અધ્યાય-૧૬ ભક્તિ-ઉપાસના

પાના નંબર – ૧૬૧
 • ભાનુ બોલ્યાઃ
 • આ બ્રહ્મનારાયણ સ્વરૂપ, હજારો સૂર્યના કિરણો જેટલો જ્ઞાનપ્રકાશ કરતા રામકૃષ્ણ હું તમોને કરોડ કરોડ સલામ કરૂં છું. મારા સાષ્ટાંગ દંડવત્ પ્રણામ સ્વીકારો.(૧)
 • ઓ દેવા, તમોએ ભક્તિ, ઉપાસના કરવાનું કહ્યું તો કેવી રીતે કરવી? શું કરવાથી ઇશ્વર પ્રસન્ન થાય? (૨)
 • રામકૃષ્ણ બોલ્યાઃ
 • બેટા, મેં તને આપેલા જ્ઞાનમાં વિવિધ રીતે બતાવેલ છે કે ઉપાસના કેવી રીતે કરવી.(૩)
 • આમ છતાં તને વિસ્તારથી સમજાવું છું. તું મારો જ છે. અને મારી તારા ઉપર કૃપા છે.(૪)
 • વર્ષોથી એટલે જ તારી પાસે “મા” ની આરાધના કરાવું છું. આ “આરાધના” થી જ તારામાં “ઇશ્વરીય ભાવો” નું પ્રાગટ્ય થયું છે. આ ભાવો ઝીલવા જેટલી શક્તિ તારા માનસમાં આવે એટલે મેં તને પ્રથમ અંદરથી તૈયાર કર્યો. તેં જગતને ભૂલીને
 • પાના નંબર – ૧૬૨
 • મારા આદેશોને માન આપ્યું. એટલે તારા કર્મની દિશા બદલાઇ ગઇ. (૫)
 • આ દિશા બદલવાથી તારી અંદરની દુનિયાનું સામર્થ્ય મને મેળવવા જેટલું બની ગયું.(૬)
 • તને જેટલો આનંદ મને અંદરથી સાંભળવામાં થાય છે. તેનાથી અનેક ઘણો આનંદ મને તને જ્ઞાન આપવામાં થાય છે.(૭)
 • મને ખબર છે કે આ જ્ઞાનથી અનેકાનેક મનુષ્યો પોતાના જીવનને સારી દિશામાં વાળી મનુષ્યોનું કલ્યાણ કરશે. અને મનુષ્ય વહેણને સુખરૂપ બનાવશે.(૮)
 • “ઇશ્વર” ને પણ આજ જોઇએ છે અને આનાથી જ “ઇશ્વર” એક યા બીજા બહાને જુદે જુદે સ્થળે તેના સંદેશ ઝીલતાં મનુષ્યો મૂકે છે.(૯)
 • આવા મનુષ્યો ટી.વી. ના સ્ટેશન જેવા હોય છે. આવા સંદેશાઓ ઝીલી બધે ફેલાવતાં હોય છે અને જે મનુષ્ય આ ટી.વી. સ્ટેશન સાથે કનેક્શન જોડે તેને તરત જ આવા ઇશ્વરીય સંદેશાઓ મળે છે. (૧0)
 • તું વિચાર બેટા, આટલા બધા યુદ્ધો થયા, કેટલાય મનુષ્યોનાં સંહાર થયા “હું જ છું.” “મારા સિવાય બીજો કોઇ નથી.”તેવા અભિમાનના ભાવમાં ગળાડૂબ રહેનારા થઇ ગયા અને ઇશ્વરે તેવા મનુષ્યોના પતન બતાવ્યા અને “ઇશ્વર છે” તેવુ પ્રસ્થાપિત કર્યું છે.(૧૧)
 • પાના નંબર – ૧૬૩
 • પૃથ્વી પર બીજા સ્થાને સંસ્કૃતિ પાંગરી ન હતી ત્યારે વેદકાળથી ભારતની ભૂમિ ઉપર ઇશ્વરીય અવાજો પેદા થયા હતા. “ઇશ્વર” નો ભાવ વેદો દ્વારા ભારતમાં ગુંજાવવામાં આવ્યો છે.(૧૨)
 • આ ભારત દેશમાં અનેકા-અનેક ઋષિઓ, તપસ્વીઓ થઇ ગયા અને તેઓ ભક્તિ અને ઉપાસના દ્વારા ખુદ “ઇશ્વર” માં ઓગળી ગયા. (૧૩)
 • આ ઋષિઓના શરીરો આ ભારતની ભૂમિમાં ઓગળેલા છે અને તે ગમે તે રૂપે ઝરણાની જેમ ફૂટી નીકળે છે. અને તે બીજા મનુષ્યોને “ઇશ્વરીય” રસ્તો બતાવે છે. (૧૪)
 • આમ પૃથ્વીના પટમાં ભારત ભૂમિ અને તેનું પાણી અને તેની હવા ઇશ્વરીય ભાવથી ભરપૂર છે. બીજી ભૂમિ ઉપર અનેક પ્રયત્નો છતાં ઇશ્વરના ભાવોનું પ્રાગટ્ય થતું નથી જ્યારે ભારતીય ભૂમિમાં સહજ પ્રયત્નથી ઇશ્વરનું પ્રાગટ્ય થાય છે અને ઇશ્વરના ભાવો પેદા થાય છે. (૧૫)
 • તને ભક્તિ અને ઉપાસના કેમ કરવી તે સમજાવવાનું છે. પરંતુ તે પહેલાં મનુષ્યમાં “ઇશ્વર” છે. આ જગત આ “નારાયણ-ભાવ” થી ચાલે છે. તેની અડગ શ્રદ્ધા અને તેની અંદરનું જ્ઞાન આવશ્યક છે. (૧૬)
 • એકવાર આપણી બુદ્ધિ અને બુદ્ધિ ધ્વારા મન સ્વીકારે કે આ “નારાયણ-ભાવ” આપણી અંદર જ છે અને સર્વત્ર વ્યાપ્ત છે.
 • પાના નંબર – ૧૬૪
 • પછી આપણે તેને ગોડ કહીએ છીએ, ઇશ્વર કહીએ કે “અલ્લાહ” કહીએ તેમાં કોઇ ફેર પડતો નથી.(૧૭)
 • આ “ભાવ” કલ્યાણમય છે. મંગળમય છે. સુખદાયક છે. દયાળુ છે. આપણા તમામ પાપોનો નાશ કરવાની તેની તાકાત છે. આપણને અને આપણા દ્વારા સમગ્ર મનુષ્ય પ્રવાહને સુખરૂપ બનાવવાની તેની તાકાત છે. (૧૮)
 • જેમ કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, આપણા શરીરની અંદર જ છૂપાયેલા છે. તેમ “નારાયણ-ભાવ” આપણી અંદર જ છૂપાયેલો છે. (૧૯)
 • આ “નારાયણ-ભાવ” આપણામાં જ છે. આ જાતનું વૈજ્ઞાનિક જ્ઞાન સમજ દ્વારા મેળવી આ માટેની અડગ શ્રદ્ધા પેદા કરવી.(૨0)
 • કોઇ અંધશ્રદ્ધા માન્યતાને આધારે નહિ પરંતુ તને મળેલા જ્ઞાનપ્રકાશ દ્વારા “નારાયણ-ભાવ” આપણા શરીરમાં જ છે. તેવી પૂર્ણ શ્રદ્ધા પ્રગટાવવી.(૨૧)
 • ડોક્ટર જેમ શરીરના અવયવો જુએ છે.તેમ આપણે આપણા શરીરની અંદર જોવું. તમામ પ્રકારના ભાવોનું સુક્ષ્મ નીરિક્ષણ કરવું. આપણી અંદરના ભાવોના સામ્રાજ્યનો અભ્યાસ કરવો.(૨૨)
 • આપણા શરીરના તમામ કાર્યોને તપાસ તો શરીરનાં અમુક અવયવો પ્રાકૃતિક રીતે કામ કર્યા જ કરે છે. અને પ્રકૃતિએ તારા
 • પાના નંબર – ૧૬૫
 • તારા શરીરના અસ્તિત્વ માટે આવા સ્વયં કામ કરતા અવયવો બનાવેલા છે. તેનું જ્ઞાન થશે.(૨૩)
 • શરીરના લાભાર્થે મુકેલા હાથ, પગ, આંખો, કાન વગેરે મગજના હુકમ મુજબ કામ કરે છે. આમ મગજ અને આ ઇન્દ્રિયોને વચ્ચે સંબંધ છે તેનું તું જ્ઞાન મેળવ.(૨૪)
 • આમ તું તારી અંદર એક વૈજ્ઞાનિક રીતે આગળ વધ. આથી અંધશ્રદ્ધા કે માન્યતા તારી અંદર દાખલ નહિ થાય.(૨૫)
 • આ બુદ્ધિની તને ખબર પડે એટલે આ બુદ્ધિ શાનાથી દોરાય છે. તેની તને ખબર પડશે અને “મન” તને દેખતું થશે.(૨૬)
 • આ “મન” એક ખુબ જ સમજવા જેવું છે. ભારતીય શાસ્ત્રોમાં આ “મન” જે દેખી શકાતું નથી. બતાવી શકાતું નથી. ફક્ત સમજાવી શકાય છે. તેની ઊંડી સમજણ ખૂબ જ વૈજ્ઞાનિક રીતે મળે છે.(૨૭)
 • દુનિયાના કોઇ પણ દેશમાં “મન” વિશેનું આટલું ઉંડાણથી વૈજ્ઞાનિક જ્ઞાન પ્રગટ થયું નથી. આ જ્ઞાન ભારતીય શાસ્ત્રોમાં છે. (૨૮)
 • આ “મન” બુદ્ધિને ચલાવે છે. તેનો તું સ્વયં અનુભવ કર. આ સમજાવવાની વસ્તુ નથી. અનુભવવાની વસ્તુ છે. (૨૯)
 • આ મનને ભાવો ચલાવે છે. તેનો તું અનુભવ કર.(૩0)
 • પાના નંબર – ૧૬૬
 • આ મન ઉપરના ભાવોના સામ્રાજ્યને તું અંદરથી નિહાળ અને તારી અંદર જ રહેલા કામ, ક્રોધ, મદ, મોહ અને લોભના ભાવોને તું સમજ.(૩૧)
 • આ ભાવો “મન” ને કેવું પકડી રાખે છે. કેવું નચાવે છે. તેનો તું તારી અંદર જ અભ્યાસ કર.(૩૨)
 • આ અભ્યાસથી તને તારૂં “મન” બુદ્ધિથી સમજાશે. જેવું “મન” બુદ્ધિથી સમજાશે એટલે બુદ્ધિ અને મનનું જુદાપણું સમજાશે. (૩૩)
 • આ સમજ આવવાથી બુદ્ધિ દ્વારા મનનો અભ્યાસ શરૂ કર. (૩૪)
 • એક સેકંડના સો મા ભાગમા વિશ્વના કોઇપણ ખૂણામાં વિહરી શકવાની તેની તાકાત નિહાળ. તેની અતિશય ચંચળતા નિહાળ. બુદ્ધિથી માનસ આંખથી તેનો અભ્યાસ કર.(૩૫)
 • તારા અંદરના ભાવો આ મનને કેવું તાણે છે. તે તું જો અને સમજ.(૩૬)
 • એકવાર આ સમજાય જાય એટલે આપણી બુદ્ધિને મન કેવી રીતે તાણે છે તેની બુદ્ધિને ખબર પડે છે. (૩૭)
 • આથી બુદ્ધિ જાગ્રત થાય છે. અને મનનું બુદ્ધિ ઉપરનું સામ્રાજ્ય નષ્ટ થાય છે. અને બુદ્ધિ “મન” ઉપર સામ્રાજ્ય મેળવે છે.(૩૮)
 • પાના નંબર – ૧૬૭
 • આ બુદ્ધિ મન ઉપર સામ્રાજ્ય મેળવે એટલે બુદ્ધિના ભાવો ઉપરનું સામ્રાજ્ય આપોઆપ આવી જાય છે.(૩૯)
 • આ બુદ્ધિને જ્યારે જ્ઞાન દ્વારા આગળ કહ્યા મુજબ “નારાયણ-ભાવ” ની સમજ આવી જાય છે ત્યારે બુદ્ધિ “નારાયણ-ભાવ” ને તાબે થાય છે. (૪0)
 • આમ શરીરની તમામ ઇન્દ્રિયો “નારાયણ-ભાવ” ના તાબામાં આવે છે. આ “નારાયણ-ભાવ” ના પુરુષરૂપ બ્રહ્મનારાયણ અને સ્ત્રીરૂપ “બ્રહ્મ-લક્ષ્મી” ના તને માએ દર્શન કરાવ્યા.(૪૧)
 • આ “ભાવ” છે. તે સમજાવાય નહિ પણ અનુભવાય. એકવાર માત્ર એકવાર તે અનુભવાય પછી તમામ દુઃખો, વેદના, ચિંતા અદ્રશ્ય થઇ જાય છે.(૪૨)
 • આ ભાવ આવ્યા બાદ તમામ સ્થતિમાં માત્ર આનંદ, સુખ, શાંતિ રહે છે.(૪૩)
 • આ ભાવ આવ્યા બાદ બુદ્ધિને આંર્તસ્ફૂરણાથી તમામ પ્રકારના જ્ઞાનો પ્રકાશિત થાય છે.(૪૪)
 • આ ભાવ આવ્યા બાદ તમામ કર્મો સાત્વિકતાની સપાટીની અંદર જ થાય છે. (૪૫)
 • આટલી પ્રાથમિક સમજ આપી તને ભક્તિ અને ઉપાસના કેમ કરવી તે બતાવું છું.(૪૬)
 • પાના નંબર – ૧૬૮
 • તારી અંદર અને બહારની વ્યવસ્થા ઇશ્વરીય તાકાતથી બની છે. તેવી બુદ્ધિમાં ડગી ના જાય તેવી સમજ અને શ્રદ્ધા આવી જાય પછી આ “ઇશ્વર” તેનું સ્વરૂપ ગમે તે લઇ બુદ્ધિને તેના શરણે મુકી દો.(૪૭)
 • તને માએ બે મંત્રો આપ્યા છે.
 • “ऊँश्रीहींश्रीब्रह्मनारायणाय नमः।
 • “ऊँश्रीहींश्रीब्रह्मलक्ष्मयैनमः।
 • આ સાથે “નારાયણ-ભાવ” માટે તને બે મૂર્તિના દર્શન કરાવ્યા છે.(૪૮)
 • તું ઇશ્વરને આ સ્વરૂપ આપી તારી બુદ્ધિને તેના મય કરી દે. (૪૯)
 • તારા દરેક ક્ષણના કર્મ આ મૂર્તિને નજર સમક્ષ રાખી કર.(૫0)
 • તું ધ્યાન રાખ બેટા આ “નારાયણ-ભાવ” દૂધ જેવો છે.(૫૧)
 • તેને સતત તાજો અને તાજો જ રાખવો પડે. નિયમિત રીતે તેનું ચિંતન અને ભજન કરવું પડે.(૫૨)
 • જેમ આપણે નોકરી કરીએ છતાં અંદરથી આપણે આપણા કુટુંબના હોઇએ છીએ તેમ આ સમાજમાં જીવન જીવતાં આપણે આપણા મૂળ “નારાયણ” પાસે છે, અને તેના છીએ તે રીતે જીવન જીવવું જોઇએ. (૫૩)
 • પાના નંબર – ૧૬૯
 • જેમ આપણે પૈસા કમાઇએ અને ભેગા કરીએ તેવી જ રીતે ભક્તિ અને ઉપાસનામાં આપણે કમાઇએ છીએ, તેવો આનંદ અને ભાવ આવવો જોઇએ.(૫૪)
 • આપણા જીવનની દિનચર્યા, આપણા નોકરી ધંધાને ધ્યાનમાં રાખી દિવસનો રોજનો નિયમબુદ્ધ અમુક સમય ભક્તિ માટે રાખવો જ પડે.(૫૫)
 • આ સમયમાં આપણાથી ઇશ્વરમાં ધ્યાનસ્થ થઇ મંત્રો કરવા. વિચિત્ર “મન” અંદરથી દેખાશે. તમોને અનેક જગ્યાએ લઇ જશે. આનાથી ગભરાયા સિવાય, ચલિત મનને કાબૂમાં લેવું અને તેને ઇશ્વરમાં ડૂબાડવું. રોજની આવી રીતની ભક્તિથી મન અને બુદ્ધિ “ઇશ્વર” માટે તૈયાર થાય છે અને બુદ્ધિને “ઇશ્વર” ના અનુભવ થવા માંડે છે.(૫૬)
 • દરરોજ ભલે થોડી ભક્તિ થાય પરંતુ તેમાં નિયમિતતા આવે તે આવશ્યક છે. સમય મળે ત્યારે ભલે વધુ મંત્રો કરીએ પરંતુ રોજના અમુક મંત્રો આપણી અનુકુળતા મુજબ કરવા જ તેનું જીવન ગોઠવવું. (૫૭)
 • આપણા વાર્ષિક જીવનમાં આપણને અનુકૂળ આવે તેવા આંઠ દિવસથી વધારે સંપૂર્ણ “ઇશ્વરમય” રહીએ તેમ ગોઠવવું.(૫૮)
 • આમ કરવાથી શરીરમાં “સાત્વિકતા” ના ભાવો જાગે છે. અને તેના પ્રવાહો આખા શરીરમાં અને ઇન્દ્રિયોમાં અને તેના ભાવોમાં વહે છે. આથી તે દરેક ભાવોને “સાત્વિકતા” ની સપાટીમાં રાખવાં મદદ કરે છે.(૫૯)
 • પાના નંબર – ૧૭0
 • “ઇશ્વર” સામે બે હાથ આંખોની બરાબર સામે આશરે એક ફૂટ દૂર રાખી ખૂબ જ આજીજીપૂર્વક વાતો કરવી અને તેની દયાનાં ભાવને આપણા તરફ વહેવડાવવા વિનંતી કરવી.(૬0)
 • કદી ક્યારેય ઇશ્વર પાસે બીજાનું બુરૂ થાય તેવી માંગણી કરવી નહિ. (૬૧)
 • આપણી અંદર “ત્યાગ” ની ભાવના ઉત્પન્ન કરવા ઉપવાસ કરવા. ઉપવાસથી “ત્યાગ” ની ભાવના ખીલે છે અને શરીરમાં “સાત્વિકતા” ના ઝરણા વહેવા માંડે છે.(૬૨)
 • લગભગ બધા ધર્મોમાં આથી ઉપવાસનું મહત્વ છે.(૬૩)
 • “શાકાહારી” રહેવાથી શરીરની અંદરની “સાત્વિકતા” વધે છે. આનું સીધુ સાધું કારણ એ છે કે “શાકાહારી” ખોરાક પૃથ્વી, પાણી, વાયુ, તેજ અને આકાશના તત્વોથી પ્રથમ બન્યો છે.(૬૪)
 • આ “શાકાહારી” ખોરાક જેમ જેમ “ચૈતન્ય” મા પસાર થાય તેમ તેમ તેમાં “સાત્વિકતા” ની અસર ઘટતી જાયઅને તેના પર રાજસ, અને તામસ ભાવની અસર વધારે હોય છે.(૬૫)
 • આમ પ્રકૃતિના નિયમ મુજબ એક જીવ બીજા જીવનું ભોજન છે. પરંતુ પ્રકૃતિ તરફથી પ્રથમ જીવ રૂપ પ્રગટતાં વનસ્પતિમાં સાત્વિકતાનું ઉચ્ચ પ્રમાણ હોવાથી આહારમાં “શાકાહારી” બનતાં આપણામાં “સાત્વિકતા” નું પ્રમાણ જળવાઇ રહે છે. (૬૬)
 • પાના નંબર – ૧૭૧
 • આ “સાત્વિકતા” થી “નારાયણ-ભાવ” તરફ જવાં બુદ્ધિને ખૂબ જ સરળતા પડે છે, કારણ દરેક ભાવો સાત્વિકતાની સપાટીમાં રહે છે. (૬૭)
 • આનો અર્થ તું એમ ના કરતો ફક્ત “શાકાહારી” માણસ જ સાત્વિક રહે છે. અને ઇશ્વર તરફ જઇ શકે છે. (૬૮)
 • જીવન, સ્થળ અને સમય મુજબ માણસને જીવન જીવવા ખોરાક જોઇએ જ છે.(૬૯)
 • અંદરથી જાગેલા મનુષ્યોને “ખોરાક ફક્ત શરીરનો આધાર છે.” તેવું જ્ઞાન પ્રાગટ્ય થયેલું હોય છે અને તેમાં “સાત્વિકતા” ના સમુદ્રો ધૂધવતા હોય છે.(૭0)
 • બુદ્ધિથી મન અને ભાવો ઉપર કાબુ મેળવી તેને “નારાયણ-ભાવ” માં ડુબાડવા. આથી તારો દરકે ભાવ સાત્વિક બની જશે અને તેમાં રાજસ, કે તામસની અસર રહેશે નહિ.(૭૧)
 • તું આવી ટેવ પાડીશ ટલે બુદ્ધિને “ઇશ્વરીય દિવ્ય પ્રકાશ” દેખાવા લાગશે. આથી જ તને માએ તારૂ ચિત્ત એટલે મન અને બુદ્ધિને આ મૂર્તિઓમાં લીન કરવાનું કહ્યું છે.(૭૨)
 • આ “દિવ્ય-પ્રકાશ” માં તુ આગળ વધીશ એટલે તને તારૂં અસ્તિત્વ બધે દેખાતું લાગશે અને બધું તારામાં જ છે તે સમજાશે.(૭૩)
 • આ અવસ્થા ખૂબ જવલ્લેજ આવે છે. પરંતુ આ અવસ્થા છે. તેનો તું વિશ્વાસ કર. (૭૪)
 • પાના નંબર – ૧૭૨
 • ઇશ્વર પાસે કાકલુદી કરો, આજીજી કરો, દયા માંગો, કરૂણા માંગો, મદદ માંગો, માર્ગદર્શન માંગો ઇશ્વરમાં ઓળંગવાનું માંગો તમારા દુઃખો દૂર કરવાનું અને સુખ આપવાનું માંગો. આમાં જરાય શરમ ના અનુભવો. “કોઇ શું કહેશે?” “શું માનશે?” આવી શરમ ના રાખો. મન અને બુદ્ધિને શુદ્ધ અને સાત્વિક રાખી નિર્મળતાથી માનસિક રીતે તાદાત્મયતા કેળવો.(૭૫)
 • આમ કરવાથી “ઇશ્વરીય સ્પંદનો” પેદા થશે. તમો તેને અનુભવશો. આ અનુભવ એકવાર થશે પછી તમોને બધું સમજાઇ જશે.(૭૬)
 • ધ્યાન રાખ બેટા, આ “નારાયણ-ભાવ” ને તારે પોતે અનુભવવાનો છે. તે કોઇના સમજાવ્યાથી તું સમજી શકવાનો નથી. તને મેં આપેલા જ્ઞાનથી આ ભાવને “અનુભવવાનો” પ્રયત્ન કર.(૭૭)
 • આખરે આ બધું વ્યક્ત અવ્યક્ત થવાનું છે. બધું નાશવંત છે. “નારાયણ” કાયમ અનંત અને અવિનાશી છે. આમાં તારા તમામ ભાવો, મન અને બુદ્ધિને ઓગાળ. તારા આત્માને “નારાયણ-ભાવ” માં એકાકાર કરવાનો પ્રયત્ન કર.(૭૮)
 • આવા પ્રયત્નોમાં ખૂબજ ઉંચી સપાટીમાં જતા “આત્મા” “નારાયણ-ભાવ” માં એકાકાર થઇ જાય છે. ત્યારે તે મનુષ્ય “પરમાત્મા” બની જાય છે.(૭૯)
 • આ ઊંચી સપાટી પામ્યા બાદ શરીરના મૃત્યુ બાદ “આત્મા” બ્રહ્મપદ પામે છે અને માના અનંત ચૈતન્ય સમુદ્રમાં ભળી જાય છે. (૮0)
 • પાના નંબર – ૧૭૩
 • આવા ઊંચી સપાટી પામેલા મનુષ્યો પોતાના જીવનકાળ દરમ્યાન અનેક મનુષ્યોને “નારાયણ-ભાવ” તરફ લઇ જવામાં મદદ કરે છે અને તેના જીવનના દુઃખોને દૂર કરવામાં સહાયરૂપ થાય છે.(૮૧)
 • આવી ઉચ્ચ સપાટી પર પહોંચેલા મનુષ્યોના મૃત્યુ બાદ તેને અનુસરતા મનુષ્યો તેને ભક્તિથી યાદ કરે છે એટલે “નારાયણ-ભાવનું” તેના જેવું રૂપ પેદા થાય છે.(૮૨)
 • આ રૂપ અદ્રશ્યરૂપે મનુષ્યોને મદદ કરે છે. જ્ઞાન આપે છે. માર્ગદર્શન આપે છે. આ એક વૈજ્ઞાનિક હકીકત છે. (૮૩)
 • જેમ માળીને ખબર પડે છે કયા છોડમાં કયું ફૂલ ક્યારે આવવાનું છે. એમ ઉત્તમ મનુષ્યોએ અનુભવ્યું છે કે “નારાયણ-ભાવ” આપણા શરીરમાં જ છે. તે ઉત્પન્ન કરવો જોઇએ અને તે ઉત્પન્ન થવાથી સમગ્ર વિશ્વમાં અદ્રશ્યરૂપે પ્રવર્તતા તે “નારાયણ-ભાવ” સાથે તાદાત્મયતા કેળવતા સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત આપણા જ રૂપને જોઇ શકાય છે. આથી તેઓ માળીની જેમ જાણે છે કે ભક્તિ અને ઉપાસના કરવાથી આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. આમાં તમારી શ્રદ્ધા, તમારી ભક્તિ, તમારા મનની નિર્મળતા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.(૮૪)
 • ભક્તિ વખતે મન ગદ્ગદ્ થઇ જાય. ઇશ્વરમય થઇ જાય સમગ્ર વિશ્વમાંથી બહાર આવી પોતાનામય થઇ જાય. અને અંદરના દિવ્ય પ્રકાશને તને બતાવેલ મૂર્તિ સ્વરૂપે જોવાનો પ્રયત્ન કરે એટલે તે મૂર્તિ માનસપટ પર સ્થાપિત થઇ જશે. (૮૫)
 • પાના નંબર – ૧૭૪
 • પછી તો યાદ કરતાંની સાથે આ મૂર્તિઓ મનાસપટ ઉપર આવી જશો. તમો ગમે ત્યાં હો, ગમે તેવી સ્થિતિમાં હો, તમારી અંદરની માનસિક હાલત એક અડધી સેકંડમાં તે મૂર્તિમય થઇ જશે.(૮૬)
 • આવી કાયમી ટેવ પાડવી કે નવરા પડીએ અને આડા, આવળા, ઊંધા, ચત્તા વિચાર કરવાને બદલે આ મૂર્તિમય થવાનો પ્રયત્ન કરીએ.(૮૭)
 • એકવાર આ સ્થિતિ આવી જાય પછી આ મૂર્તિઓને શરીરના અંગેઅંગમાં ફેરવવી. આ વખતે મન દેખાઇ જશે. મન ક્યાંય નાસવા માંડશે. બુદ્ધિ તેને પકડી લાવી આ મૂર્તિને અંગેઅંગમાં ફેરવશે. (૮૮)
 • તમારી વાણી, વર્તણૂક, વ્યવહાર બદલાશે. પ્રકૃતિના વહેણો બદલાતા તમો જોઇ શકશો. તમામ દુઃખો, તમામ ચિંતાઓ દુર થતી જશે. (૮૯)
 • કર્મ કઇ રીતે કરવું તેની ચર્ચા આગળ તારી સાથે કરી છે. આથી તને પ્રાકૃતિક પેદા થયેલી સ્થિતિનું જ્ઞાન થશે. લોકોને લાગે કે તું સહન કરે છે. પરંતુ તારૂં અંદરનું જ્ઞાન તને અંદરથી જાગ્રત કરે એટલે તેને કંઇ દુઃખ લાગશે જ નહિ. તું આ બધી સ્થિતિમાં જળકમળવત્ થઇ જઇશ.(૯0)
 • મહાભારતની “નારાયણ-ભાવ” ની સ્તુતિ વ્યાસ મુનિએ કરી છે. તે “નારાયણ-ભાવ” ની તને બતાવેલ મૂર્તિઓ માનસપટ પર લાવી કરવી.
 • પાના નંબર – ૧૭૫
 • “परमंयोमहत्तेजः
 • परमंयोमहततपः।
 • परमंयोमहत्ब्रह्म
 • परमंयःपरायणम्।।।१।।
 • पवित्राणाम्पवित्रंयो
 • मंगलानांचमंगलम
 • देवतंदेवतानाम्च
 • भूतानाम्योव्ययपिताः।।२।।
 • नमोअनंतायसहस्त्रमूर्तये
 • सहस्त्रपादाक्षीरोबाहवे।
 • सहस्त्रनामनेपूरुषायशाश्वते
 • सहस्त्रकोटियुगधारिण्येनमः।।३।।
 • नमःकमलनाभाय
 • नमस्तेजलशायिने।
 • नमस्तेकेशवानंतम्
 • वासुदेवनमस्तुते।।४।।
 • બ્રહ્મપૂરાણની બ્રહ્મલક્ષ્મીની સ્તુતિ કરવી.
 • परानिर्हमादेवी
 • हरिवक्षस्थलाक्षया।
 • सादेवीपापहन्त्रीव
 • सानिध्यंकुरुतान्मम।।५।।
 • પાના નંબર – ૧૭૬
 • આ સ્તુતિથી તમામ પ્રકારના આધિ, વ્યાધિ, ઉપાધિ નાશ પામે છે. શરીર, મન, બુદ્ધિ અને આત્મા, આનંદ અને માત્ર આનંદ અનુભવે છે. અને પ્રકૃતિના વહેણ તમારા માટે વહેવા માંડે છે.(૯૧)
 • ભક્તિ કરવામાં શરમ ના અનુભવ. તું ગમે તેટલો મોટો હોય કે નાનો હોય તું પ્રભુનું બાળક છે. તેમ સમજ, તેની જોડે લાડ કર. તેની જોડે વાતો કર. (૯૨)
 • મૂર્તિનું આથી જ મહત્વ છે. તમો તેની સાથે વાત કરો. લાડ કરો. પછી અંદર મૂર્તિ માનસપટમાં સ્થાપિત થાય તેની જોડે વાત કરો. આજીજી કરો. વિનંતી કરો. પૂછો. (૯૩)
 • આ પછી અંદરની સ્થિતિ ખૂબ જ મજબૂત બને પછી “દિવ્ય” પ્રકાશ શરૂ થઇ જાય.(૯૪)
 • એકવાર આ “દિવ્યપ્રકાશ” દેખાઇ જાય પછીની સ્થિતિ પ્રભુ પોતે જ લાવે છે અને તે સમજાવવાની રહેતી નથી.(૯૫)
 • ઘણા ખૂબ અનુભવી, જ્ઞાની અને સાત્વિકતાવાળા મનુષ્યો સીધા આ દિવ્યપ્રકાશ તરફ આગળ વધે છે. અને પામે છે. પરંતુ સામાન્ય જ્ઞાન અને અનુભવ ધરાવનારે આ દિવ્યપ્રકાશ તરફ આગળ વધવા મૂર્તિના સહારે જવુ પડે.(૯૬)
 • આથી જ માએ તને મૂર્તિઓ બતાવી છે. આ દ્વારા તું મા પાસે જ આવવાનો છે. અને તને બધા મહાન સંતોએ જોયેલો દિવ્યપ્રકાશ દેખાવાનો છે. આ દિવ્ય-પ્રકાશ આખરે એક જ છે. તેના નામ જુદા જુદા છે.(૯૭)
 • પાના નંબર – ૧૭૭
 • આ સ્થિતિ પછીની સમજ જ આપવાની નથી કારણ આ સ્થિતિ આપોઆપ બધું જ તને સમજાવી દેશે. (૯૮)
 • જો બેટા, બધા આ બધું સમજે છતાં માયાથી અલિપ્ત ના થઇ શકે. સ્વાર્થી દુનિયામાં તને સ્વાર્થના સપાટા વાગે, મુશ્કેલીઓ પડે છતાં તારા મનને તારે નિર્મળ રાખી આ રસ્તે જવાનું છે આ જ સાચું સુખ છે.(૯૯)
 • દુનિયાના મનુષ્યોએ કરેલા નિયમોથી ચાલતી દુનિયા શાશ્વત નથી. જ્યારે અંદરની બતાવેલી દુનિયા શાશ્વત, નિત્ય અને કાયમી છે. આ સનાતન સત્ય છે. એમ તું નિશ્ચય જાણ.(૧00)
 • બધામાંથી તું તારી જાતને અંદરથી ઉપાડી સાત્વિકતાના અંશવાળા કર્મો કર એટલે આપોઆપ તારો પ્રકાશ બધે પથરાવવા માંડશે.(૧0૧)
 • બધા કર્મો કર્યા છતાં બધાથી અંદરની સ્થિતિ અલિપ્ત રહે તે મહત્વનું છે.(૧0૨)
 • પ્રકૃતિના પોતાના ઇશ્વરીય ભાવો જેવા કે નિર્મણ આકાશ, ઉગતો સૂર્ય, સવારના પંખીઓનું બોલવું, ફૂલોનું કળી સ્વરૂપ અને ફૂલ ખીલવવાની રીત, મંદ મંદ વાતો પવન, ઝરમર ઝરમર વરસતો વરસાદ, ગમે ત્યાં ચૈતન્યશક્તિનો આગળ વધવાનો ભાવ, પૂનમનો ચંદ્રમા, તારાઓથી ભરેલું આકાશ, આથમતો સૂર્ય, નદીનો વહેતો પ્રવાહ, દરિયાના મોજાઓ, ચૈતન્યમાંથી વહેતો માતૃત્વનો નિસ્વાર્થ ભાવ, પાણીનો પડતો ધોધ વગરે નિહાળવા, આમાં આપોઆપ આવતો ઇશ્વરીય ભાવ જોવો અને અનુભવવો. (૧0૩)
 • પાના નંબર – ૧૭૮
 • મંત્ર-જાપની એટલી સરસ ટેવ પાડવી કે સહેજ માનસ નવરૂં પડે કે તરત જ જાપ શરૂ થાય, અજપાજાપની પરિસ્થિતિ આવે.(૧0૪)
 • સંસારમાં આવતા દુઃખ, સુખ, માન, અપમાન, તરફ સમાન દ્રષ્ટિ રાખી, માનસને સ્થિર રાખી ઇશ્વરમાં કાયમી ચિત્ત રાખવું.(૧0૫)
 • દરેકમાં આપણી જેમ જ “નારાયણ” છે. તેવો ભાવ લાવી સમદ્રષ્ટિ કેળવવા પ્રયાસ કરવો. (૧0૬)
 • જગતની અંદર શરીરની જેમ જ ભાવોની દુનિયા રચાયી છે. આમાંથી તારે દુનિયામાં સુખ પેદા કરી શકે તે દુનિયામાં જવાનું છે. એટલે જ્ઞાન-પ્રકાશની દુનિયા, ઇશ્વરના ભજન કિર્તનની દુનિયા, માન સમાજનું કલ્યાણ તેવી વિચારસરણી ધરાવતી દુનિયા, આનાથી નારાયણ-ભાવ જાગ્રત કરવામાં સરળથા રહે છે. જુગારના અડ્ડા, વેશ્યાવાડ, દારૂની મહેફિલ વગેરેમાં કદી ના જવું આથી “નારાયણભાવ” જાગવામાં અંતરાય ઉભા થાય કારણ કે આપણા શરીરમાં રહેલા કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, તોફાન મચાવી મનને બાંધી લે છે.(૧0૭)
 • કદાચ જવાનું થાય તો સંપૂર્ણપણે અંદરથી જાગ્રત રહી “નારાયણ-ભાવ” તરફ દ્રષ્ટિ રાખવી અને અંદર જળ-કમળવત્ રહેવું. અને આ દુનિયા અને તેના માણસો તરફ ધૃણા રાખ્યા વગર આપણા અંદરની સ્થિતિ માટે જ ધ્યાન રાખવું.(૧0૮)
 • દરેક વસ્તુ અને ભાવ ઇશ્વરે પોતાના હેતુ માટે પેદા કરેલ છે. તેમ સમજી આપણે અંદરથી જાગ્રત રહી ઇશ્વરમય રહેવું.(૧0૯)
 • પાના નંબર – ૧૭૯
 • આપણા કામમાં આપણે ઇશ્વરનાં પ્રતિનિધી છીએ તેમ માની નિષ્ઠાપૂર્વક આપણી ફરજ બજાવવી.(૧૧0)
 • જગત આખું “બીજાઓએ ફરજ બજાવવી જોઇએ” તેવું વિચારીને ચાલે અને પોતાની ફરજ બજાવે નહિ. આપણે આપણી ફરજ બજાવવી અને “બીજાઓએ આપણા માટે આમ કરવું જ જોઇએ.” એવો ભાવ નિર્મૂળથી કાઢી નાખવો જેથી “કોઇ આપણું ના કરે” ત્યારે અસંતોષ, ધૃણા કે લાગણી જેવાં ભાવો ના આવે.(૧૧૧)
 • દરેકમાં “નારાયણ” છે તેમ માની તમારી અંદર રહેલા “નારાયણ-ભાવ” થી બધે ફક્ત “પ્રેમ” અને માત્ર પ્રેમ અને કરૂણા વર્ષાવવા. આમ કરવાથી “નારાયણ-ભાવ” સહજ રીતે જાગ્રત થાય છે.(૧૧૨)
 • આપણાથી બને તેટલી બીજાઓને મદદ કરવી અને કોઇપણ સંજોગોમાં આપણાથી બીજાને ઇજા, ખલેલ કે અડચણ ના પેદા ના થાય તેનો ખ્યાલ રાખવો કારણ, આવા ભાવથી “નારાયણ-ભાવ” નું જ કામ થાય છે અને આપણા શરીરમાં “નારાયણ-ભાવ” એટલે કે ઇશ્વરીય ભાવનો સંચાર થાય છે.(૧૧૩)
 • દુનિયાની દેખાતી તમામ વસ્તુ આપણી નથી. પ્રભુની છે. અને આપણને મળેલી વસ્તુ ઇશ્વરની કૃપા છે. એવો અનન્ય-ભાવ લાવવો. આનાથી આપણામાં “ઇશ્વરીય-ભાવ” ના અધિપત્યનો આવિષ્કાર થશે. અને ઇશ્વર તરફ આભાર અને પ્રેમની લાગણી ઉત્પન્ન થશે.(૧૧૪)
 • પાના નંબર – ૧૮0
 • જીવનના બીજા સાથેના વ્યવહારને એવો સરસ ગોઠવવો કે બીજાની અંદર રહેલો “નારાયણ-ભાવ” જાગે અને આપણા તરફ તેને માન અને પ્રેમ થાય. આનાથી પણ આપણી અંદર રહેલા “નારાયણ-ભાવ” ને પ્રોત્સાહન મળે છે. (૧૧૫)
 • હર ક્ષણ ઇશ્વર આપણી સાથે જ છે. ઇશ્વર બધું જ જુએ છે. તેવો ભાવ લાવવો. પહેલા મનુષ્યએ X-રે શોધ્યાન હતા, પરંતુ ઇશ્વર પાસે તો હતા જ. આપણે તે શોધ્યા અને શરીરની અંદરના અવયવો જોતા થયા. આમ ઇશ્વર પાસે તો પહેલેથી જ સમગ્ર તરફ જોવાની દૃષ્ટિ છે જ આવી વિચારસરણી રાખવી. આથી વિજ્ઞાન તરફ ધૃણા નહિ પ્રેમ કરવો અને ઇશ્વરીય તાકાતનો અનુભવ કરવો. આમ વિચારવાથી પણ ઇશ્વરીય ભાવની મહાન તાકાતનો આભાસ થાય છે. (૧૧૬)
 • તું ભક્તિ અને ઉપાસના કેમ કરવી તે પૂછતો હતો. આ રીતની જીવનશૈલી તે પણ ભક્તિ અને ઉપાસનાનો એક ભાગ છે. કારણ, આનાથી આપણામાં “નારાયણ-ભાવ” જાગ્રત થાય છે. આપણી બુદ્ધિ તેને અનુભવી શકે છે. અને અનુભવ્યા પછી બુદ્ધિ કદી આ ભાવને છોડતી નથી.(૧૧૭)
 • જુદા જુદા ધર્મ પ્રત્યે માનની લાગણીથી જોવું અને તે નારાયણ ભાવ એટલે કે ઇશ્વરીય ભાવ જગાડવાનો એક રસ્તો જ છે તેમ સમજવું. (૧૧૮)
 • ભારતીય શાસ્ત્ર મુજબ દરેક મનુષ્યમાં “નારાયણ-ભાવ” હોય જ છે અને અંદરથી જાગ્રત મનુષ્ય તેને જોઇ શકે છે, અનુભવી શકે છે. આ અનુભવ
 • પાના નંબર – ૧૮૧
 • દરેકને પોતપોતાની રીતનો છે અને સમજવાની રીત પણ પોતપોતાની હોય છે. બધા રસ્તા આ “ભાવ” તરફ જ આવે છે. માટે દરેક ધર્મ પ્રત્યે “પ્રેમ” અને “આદર” ની ભાવના રાખવી.(૧૧૯)
 • ઇશ્વરને અનુભવવાના અનેક રસ્તા ઇશ્વરે જ બનાવેલ છે અને તે ઇશ્વર તરફ જ લઇ જાય છે તેમ સમજવું.(૧૨0)
 • દરેક મનુષ્યમાં રહેલું “મનુષ્યત્વ” જોવું અને “મનુષ્યત્વ” ની એકતા તરફ દૃષ્ટિ રાખવી આનાથી પણ “ઇશ્વરીય ભાવ” ના આંદોલનો શરીરમાં જાગે છે અને “ઇશ્વરીય ભાવ” એટલે કે “નારાયણ-ભાવ” ના દરેક તરફના પ્રેમના આંદોલનો કામ કરતા થાય છે.(૧૨૧)
 • એક જ ધર્મના નહિ પરંતુ જુદા જુદા ધર્મના માણસો સાથે રહેવાથી જુદી જુદી ભાષાવાળા માણસો સાથે રહેવાથી જુદા જુદા રંગના માણસો સાથે રહેવાથી મનુષ્યમાં રહેલ “સામાન્ય મનુષ્યત્વ” અને મૂળભૂત “ઇશ્વરીય-ભાવ” નો અનુભવ થાય છે અન ઇશ્વર આવા “મનુષ્યત્વ” ના “એકત્વ” તરફ લઇ જાય છે તેનો અનુભવ થાય છે. આમ ઇશ્વરીય એટલે કે “નારાયણ-ભાવ” નો અનુભવ થાય છે.(૧૨૨)
 • આવો અનુભવ મેળવવા ભારત એક મહાન પવિત્ર ભૂમિ છે. જ્યાં ઇશ્વરીય પ્રેમના ઝરણાં મોટા ભાગના માણસોમાં હોય છે. અને દરેક આ “મનુષ્યત્વ” ને ઉંચો લાવવાનો પ્રયત્ન કરતો હોય છે.(૧૨૩)
 • પાના નંબર – ૧૮૨
 • પૃથ્વીના અન્ય પ્રદેશો ભારતના મૂળમાં રહેલ ભારતીયતાનો મૂળભૂત આદેશ કે “મનુષ્યત્વ” ને નિહાળી તેની “ઐક્યતા” ને જ પ્રાધાન્યતા આપી, સમગ્રતયા “મનુષ્યત્વ” નો વિકાસ કરવો તે સમજશે ત્યારે ભારત સમગ્ર પથ્વી પરના દેશોનું માર્ગદર્શક બનશે.(૧૨૪)
 • આમ “મનુષ્યત્વ” અને તેનાં “એકત્વ” તરફની દ્રષ્ટિ “નારાયણ-ભાવ” ને જાગ્રત કરે છે અને આ દૃષ્ટિ આવે કે તરત જ માણસ ઇશ્વર તરફના રસ્તે આપોઆપ વળે છે.(૧૨૫)
 • આમ આ રસ્તે જીવનને વાળવાથી દરેક ક્ષણે તમારા જીવનના વહેણમાં આવતા મનુષ્યો તરફ તમોને પ્રેમ અને માત્ર પ્રેમ પેદા થાય છે અને તે તમોને તથા તેવા આવતા માણસોને સુખ ઉત્પન્ન કરે છે. જે ઇશ્વરનું જ કામ છે. અને ઇશ્વરની એટલે કે “નારાયણની ભક્તિ” જ છે. (૧૨૬)
 • ધ્યાન રાખ બેટા, બીજાને મદદ કરતો, બીજાને પ્રેમ કરતો, બીજાના દુઃખમાં ભાગીદાર થતો મનુષ્ય બીજાને માટે ઇશ્વર જ બની જાય છે. અને તે રીતે તે ઇશ્વરનો પ્રતિનિધી બને છે. આ એક ઇશ્વરીય ભક્તિ જ છે.(૧૨૭)
 • “ભક્તિ અને ઉપાસના” એટલે માળા લઇ બેસી રહેવું તે નહિ. પરંતુ “ઇશ્વરીય-ભાવ” માં બુદ્ધિને ડૂબાડી રાખવી અને જીવનના પ્રત્યેક કામમાં ઇશ્વરીય દૃષ્ટિ રાખવી તે છે.(૧૨૮)
 • પાના નંબર – ૧૮૩
 • ઘણીવાર તમારી પાસે થોડોક જ સમય હોય અને થોડી વાર જ ઇશ્વરનું ભજન થશે તેવા ખ્યાલથી તમો પછી કરીશું તેવું વિચારી કશું ના કરો તે યોગ્ય નથી. થોડામાં થોડો ઇશ્વરના ભાવ તરફનો સમજ જતો ના કરવો જોઇએ. (૧૨૯)
 • ભક્તિ કરતી વખતે મન ડોલતું જ હોય છે. ભાવ તેને તાણી જવા પ્રયત્ન કરતાં હોય છે. આવે વખતે ઘણાં “મન કાબુમાં નથી રહેતું” કહી ઉપાસના કરવા બેસતાં નથી પરંતુ આ ખોટું છે. ઉપાસના કરવા બેસવાથી તેમાં આવતી કોઇ એકાદ ક્ષણ પણ તમારા મનરૂપી ટી.વી. ને ઇશ્વરના ટી.વી. સ્ટેશન સાથે જોડી દે અને તે ક્ષણ તમારી ઉદ્ધારક બની જાય તેમ વિચારી ઉપાસના માટે બેસવું જ.(૧૩0)
 • ઇશ્વરની ઉપાસના કરવામા આપણી પાસે જ્ઞાન હોવું તે આવશ્યક નથી. કારણ “નારાયણ-ભાવ” જ મહાન જ્ઞાનપ્રકાશ છે. તમો તમારી આવડત મુજબ નારાયણ-ભાવમાં ડૂબવાનો એટલે કે તમારી અંદર જ રહેલો “નારાયણ-ભાવ” જગાવવાનો પ્રયત્ન કરો. આ પ્રયત્ન નાનો હોય તેનો શોક કરવાને બદલે અને તે છોડી દેવાને બદલે સતત પ્રયત્ન ચાલુ રાખો. એ વાત ઉપર વિશ્વાસ રાખો કે આવા પ્રયત્નથી એક દિવસ અચૂક અચૂક તમારામાં આ ભાવનું પ્રાગટ્ય થશે જ અને તમોને બધી વસ્તુ સમજાઇ જશે. (૧૩૧)
 • “આત્મા” ની અનંત યાત્રાનું તમારૂં જીવન નાનું સ્ટેશન છે. તેમ વિચારો, સમજો એટલે આપોઆપ “નારાયણ-ભાવ” એટલે કે “ઇશ્વરીય-ભાવ” નો અનુભવ થાય.(૧૩૨)
 • જીવનની દરેક ક્ષણ, જીવનનું દરેક કામ, જીવનનો દરેક વ્યવહાર “ઇશ્વરીય” ભાવ એટલે કે “નારાયણ-ભાવ” અંદરથી જગાવવામાં જાય તે રીતે જીવન જીવવાથી “દિવ્ય-પ્રકાશ” નો અનુભવ થાય છે.(૧૩૩)
 • પાના નંબર – ૧૮૪
 • જીવનની દરેક ક્ષણ, જીવનનું દરેક કામ, જીવનનો દરેક વ્યવહાર “ઇશ્વરીય” ભાવ એટલે કે “નારાયણ-ભાવ” અંદરથી જગાવવામાં જાય તે રીતે જીવન જીવવાથી “દિવ્ય-પ્રકાશ” નો અનુભવ થાય છે.(૧૩૩)
 • ત્યારબાદ બધું જાતે જ અનુભવવાનું છે. અને સમગ્રતયા તમો વિશ્વના એક અવિનાશી ભાગ છો, તમો વિશ્વમાં છો જ અને વિશ્વ તમારામાં છે આવો દિવ્ય અનુભવ તમોને મળશે.(૧૩૪)
 • તારી સમજણ શક્તિ સમજી શકે તે રીતે વિવધ સ્વરૂપે તને ભક્તિ-ઉપાસના સમજાવી અને સમગ્ર જીવનની પ્રત્યેક ક્ષણને ઇશ્વર તરફની ભક્તિ અને ઉપાસનામાં કેવી રીતે વપરાય તે સમજાવ્યું.(૧૩૫)
 • મારી આ વિવિધ રીતોમાં સમાયેલ ઇશ્વર તરફ જવાની રીતને અનુસરીશ એટલે તું ભક્તિ-ઉપાસના જ કરે છે. અને આવી ભક્તિ-ઉપાસના તારામાં રહેલ અનન્ય નારાયણ-ભાવને અચૂક જાગ્રત કરશે અને તું “દિવ્ય-પ્રકાશ” પામીશ. (૧૩૬)
 • તારામાં આ “દિવ્ય-પ્રકાશ” ઉત્પન્ન થાય તેવા મારા આર્શીવાદ.(૧૩૭)
 • અધ્યાય ૧૬ મો સંપૂર્ણ