અધ્યાય-૧૨ મુશ્કેલીઓ ઉકેલવાની રીત

પાના નંબર – ૯૯
 • ભાનુ બોલ્યાઃ
 • રામકૃષ્ણ બ્રહ્મનારાયણ આ સંસારમાં જીવન વહાવતા કેવી રીતે જીવવું? ડગલે ને પગલે અનેક પ્રશ્નો મુશ્કેલીઓ આવે. આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા શું કરવું જોઇએ?(૧)
 • રામકૃષ્ણ બોલ્યાઃ
 • બેટા માનસને તૈયાર કરવું પડે. પ્રથમ તો ઇશ્વર પરની અડગ શ્રદ્ધા રાખવી જોઇએ.(૨)
 • પ્રથમ તું તારા શરીરનો વિચાર કર. તેની અંદર પ્રભુએ ગોઠવેલ તમામ વ્યવસ્થાનો વિચાર કર.(૩)
 • શરીરની અંદરના અવયવો અને તેની કામ કરવાની રીત તેનો અભ્યાસ કરવાથી ખ્યાલ આવે છે કે ખૂબ જ વ્યવસ્થિત રીતે ઇશ્વરે શરીરની રચના કરી છે. (૪)
 • તમો જાણતા ન હતા ત્યારે પણ અંદરના અવયવો આ રીતે જ કામ કરતાં હતા.(૫)
 • શરીરની બહારની વ્યવસ્થા નિહાળ. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો નિયમબદ્ધ રીતે ચાલી રહ્યા છે. (૬)
 • પાના નંબર – ૧00
 • આ બધું નિહાળવાથી એક વસ્તુ માનસમાં સ્પષ્ટ થશે એક વ્યવસ્થિત યોજનાના તમે સભ્ય છો.(૭)
 • તમો પહેલા અવ્યક્ત હતા, અત્યારે વ્યકત થયા છે. આ વ્યક્ત અવસ્થા કોઇ હેતુસર ઇશ્વરે પેદા કરી છે. (૮)
 • પ્રકૃતિની તમામ વ્યવસ્થા તમો નોંધ લો કે ના લો કામ કરી રહી છે. (૯)
 • તમારે પણ કામ કરવાનું છે. (૧0)
 • શરીરની કામ કરવાની રીત જ એવી ગોઠવી છે કે મનુષ્યને સતત કાર્યશીલ રહેવું પડે.(૧૧)
 • શરીરની ભૂખ લાગે આ માટે ખોરાક જોઇએ. વળી, શરીરમાં એકસામટું ભરી ના શકાય. આથી ખોરાક માટેની વ્યવસ્થાની જરૂર પડે. (૧૨)
 • શરીરને પ્રકાશ, હવા, પાણી જોઇએ. આથી આ વ્યવસ્થાની જરૂર પડે. (૧૩)
 • શરીરને ઉત્સર્ગ કરવા જોઇએ. આથી તે વ્યવસ્થાની જરૂર પડે.(૧૪)
 • શરીરની આ વ્યવસ્થિત જરૂરિયાતો માટે વ્યવસ્થિત આયોજન તરફ મનુષ્યને પ્રકૃતિ લઇ જઇ રહી છે. (૧૫)
 • પાના નંબર – ૧0૧
 • આ વ્યવસ્થિત આયોજનને વ્યવસ્તિતતા તરફ આગળ વધારવા માટે દરેક મનુષ્યએ પોતાનો ફાળો આપવો જોઇએ.(૧૬)
 • પ્રકૃતિના નિયમોમાં રહી, પ્રકૃતિની શક્તિઓનો મનુષ્યનાં કલ્યાણ માટે ઉપયોગ કરવાના કાર્યમાં મનુષ્યએ પ્રવૃતિશીલરહેવું જોઇએ.(૧૭)
 • મનુષ્યના સમુહો મળી સમાજ થાય અને સમાજોના સમુહ મળી રાષ્ટ્ર થાય.(૧૮)
 • રાષ્ટ્રને જુઓ તો મનુષ્યો આવે અને જાય પણ દરેક સમયે તેમાં બાળકો, જુવાનો, વૃદ્ધો હોય છે, તે જીવન જીવી રહ્યા હોય છે. (૧૯)
 • રાષ્ટ્રનું આ રીતે દેખાતું બાળકો, જુવાનો તેમજ વૃદ્ધોનું જીવન મુશ્કેલી વગરનું થાય તે જોવાની રાષ્ટ્રની ફરજ છે.(૨0)
 • આ સમાજના ભૂતકાળ તરફ દ્રષ્ટિ કરો તો મનુષ્ય અનેક મુશ્કેલીઓનો સામનો કરતો આવ્યો છે. પ્રકૃતિની અનેકવિધ શક્તિઓના જ્ઞાનના અભાવને કારણે અનેકવિધ મુશ્કેલીઓ વેઠી.(૨૧)
 • પ્રકૃતિની શક્તિઓને ઓળખી તેના નિયમો જાણી અને તેને વ્યવસ્થિત ગોઠવી મનુષ્ય તેજ પ્રકૃતિ પાસેથી વિવિધ સેવાઓ લેવા લાગ્યો. (૨૨)
 • પાના નંબર – ૧0૨
 • આમ રસ્તા, વાહન, સંદેશાવ્યવહાર, વગેરેમાં મનુષ્ય ભૂતકાળના મુકાબલે ખૂબ આગળ વધ્યો છે, તે પ્રતીત થાય છે. આમ પ્રકૃત્તિ સમગ્ર “મનુષ્યત્વ”ને આગળ વધારી રહી છે અને તેના જીવન દરમિયાન ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડે તેવા રસ્તે પ્રકૃતિ જાણે આંગળી પકડી મનુષ્યને લઇ જઇ રહી છે.(૨૩)
 • “એકત્વ” તરફ “મનુષ્યત્વ” લઇ જવા માટે જાણે પ્રકૃતિ મહાન પ્રયાસ કરી રહી હોય તેમ લાગે છે.(૨૪)
 • પ્રકૃતિના આ પ્રયાસમાં સહાયભૂત થવાનો દરેક મનુષ્યએ યત્ન કરવો જોઇએ.(૨૫)
 • દરેક મનુષ્યોમાં આગળ કહ્યું તેમ ભાવોથી મનને અને તેવા મનથી બુદ્ધિને ચલાવતાં મનુષ્યો હોય છે. આવા મનુષ્યો પ્રકૃતિની આ મહાન વ્યવસ્થાને જોઇ શકતા નથી.(૨૬)
 • ઘણીવાર તો મનુષ્યો પોતે કર્તા હોય તેમ વર્તે છે. તેમની બુદ્ધિ ભુતકાળમાં થયેલા ઇતિહાસને જોઇ શકતી નથી. અને તે પ્રકૃતિની આ વ્યવસ્થિત આગેકદમમાં અડચણરૂપ થાય છે.(૨૭)
 • તેવા મનુષ્યો મનુષ્ય જીવન માટે દુઃખ અને માત્ર દુઃખ ઉત્પન્ન કરે છે. પ્રકૃતિ આવા મનુષ્યોનો નાશ કરે છે. (૨૮)
 • આથી જ દરેક રાષ્ટ્રે પોતાના સમાજમાં “મનુષ્યત્વ” ના કલ્યાણમાં માનતા મનુષ્ય ઘડવા જોઇએ. આ માટે મનુષ્યને બાળપણથી જ્ઞાન આપવુ જોઇએ. (૨૯)
 • આમાં “નિર્બળતા” થી નહિ પણ “શક્તિ” થી પ્રકૃતિના આવા કલ્યાણકારી રસ્તાથી વિરુદ્ધ જતાં મનુષ્યોને “કલ્યાણકારી” રસ્તે વાળવા જોઇએ.(૩0)
 • પાના નંબર – ૧0૩
 • આવા શક્તિશાળી અને મનુષ્યના કલ્યાણકારી રસ્તે આગળ જવાનાં પ્રકૃતિનાં કાર્યને મદદ કરતાં રાષ્ટ્રો બનાવવામાં પ્રકૃતિ ક્રિયાશીલ છે. (૩૧)
 • આમ “શક્તિશાળી” હોવું અને “કલ્યાણકારી” હોવું એવી વિશિષ્ટ પ્રકારની સ્થિતિ તરફની દિશામાં લઇ જવા પ્રકૃતિ પ્રયાસ કરી રહી છે. (૩૨)
 • આટલી પ્રાથમિક સમજ આપી તારા પ્રશ્નના જવાબ ઉપર આવું છું. (૩૩)
 • જીવનને એવુ વ્યવસ્થિત ગોઠવવું જોઇએ કે ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડે. (૩૪)
 • આમ છતાં મુશ્કેલીઓ આવે તો તેને રડતાં રડતા નહિ પરંતુ તે પ્રકૃતિ દત્ત છે તેમ સમજી હસતા હસતા સ્વીકાર કરવો. (૩૫)
 • આપણો જીવનકાળ નિશ્ચિત છે. તેમ માની દરેક પળે પળ ખૂબ જ કિંમતી છે તેમ સમજવું.(૩૬)
 • પળે પળનો ઉપયોગ કરવો અને પ્રકૃતિદત્ત જે સ્થિતિ મળી હોય તેનાથી વિકાસના માર્ગે વળવાનો પ્રયત્ન કરવો.(૩૭)
 • પળે પળ એવું ધ્યાન રાખવું કે આપણા હાથ, પગ, બુદ્ધિ કોઇપણ રીતે આખાં મનુષ્યજીવનના પ્રવાહને અંતરાયરૂપ થવાનું કાર્ય નથી કરતો ને? (૩૮)
 • પાના નંબર – ૧0૪
 • આપણાથી શક્ય હોય તો ત્યાં જેટલું જીવનને “મનુષ્યત્વ” ના કલ્યાણના માર્ગે વાળવું કારણ કે પ્રકૃતિનો આ મૂળભૂત અભિગમ છે.(૩૯)
 • પ્રકૃતિને “મનુષ્ય” ની જાતિ, પ્રદેશ, ધર્મ વગેરેનું મહત્વ નથી. પ્રકૃતિને બસ “મનુષ્યત્વ” નું મહત્વ છે તે મૂળભૂત સિદ્ધાંત ખ્યાલ રાખી જીવનને ગોઠવવું.(૪0)
 • “આપણે નિર્બળ છીએ” “આપણે આવું કલ્યાણકારી કામ ન કરી શકીએ” આવા ખ્યાલો ફેંકી દેવા જોઇએ. “આપણે પ્રકૃતિના મહાન પ્રવાહનું તેજસ્વી મનુષ્યબિંદુ છીએ અને પ્રકૃતિએ તેનાં વિશિષ્ટ કાર્યો માટે આપણને ઉત્પન્ન કર્યા છે.” એમ વિચારી હરહંમેશ હરેક પળ કામ કરતાં રહેવું જોઇએ. (૪૧)
 • પ્રકૃતિને મન “તારા નાના કાર્યનું પણ મહત્વ છે.” પ્રકૃતિએ બીજા માનવબિંદુને મદદ કરવા તારા જીવનના આ બિંદુએ તને મુક્યો છે.(૪૨)
 • મુશ્કેલીઓથી ડરી જનાર માણસ મુશ્કેલીઓની અંદરથી બહાર નીકળી શકતો નથી. આવી પડેલી સ્થિતિને પ્રકૃતિદત્ત ગણી મહાન હિંમતથી પ્રયત્ન કરવો જોઇએ.(૪૩)
 • તારા પ્રયત્નોનું પરીણામ આપવું ઇશ્વરાધિન છે એમ સમજવું. (૪૪)
 • તારે ફક્ત આ રીતે કામ કરવાનુ છે. “પરિણામો” ઇશ્વરાધિન છે એમ સમજી “કાર્ય કરવાનો તારો અધિકાર” કલ્યાણકારી માર્ગે વાપરવાનો છે. (૪૫)
 • પાના નંબર – ૧0૫
 • પ્રકૃતિના નવા નવા નિયમો જાણી મનુષ્યત્વના કલ્યાણને માર્ગે તેનો ઉપયોગ કરવાનો છે.(૪૬)
 • તારે ફક્ત તારી મુશ્કેલી જોવાની નથી, તારે સમગ્ર મનુષ્યત્વની મુશ્કેલીઓ જોવાની છે અને તે ઉકેલવા તારે તારો યોગ્ય ફાળો એટલે કે યોગદાન આપવાનું છે. (૪૭)
 • તારે તારા જીવનને તારે માટે વાપરવું પડશે પરંતુ સાથે સથે આ જીવન સમગ્ર મનુષ્યત્વના કલ્યાણને માર્ગે વાપરવું.(૪૮)
 • મુશ્કેલીમાં પણ સતત માનસિક જાગ્રત અવસ્થા રહે તેનો ખ્યાલ રાખવો.(૪૯)
 • ગમે તેવી મુશ્કેલી આવી હોય તેને ઇશ્વરદત્ત સમજી અને હિંમતથી સામના કરો તો તે મુશ્કેલી આપોઆપ ઉકલી જાય છે.(૫0)
 • આમાં પણ જે તે સમયની આપણી પોતાની પ્રકૃતિદત્ત સ્થિતિ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.(૫૧)
 • આ પ્રકૃતિદત્ત સ્થિતિ આપણી પોતાની આળસ, આપણી પોતાની ભૂલો, આપણી પોતાની નિષ્કાળજીથી ઉત્પન્ન નથી થઇને તેનો અભ્યાસ કરવો જોઇએ.(૫૨)
 • તારી સ્થિતિ જન્મ વખતે પ્રકૃતિદત્ત હોય છે. પછીથી તારા જીવન પ્રવાહને વહાવવા પ્રકૃતિએ તને છૂટું મેદાન આપેલું છે. તેની ચર્ચા મેં આગળ કરેલી છે. (૫૩)
 • પાના નંબર – ૧0૬
 • આ છૂટા મેદાનમાં તું તારી જાતે તારા માટે મુશ્કેલીઓ પેદા ન કરે તે તારે જોવાનું છે.(૫૪)
 • તારી મુશ્કેલીઓ ઉકેલવામાં તારે કાળજી રાખવાની છે કે તારા ક્ષણિક લાભ માટે તું સમગ્ર મનુષ્યત્વના વહેતાં પ્રવાહને અવરોધ તો પેદા નથી કરતો ને?(૫૫)
 • પ્રકૃતિદત્ત મુશ્કેલીઓ સહન કરવી જ પડે છે.(૫૬)
 • આ સહન કરવામાં રડતા રડતા નહિ પરંતુ હસતાં હસતાં સહન કરવાથી મુશ્કેલીનું વજન આપોઆપ ઓછું થઇ જશે.(૫૭)
 • મુશ્કેલીઓ અને પ્રશ્નોમાં તમારી ઇશ્વર પરની શ્રદ્ધા અને તે મુશ્કેલીઓ ઉકેલવા તમારો માનવપ્રયત્ન સફળતાના શિખરો સર કરવામાં અગત્યનો ફાળો આપે છે.(૫૮)
 • મુશ્કેલીઓ ઉકેલવામાં એ ખાસ ધ્યાન રાખવું કે તમો “ક્ષણિક રાહત” મેળવી “મોટી મુશ્કલી” ને નિમંત્રણ નથી આપતાને?(૫૯)
 • “મુશ્કેલી” ઉકેલવામાં એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે આપણી નાની મુશ્કેલી ઉકેલવામાં આપણે બીજા મનુષ્ય માટે મોટી મુશ્કેલી ઉભી નથી કરતા ને?(૬0)
 • તું માનવપ્રવાહનું બિંદુ છે. તું પ્રકૃતિથી ઉત્પન્ન થયો છું. તારે વહેવાનું જ છે. તારી મુશ્કેલીઓ તારી જ છે તેને તારે જ ઉકેલવાની છે. આ મુશ્કેલી ઉકેલવામાં બીજા માનવબિંદુને ઓછામાં ઓછી મુશ્કેલી પડે, સમગ્ર માનવ-પ્રવાહને ઓછામાં
 • પાના નંબર – ૧0૭
 • ઓછો અવરોધ પેદા થાય તે રીતે નીડરપણે હિંમતથી મુશ્કેલી ઉકેલતો અને સહન કરતો મનુષ્ય શ્રેષ્ઠ મનુષ્ય છે.(૬૧)
 • તારા પ્રશ્નોનો ઉત્તર તને મળી ગયો ને? જ્ઞાનની આંખ ઉઘાડીશ એટલે તમામ મુશ્કેલીઓ અને પ્રશ્નો આપોઆપ ઉકેલાઇ જશે. (૬૨)
 • પ્રકૃતિને મનુષ્યત્વને આગળ લઇ જવામાં રસ છે. તેનું કલ્યાણ કરવામાં રસ છે, મનુષ્ય પ્રકૃતિને વધુમાં વધુ જાણે તેમાં રસ છે. (૬૩)
 • પોતાના નિયમોમાં પ્રકૃતિ “નિષ્ઠુર” છે. તારા નિડર અને હિંમતબાજ પ્રયત્નોમાં સમગ્રતયા કલ્યાણ કરતાં કાર્યોમાં પ્રકૃતિની સાથે છે જ અને તે તારૂં કલ્યાણ જ કરશે. તું વિશ્વાસ રાખ, શ્રદ્ધા રાખ.(૬૪)
 • તારા ઉપર પ્રકૃતિનાં કલ્યાણકારી આર્શીવાદ ઉતરો એવા આર્શીવાદ આપું છું. (૬૫)
 • અધ્યાય ૧૨ મો સંપૂર્ણ