ્વારા આ જગતનાં વિવિધ ભાગોમાં વિવિધ કામો કરાવડાવું છું.(૩૨)
 • મારું કામ પત્યાં બાદ હું આપોઆપ તેમને મારામાં વિલિન કરું છું. (૩૩)
 • મારું આ રૂપ ધરાવનાર મૃત્યુ પામ્યા છતાં મૃત્યુ પામતો નથી અને તેનું તે રૂપ શાશ્વત થઇ જાય છે.(૩૪)
 • તું મારા આ વિશિષ્ટ માનસકિ પુરૂષરૂપ “બ્રહ્મનારાયણ” અને વિશિષ્ટ સ્ત્રીરૂપ “બ્રહ્મલક્ષ્મી” નાં રૂપમાં તલ્લીન થા.(૩૫)
 • “બ્રહ્મલક્ષ્મી” માટે તને હું ” ऊँ श्री हीं श्री ब्रह्मलक्ष्मयै नमः” નો મંત્ર આપું છું.(૩૬)
 • આ મંત્રથી તું મારા આ વિશિષ્ટ સ્ત્રી રૂપને માનસપટ પર લાવી શકીશ.(૩૭)
 • અત્યારે હું તને મારા વિશિષ્ટ સ્ત્રીરૂપનાં દર્શન આપું છું.(૩૮)
 • આમ કહી મેં પોતાનું વિશિષ્ટ સ્ત્રીરૂપનું ભાનુના માનસપટ પર પ્રાગટ્ય કર્યું.(૩૯)
 • ભાનું “બ્રહ્મલક્ષ્મી” નું દિવ્ય તેજોમય રૂપ જોઇ આભો થઇ ગયો.(૪0)
 • મા, મા, મા કરતો ભાનુ જમીન ઉપર સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યો.(૪૧)
 • ભાનું માને કહેવા લાગ્યો ” મા મારે કશું જ જોઇતું નથી.(૪૨)
 • તારી ભક્તિ આપ, તને સમજવાની શક્તિ આપ.(૪૩)
 • પાના નંબર – ૧૬
 • બ્રહ્મલક્ષ્મી બોલ્યાઃ-
 • બેટા, હું સ્વતંત્ર વ્યાપ્ત અને અનંત છું. મારૂં પ્રાગાટ્ય આપો આપ થાય છે.(૪૪)
 • હું, ભાવસ્વરૂપ છું અને ફક્ત જ્ઞાનની આંખથી જ મારા દર્શન થાય છે.(૪૫)
 • મારા ભાવને સમજવા માટે કે સમજાવવા માટે કોઇ સમર્થ નથી.(૪૬)
 • મારો ભાવ ફક્ત અનુભવી શકાય છે. અને જ્યારે અનુભવાય છે ત્યારે માનવીને આપોઆપ વિજય, સુખ, આનંદ અને શાંતિ મળે છે.(૪૭)
 • હું હંમેશા “બ્રહ્મનારાયણ” રૂપમાં લીન રહું છું. “બ્રહ્મનારાયણ” રૂપમાં લીન રહેનારને હું આપોઆપ પ્રાપ્ત થાઉં છું.(૪૮)
 • પ્રકૃતિના આદેશથી તારી પાસે “બ્રહ્મનારાયણ” રૂપ અને “બ્રહ્મલક્ષ્મી” રૂપનું પ્રાગટ્ય થયું છે.(૪૯)
 • તારા શુભ કર્મની અને શુભ ભક્તિની આ મહામુલ્યવાન ભેટ પ્રકૃતિએ તને આપી છે. (૫0)
 • મારા આ ભાવથી તમામ તાકાતો તારી પાસે આવો, તું જીવનના સૂક્ષ્મ સ્વરૂપોને સમજી શકે તેવી શક્તિ તારી પાસે આવો. સાર્વત્રિક બ્રહ્મનારાયણ તારૂ રક્ષણ કરે તેવા મારા આર્શીવાદ છે.(૫૧)
 • આમ બોલતાની સાથે “બ્રહ્મલક્ષ્મી” નું રૂપ અદ્રશ્ય થયું અને મા માનસપટ પર આવ્યા અને બોલ્યા. (૫૨)
 • પાના નંબર – ૧૭
 • મા બોલ્યા –
 • બેટા, આ મારા સર્વોતમ રૂપ તને બતાવ્યા અને આ બ્રહ્માંડ ચલાવવાના મારા ગુપ્ત ભાવોને મેં તારી પાસે પ્રગટ કર્યા. (૫૩)
 • બસ, હું સમગ્ર પ્રકૃતિ છું. જીવનમાં ઉચ્ચતમ ભાવોને પામીને મારા ભાવોને જ્ઞાન ચક્ષુથી સમજવાથી બ્રહ્માંડ ચલાવવાની “મારી રીતની” તને ખબર પડશે.(૫૪)
 • કોઇ ટુંકા ગાળાને નહિ પરંતુ લાંબા ગાળાને નજરમાં રાખી, સમગ્રતાને ધ્યાનમાં રાખી તું જોઇશ તો તરત જ મારો આ ભાવ પ્રગટ થતો જોવા મળશે.(૫૫)
 • વિજ્ઞાનના મૂળભૂત જડપદાર્થોના નિયમો છે તેવો જ આ મારો ભાવ પ્રગટ થવાનો નિયમ છે.(૫૬)
 • તું આનો અભ્યાસ કર અને જણાવ કે ફક્ત શુભ કર્મનું હું શુભ ફળ આપું છું અને અશુભ કર્મનું અશુભ ફળ આપું છું.(૫૭)
 • ટૂંકાગાળામાં આ દેખાય નહિ પણ લાંબા ગાળામાં આ ભાવનું પ્રાગટ્ય જ્ઞાનીને થાય છે જ.(૫૮)
 • તારૂ કલ્યાણ થાઓ.(૫૯)
 • મા, આટલું બોલી માનસપટ પરથી અદ્રશ્ય થયા.(૬0)
 • ભાનું “મા””મા” કરતો લવારો કરતો બેભાન અવસ્થામાં પડ્યો રહ્યો. (૬૧)
 • ત્રીજો અધ્યાય સમાપ્ત