અધ્યાય -૧ – ઓમ મા

પાના નંબર – ૧
  • મા, ભાનુ ઉપર ખુબ પ્રસન્ન થયા. ભાનુએ વિશ્વ-સંગીતની અગિયાર વર્ષ ઉપાસના કરી. ભાનુના માનસ પટ પર મા આવ્યા.(૧)
  • મા બોલ્યાઃ:
  • બેટા, તારી ભક્તિ અને શ્રદ્ધાથી હું પ્રસન્ન થઇ છું અને આથી મારી મૂળભૂત કામ કરવાની રીત તને બતાવું છું.(૨)
  • તમામ કામોમાં ફક્ત સત્વગુણનો જ વિજય થાય છે. બધા ગુણોને હું પોતે જ લડાવું છું. અને અંતે સત્વગુણનો વિજય કરાવું છું.(૩)
  • મારો આ મહાન ગુપ્ત ગુણને ફક્ત ગુણ મારામાં સર્વત્ર વ્યાપ્ત છે અને બધી જગ્યાએ પ્રસરેલો છે.(૪)
  • મારા આ મહાન ગુપ્ત ગુણને ફક્ત સાત્વિક માનસ દ્વારા જ સમજી શકાય છે.(૫)
  • મારા આ મહાન ગુણને માનસપટ પર સમજનાર માણસ આ ગુણને ભગવાન યા ઇશ્વર કહે છે.(૬)
  • ઉચ્ચ આધ્યાત્મિક શક્તિ ધરાવનાર માણસ મારા ગુણને માનસપટ ઉપર ધરી તેનું ધ્યાન ધરે છે.(૭)
  • પાના નંબર – ૨
  • આ માનસ પટ ઉપર ધ્યાનથી મારા આ મહાન ગુણમાં પોતાની જાતને, આત્માને, બુદ્ધિને, મનને એકાગ્ર કરી ઓગાળી નાખનાર માણસ પોતે જ ભગવાન બની જાય છે.(૮)
  • એકવાર આવી ગતિ પામ્યા પછી તેનો સાર્વત્રિક વિજય થાય છે.(૯)
  • વિશ્વની કોઇપણ વસ્તુ મેળવવા તે શક્તિમાન બને છે.(૧0)
  • તેના તેજથી સમગ્ર ચૈતન્ય તેના ઉપર આકર્ષાય છે.(૧૧)
  • તેની વાણીમાં મારૂ સાત્વીક તેજ આવે છે.(૧૨)
  • દુનિયાના તમામ વિકારોથી તે ઉંચો આવી જાય છે.(૧૩)
  • તે જ્યાં હોય ત્યાં હંમેશ મંગલ થાય છે.(૧૪)
  • તે જ્યાં હોય ત્યાં સર્વત્ર આનંદ અને માત્ર આનંદ થાય છે.(૧૫)
  • તું ભગવાન શું કહેવાય તે સમજવા માંગતો હતો. ભગવાન તે મારો આ ઉચ્ચ ભાવ છે.(૧૬)
  • ફક્ત જ્ઞાનીઓ આ સમજી શકે છે. કારણ આ એક ઉચ્ચ માનસભાવ છે.(૧૭)
  • આ ભાવને સમજનાર મારો “સંદેશવાહક” પયગમ્બર બને છે.(૧૮)
  • મારા તમામ જે તે વખતના અન જે તે સ્થળના જરૂરી કામો હું તેના દ્વારા કરાવું છું.(૧૯)
  • પાના નંબર – ૩
  • મારૂં કામ પત્યા બાદ હું જ તેને મારા ખોળામાં ઓગાળું છું.(૨0)
  • મારા આ ઉચ્ચ ભાવને માનસ-પટ પર લાવી સમજનાર અને તેમાં પોતાનું તમામ ઓગાળનાર માણસ મૃત્યુ પામ્યા છતાં મૃત્યુ પામતો નથી.(૨૧)
  • તે માણસનું તે સ્વરૂપ ગમે તે રીતે આ પૃથ્વી ઉપર કાયમી થઇ જાય છે.(૨૨)
  • આનાથી ઉંચી અવસ્થા કોઇ નથી.(૨૩)
  • હું પણ મારા ઉચ્ચ ગુપ્ત ગુણને તાબે છું.(૨૪)
  • મારે વહેવા માટે હું મારી મરજીથી મારા ઉચ્ચ ગુણને તાબે છું.(૨૫)
  • તુ મારા મહાન ઉચ્ચગુણને માનસપટ પર લાવ.(૨૬)
  • તારા, મન, બુદ્ધિ અને આત્માને તેમાં ઓગાળ.(૨૭)
  • આમ ઓગાળવાથી તું મારા આ દિવ્યગુણમાં એકાકાર થઇ જઇશ.(૨૮)
  • આ પછી તારે કશું પામવું બાકી નહિ રહે.(૨૯)
  • તારા માનવચક્ષુ સમગ્ર વિશ્વને નિહાળી શકશે.(૩0)
  • આમાં ઓગળતા મનુષ્યો જ્યારે આ ભવમાંથી બહાર આવે છે. ત્યારે તરત જ વાસ્તવિક મર્યાદાઓ તેમને નડે છે.(૩૧)
  • આ ભાવને તેઓ અનુભવી શકે છે પણ વર્ણવી શકતા નથી.(૩૨)
  • પાના નંબર – ૪
  • તેમના વર્ણનમાં તેમની પોતાની મર્યાદાઓ આવી જાય છે.(૩૩)
  • આમ તેઓ પોતે સમજ્યા હોય છે, પણ સમજાવી શકતા નથી.(૩૪)
  • અને આથી જ તને ખ્યાલ આવશે કે મારો આ મહાન ગુપ્ત ભાવ ફક્ત સમજી શકાય છે, વર્ણવી શકતો નથી.(૩૫)
  • મારો આ ગુપ્ત મહાન ભાવ છે. જેને “ઇશ્વર”, “ગોડ”, “અલ્લાહ” તરીકે લોકો ઓળખે છે.(૩૬)
  • તેને યાદ કરવાથી “પ્રાર્થના કરવાથી” વિનંતી કરવાથી આ ભાવ તરત જ મદદે આવે છે.(૩૭)
  • સામાન્ય મનુષ્યને સામાન્ય બનાવો ઉપરથી લાગે કે મારો આ ભાવ કામ કરતો જ નથી.(૩૮)
  • પરંતુ તે તેમનું અજ્ઞાન છે. વાસ્તવમાં મારો આ ભાવ પોતે પોતાની રીતે વર્તે છે. અને જ્ઞાનીઓ જ્ઞાન ચક્ષુ વડે તે નિહાળે છે.
    (૩૯)
  • મારા આ ભાવમાં શ્રદ્ધા ધરાવનાર કદી નિરાશ થતો નથી.(૪0)
  • તેની હારમાં પણ તેની જીત હોય છે. (૪૧)
  • તું મારા આ મહાન ગુપ્ત ભાવમાં માનસિક રીતે મસ્ત થા.(૪૨)
  • હું તારું કલ્યાણ કરીશ.(૪૩)
  • તને મારામાં ઓગાળી દઇશ. મનુષ્ય માટે આનાથી ઉંચી કોઇ વસ્તુ પામવાની હોતી નથી.(૪૪)
  • પાના નંબર – ૫
  • “પરમ બ્રહ્મ” ને પામવાની અવસ્થા તે આ અવસ્થા છે.(૪૫)
  • તારુ કલ્યાણ થાઓ.(૪૬)
  • આટલું બોલી મા અદ્રશ્ય થઇ ગયા. (૪૭)
  • ભાનું માના આ ભાવમાં ડુબેલો જાગ્યો. (૪૮)
  • “મા”, “મા” કરતો તે લવારો કરવા લાગ્યો. (૪૯)
  • પછી તે એકદમ રડવા લાગ્યો.(૫0)
  • પ્રથમ અધ્યાય સમાપ્ત