પાના નંબર – ૧૨૨
ભાનુ બોલ્યાઃઓ તેજપૂંજ બ્રહ્મસ્વરૂપ રામકૃષ્ણ, કર્મ કેવી રીતે કરવું? પ્રકૃતિદત્ત સ્થિતિ અને માનવસર્જીત સ્થિતિ વચ્ચે ભેદ શું? દેવા, મારા જીવનના રસ્તા ઉપર આપ પ્રકાશ ફેંકો એટલે હું સરળ રીતે ચાલી શકું.(૧)રામકૃષ્ણ બોલ્યા:બેટા,તને આગળ સમજાવ્યું કે જીવનની હરેક ક્ષણે મનુષ્યે કર્મ કરવું પડે છે. આ કર્મના પરિણામો હોય છે. દરેક ક્ષણની મનુષ્યની સ્થિતિ તેના અગાઉના કર્મોના પરિણામો સ્વરૂપે પ્રકૃતિ દ્વારા મળેલી સ્થિતિ છે. તે બિંદુ ઉપરની સ્થિતિ સ્વીકારવી જ પડે છે.(૨)આમ તમારા જન્મ વખતે મળેલી સ્થિતિ તમોને પ્રકૃતિદત્ત સ્થિતિ છે. (૩)તારા જન્મ વખતે તને મળેલ સામાજીક, આર્થિક, શારીરિક, માનસિક સ્થિતિ, તે વખતના તારા સમાજની સ્થિતિ, તારા રાષ્ટ્રની સ્થિતિ અને સમગ્ર વિશ્વની સ્થિતિ તે પ્રકૃતિદત્ત સ્થિતિ છે જે સ્વીકારવી પડે છે.(૪)પાના નંબર – ૧૨૩
તારે ૪.૦૦ વાગે ગાડી પકડવાની છે તો તારે તે પ્રમાણે તૈયાર થઇ સ્ટેશન પહોંચવું પડે. તો તે કર્મના ફળો તારે ભોગવવા પડે. તે તારા કર્મનું ફળ છે. તે તારી જાતે નિર્માણ કરેલ છે.(૫)તું સ્ટેશન જતો હોય, અને તારી રીક્ષા ઉંધી પડે તને વાગે અને દવાખાનામાં બેભાન અવસ્થામાં દાખલ થાય અને સ્ટેશન ના જઇ શકે તે પ્રકૃતિદત્ત પરિણામ છે અને તે પણ તારા પૂર્વજન્મ કે આ જન્મના કોઇ કર્મનું ફળ છે.(૬)આમ તું અંદરથી જાગ્રત થઇ તારા જીવનના રસ્તા ઉપર ચાલીશ એટલે તારે કર્મ કઇ રીતે કરવા તેની તને સમજણ પડશે.(૭)અગાઉ થઇ ગયેલા કર્મોના પરિણામો આવવાના જ છે અને તે મુજબનું તારૂં જીવન તને મળવાનું છે કારણ કે પ્રકૃતિનું સુપર કમ્પ્યુટર તરત જ હિસાબો મુકી તને પરિણામ આપવાનું છે.(૮)આમ પ્રત્યેક ભવિષ્યની ક્ષણની સ્થિતિ ઘડવા વર્તમાન ક્ષણ ખૂબ જ મહત્વની છે. આ ક્ષણે ભૂતકાળ માટે શોક કરવાનો કંઇ અર્થ નથી અને જ્ઞાની પુરૂષો આવો શોક કરતા નથી.(૯)આ વર્તમાન ક્ષણને મહાન બનાવવી તારા હાથમાં છે.આ ક્ષણ ભૂતકાળનો શોક કરવામાં ના જતી રહે તે તારે ધ્યાન રાખવાનું છે. (૧0)વર્તમાન ક્ષણે તારે કોઇપણ ભાવના તાબે થયા વગર જ્ઞાનચક્ષુ વડે નિહાળી તે મુજબ કાર્ય કરવાનું છે.(૧૧)પાના નંબર – ૧૨૪
તારે તારા બાળક માટે ફી ભરાવવાની હોય અને તારી પાસે ફક્ત ફીના પૈસા જ હોય અને સાધુ આવે અને તને મોહ છોડવાનો આદેશ આપે અને તને દાન દેવાનું જણાવે અને કહે કે તે દ્વારા તારૂં આત્મકલ્યાણ થશે તને સ્વર્ગ મળશે. અન તે સુખની લાલચમાં તુ ફી ન ભરે અને સાધુને (૧૨)તારી ફરજ તે વખતે તારા બાળકની ફી ભરવાની છે.(૧૩)આનો અર્થ એવો નથી થતો કે સાધુને દાન ન આપવું દરેક મનુષ્યએ પોતાની સંપત્તિમાંથી યથાયોગ્ય દાન કરવું જોઇએ. પ્રકૃતિનાં ચાલતાં મહાન પ્રયત્નમાં ભાગીદાર થવું જોઇએ.(૧૪)પ્રકૃતિ મનુષ્યને આધ્યાત્મિક જ્ઞાન આપવા સાધુઓને શિક્ષણ આપવા શિક્ષણ સંસ્થાઓને પ્રકૃતિના નિયમો જણાવવા વૈજ્ઞાનિકોને બનાવી રહી છે અને આમાં પોતાની પાસે યથાયોગ્ય સંપત્તિ હોય તેમાંથી યથા યોગ્ય દાન કરવાની એટલે કે ફાળો આપવાની મનુષ્યની ફરજ છે.(૧૫)તું ઉંધુ ના સમજે એટલે તને સ્પષ્ટતાથી અને વિસ્તારથી સમજાવું છું.(૧૬)પાના નંબર – ૧૨૫
તારા માટે દવાઓ બનાવનારા અને વેચનારા આપ્યા છે. તારે તારી યોગ્ય બુદ્ધિ વડે તારા શરીર માટે યોગ્ય દવા તારી આર્થિક સ્થિતિ મુજબ કરાવવી પડે.(૧૭)આ દવા ના કરાવ અને પીડા ભોગવ તે તારા કર્મનું ફળ છે.(૧૮)તું ખૂબ સીગારેટ પીવે અને તને ટી.બી. થાય તે તારા આ જન્મના કર્મનું ફળ છે અને માટે તું જવાબદાર છે. પરંતુ તું કોઇ ટેવ વગર રહેતો હોય, ધ્યાન રાખતો હોય છતાં ટી.બી. થાય તો તે તારા પૂર્વજન્મના કર્મનું ફળ છે જે પ્રકૃતિદત્ત છે.(૧૯)આના ઉપરથી ઘણાં કહે છે “થવાનું હોય તે થાય” તે દલીલ બરાબર નથી. (૨0)પ્રકૃતિએ તમારા હાથમાં મુકેલી ક્ષણને ખૂબ જ સમજપૂર્વક, જ્ઞાનચક્ષુ ખુલ્લાં રાખીને સારૂ બે તેવી સ્થિતિમાં જવાય તે રીતે ઉપયોગ કરવો જોઇએ. (૨૧)આવા અનેક દાખલાઓ આપી શકાય અને તે દ્વારા સમજી શકાય. આમ તારા પાસે જે ક્ષણ પડી છે તે ક્ષણનો તારે ઉત્તમ ઉપયોગ કરવાનો છે.(૨૨)તારી માનસચક્ષુની દ્રષ્ટિ તારે કેળવવાની છે. આ દ્રષ્ટિથી જોઇશ તો તને લાગશે અહા! પ્રકૃતિએ તારે માટે કેટલી બધી સેવાઓ(૨૩)પાના નંબર – ૧૨૬
આ દ્રષિટએ આગળ વિચારીશ એટલે તને તું ઉભેલો છું તે બિંદુએ શું કામ કરવું તેની આપોઆપ ખબર પડશે.(૨૪)તું એન્જીન ડ્રાઇવર છે. ગાડી ચલાવી રહ્યો છું. તે વખતે તારે વિચારવું જોઇએ કે માનવ પ્રવાહની સેવા માટે પ્રકૃતિએ તારૂં નિર્માણ કર્યું છે અને તે વખતે તારા દ્વારા તારી નિષ્કાળજી, આળસ, બેધ્યાનપણામાં આ સેવામાં કંઇ તકલીફ ઉભી ના થાય તે જોવાની તારી ફરજ છે.(૨૫)આ વખતે તું તારી સેવાઓ મારફતે બીજી સેવાઓ વડે જોડાયેલું છું અને તે બધી સેવાઓના પરીપાકરૂપે માનવપ્રવાહને રેલ્વેની સેવાઓ મળે છે. (૨૬)આ સેવાઓમાં તું તારી જાતને એક અંકોડા સ્વરૂપ સમજ. તારી ઉચ્ચેતમ સેવાઓ આપ. પ્રકૃતિ તારી પાસે આ જ ઇચ્છે છે.(૨૭)આ રીતે કરેલી સેવાઓ ઇશ્વરની ઉપાસના જ છે.(૨૮)એન્જિન પાટા ઉપર ચાલુ હોય અને તું ભજન કરવા બેસી જાય અને એવું માને કે “ઇશ્વર સાંભળશે” તો તે ખોટી માન્યતા છે. આ પળે તું જ પ્રભુનો મુકેલો પ્રતિનિધી છું. તારે તે સેવા કરવાની છે. આ સેવા કરવામાં તારૂં તમામ બુદ્ધિ ચાતુર્ય, શારીરિક શક્તિ અને વિવેક બુધ્ધિ વાપરવાની તારી ફરજ છે.(૨૯)આમ દરેક પળે દરેક પળના સંદર્ભમાં તારો નિર્ણય લેવાનો છે. આ પળનું માહાત્મય છે. તેનો ઉપયોગ કરવાનો છે. પ્રકૃતિદત્તપાના નંબર – ૧૨૭
સ્થિતિ, સંજોગ, સમય પ્રમાણે આ પળનો શ્રેષ્ઠતમ ઉપયોગ તારા હાથમાં છે. (૩0)પ્રકૃતિ કશું પોતાના માથે રાખતી નથી. તેના અડ્ગ નિયમોમાં તે જડ માફક વર્તી રહી છે. તેના હૃદયમાં અપાર કૃપા ભરી છે. આ બે વરોધાભાસી સ્થિતિ તારે સમજવાની છે.(૩૧)તું પ્રકૃતિની ચાલને સમજી તે મુજબ કાર્ય કરીશ એટલે પ્રકૃતિ તેની કરૂણા વડે તને ખૂબ જ મદદ કરશે.(૩૨)આ બધી વાતોથી તને ખ્યાલ આવશે કે “દરેક પળનો નિર્ણય તારે અને માત્ર તારે કરવાનો છે.” આ અધિકાર તારો છે. પ્રકૃતિ દ્રષ્ટા છે. તેનું સુપર કોમ્પ્યુટર હર પળ ચાલુ જ છે. તારા કર્મના ફળો મળવાના જ છે. (૩૩)તારે ઇશ્વરની પરની અડ્ગ શ્રદ્ધા રાખવાની છે. આ શ્રદ્ધા અંધશ્રદ્ધા ના બને તે તારે જ જોવાનું છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી રેખા છે. બુદ્ધિના ઉપયોગથી તારે અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું છે અને ઇશ્વરની શ્રદ્ધા અડ્ગ બનાવવાની છે. (૩૪)આ કાર્ય થોડું કઠીન છે પણ મુશ્કેલ નથી. જ્ઞાન અને બુદ્ધિથી આ સ્થિતિ લાવી શકાય છે.(૩૫)આ માટે તારે તારા જીવનને એવી રીતે ગોઠવવું જોઇએ કે તારી દ્રષ્ટિ ઇશ્વર તરફ રહે.(૩૬)પાના નંબર – ૧૨૮
દરરોજના સમયમાં ઇશ્વર માટેનો સમય ફાળવવો જોઇએ. દિનચર્યા જ એવી ગોઠવવી જોઇએ કે દિવસનો અમુક સમય ઇશ્વરનાં ધ્યાન માટેનો રહે.(૩૭)સવારનો સમય ઇશ્વર માટે શ્રેષ્ઠ સમય છે. આ સમયમાં ઇશ્વરનું ધ્યાન, મંત્રજાપ કરવા જોઇએ. આપણે તેમનું બનાવેલું બાળક છીએ. તેમ માની “મા” પાસે બાળક લાડ કરે તેમ મન, બુદ્ધિ એકાગ્ર કરી પ્રભુ પાસે લાડ કરવા જોઇએ.(૩૮)તમારો નોકરી કે સેવાનો સમય સવારનો હોય તો તે માટે શોક કરવાની જરૂર નથી. તમો ઘરે આવો ત્યારે તમારે આ સમય ફાળવવો જોઇએ.(૩૯)આ માટે રોજની પ્રાર્થનાનો નિયમ લેવો જોઇએ. રોજની પ્રાર્થના બને તેટલી ટૂંકી રાખવી, કારણ કે લાંબી પૂજાનો નિયમ લેવાથી અને તે માટે સમયની અનુકૂળતા ન હોવાથી મનુષ્ય ઇશ્વર-પૂજા જ કરતો નથી. આના બદલે સમજી વિચારી દરરોજની નાની પૂજાનો નિયમ લઇ તેઅડ્ગ રીતે પાળી ઇશ્વર તરફની ગતિ રાખવી.(૪0)આનો અર્થ એવો નથી કે ટૂંકી અને નાની જ ઇશ્વર સેવા કરવી. સમય મળે તે દિવસે વધારે સમય ઇશ્વર માટે કાઢવો.(૪૧)ઇશ્વરની ભક્તિ, ધ્યાન અને પૂજાથી જ ઇશ્વર તરફની સમજ આવે છે અને તે દ્વારા જ ઉર્ધ્વ ગતિ થાય છે. કારણ કે ઇશ્વરનું ધ્યાન અને ભક્તિ કરનારા તરફ ઇશ્વર કરૂણાથી દ્રષ્ટિ જુએ છે.(૪૨)પાના નંબર – ૧૨૯
આ એક વૈજ્ઞાનિક સત્ય છે. આ એક અનુભવવાની વાત છે. (૪૩)તમારા વાર્ષિક જીવનને પણ તમારે નજર સમક્ષ રાખવું જોઇએ. અને તેમાંથી અઠવાડિયું, પંદર દિવસ કે મહિનો ઇશ્વર માટે પસંદ કરવો જોઇએ. અને તે સમયમાં દુન્યવી વસ્તુઓમાંથી મન લઇ ઇશ્વર તરફની ભક્તિ, મંત્રજાપ ધ્યાન કરવા જોઇએ.(૪૪)તમારે તમારી સ્થિતિનું અવલોકન કરી તે મુજબના જીવનનું આયોજન કરવું જોઇએ. આમ કરવાથી તમારી અંદરનો ધીરેધીરે વિકાસ થાય અને ઇશ્વર તરફનો પ્રકાશ આપોઆપ તમને મળે.(૪૫)દરેક ધર્મમાં આ ગોઠવણ છે જ શ્રાવણ માસ, નવરાત્રિ, પર્યુષણ, રમઝાન માસ, નાતાલ આ બધા વાર્ષિક રીતે ગોઠવાયેલા છે. જીવનમાં મનુષ્યની દ્રષ્ટિ ભૌતિક માયા તરફ જ હોય છે. આ ભૌતિક માયામાંથી મનને ઇશ્વર તરફ વાળવા માટે આવી વાર્ષિક ઉપાસનાનો સમય દરેક ધર્મે રાખ્યો હોય છે. તું પણ વાર્ષિક રીતે આવો સમય નક્કી કરે તે રીતે તે સમયમાં ઇશ્વરની પૂજા અને ભક્તિ કર.(૪૬)તારા કર્મના ફળની આશા રાખ્યા વગર ફક્ત કર્મ તરફ જ દ્રષ્ટિ રાખ. પ્રકૃતિના મહાન સૂપર કોમ્પ્યુટરમાં તને તેના આપોઆપ આવતા પરિણામો મળવાના જ છે.(૪૭)તારા જીવન માટે તારે પ્રકૃતિ દ્વારા ચાલતી સેવાઓ લેવી પડે છે. આમ તો પહેલી નજરે એમ લાગે છે કે રેલ્વે, ઇલેક્ટ્રીક, સંદેશાવ્યવહાર,પાના નંબર – ૧૩0
ટેલીવીઝન, પાણી, ગેસ વગેરેનું મનુષ્યો દ્વારા સંચાલન છે. પરંતુ તારે એવી ભૂલ ન કરવી જોઇએ. પ્રકૃતિની મહાન ચાલથી આ સેવાઓ ચાલે છે. તું તેનો ઉપભોગ કરે છે તેમ બુદ્ધિથી વિચારવું જોઇએ.(૪૮)આ સેવાઓનો તું ઉપભોગ કરે છે માટે તારે આ સમાજને તારી આવડતના પ્રમાણમાં સેવાઓ આપવી જોઇએ.(૪૯)ફક્ત સેવાઓ લેવાનો આશ્રય રાખી જીવન જીવવાનો કંઇ અર્થ નથી. (૫0)સાધુ જીવન જીવતાં હોઇએ તો ઇશ્વરનું જ્ઞાન ફેલાવવાનું કામ ગામડે ગામડે ફરીને કરવું જોઇએ.(૫૧)ફક્ત પોતાના આત્મ કલ્યાણ માટે ઇશ્વરની ઉપાસના કરનાર અને સમાજ તરફથી સેવાઓ લેનાર સાધુ પ્રકૃતિનો દેવાદાર બને છે.(૫૨)તમામ સેવાઓ પ્રકૃતિ તરફથી મળે છે અને તેના બદલામાં સેવાઓ આપવાની છે આવો અભિગમ પ્રકૃતિ ઇચ્છે છે.(૫૩)ઘણા એવા હોય છે કે આવી સેવાઓ લે અને તેનો ઉપયોગ પ્રકૃતિથી ચાલતા માનવ વહેણને અવરોધવા વાપરે. તેઓ એવું વિચારે કે તેઓ આ મારફત ઇશ્વરનું કામ કરે છે. આવી અંધશ્રદ્ધા માનવને શેતાન બનાવે છે. ઇશ્વરને તો માનવના ઉત્થાન સિવાય કશામાં રસ નથી. માનવ ઉત્પન્ન થયો ત્યારથી આજના માનવ સુધીનો ઇતિહાસ જોઇએ એટલે પ્રકૃતિની આ ચાલ સ્પષ્ટ થાય છે.(૫૪)પાના નંબર – ૧૩૧
અરે, પ્રકૃતિ તો પોતાના ગુપ્ત નિયમો સાવધાનીપૂર્વક મનુષ્યના હાથમાં મુકી રહી છે.(૫૫)આથી જ આપણા હાથ, પગ, બુદ્ધિ અને શરીર મનુષ્ય વહેણમાં ખલેલ ના પહોંચાડે તેનું સતત ધ્યાન રાખવું.(૫૬)પોતે બીજા મનુષ્યથી જુદો છે. આવી માન્યતાના બદલે બધા મનુષ્યોમાં “મનુષ્યત્વ” રહેલું છે”. આ”મનુષ્યત્વ” નાં એકત્વ ના ખ્યાલને વિકસાવી “મનુષ્યત્વ” ના કલ્યાણના માર્ગમાં સહાયરૂપ થવાનો ઇશ્વરી આદેશ છે.(૫૭)પ્રકૃતિની આ ચાલને બરાબર સમજવી. તારી જાતને પણ આ “મનુષ્યત્વ” ના એકત્વ ના કલ્યાણકારી માર્ગે વાળવી. (૫૮)ઇશ્વરે એવી સ્થિતિ લાવી મૂકી છે કે દરેક મનુષ્યે બીજા મનુષ્યની સેવાઓ લેવી જ પડે. કયો મનુષ્ય તમારી પાસે આવતી સેવાઓ આપી રહ્યો છે તેની ખબર જ ના પડે. આવી સેવાઓ ઇશ્વર દ્વારા તમને મળે છે અને તે જે મનુષ્યો દ્વારા આવે છે તે ઇશ્વરના પ્રતિનધિઓ છે. તમો પણ સેવાઓ આપો અને તમો ઇશ્વરનાં પ્રતિનિધિ છો તેવું સમજો અને આવી સેવાઓની ઉચ્ચતમ સપાટીની સેવાઓ આપો.(૫૯)તને ‘વિશ્વસંગીત’ માં દરેક કર્મ સાત્વિકગુણ, રજોગુણ અને તમોગુણવાળું હોય છે તે વિસ્તારપૂર્વક જણાવ્યું છે અને દરેક કર્મમાં આ ગુણોની મિશ્રિતા સમજાવી છે. (૬0)પાના નંબર – ૧૩૨
તારું દરેક કર્મ “સાત્વિકગુણ” ની મહતમ છાપવાળું બને તેમ દરેક કર્મ કરવા જોઇએ.(૬૧)આવી ટેવ પાડવાથી શરીરની અંદર પણ સાત્વિકતાના ગુણો વિકસે છે.(૬૨)આ ગુણો વિકસવાથી ઇશ્વર તરફની માનસિક ગતિમાં વધારો થાય છે.(૬૩)દરેક કર્મોને સાત્વિકવાળા કરવા માટે શરીરની અંદરના ભાવો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.(૬૪)આ ભાવોને સાત્વિક બનાવવા જોઇએ. કૂદકા મારતા ભાવોને કાબુમાં રાખી તેને તેનાં સત્વગુણની સપાટીથી બહાર ના જાય તેનો તમારે ખ્યાલ રાખવો. (૬૫)આ ભાવોને સાત્વિક બનાવવા જોઇએ. કૂદકા મારતા ભાવોને કાબુમાં રાખી તેને તેનાં સત્વગુણની સપાટીથી બહાર ના જાય તેનો તમારે ખ્યાલ રાખવો. (૬૬)તમારા રોજબરોજના કર્મો સાત્વિક થશે એટલે તમારી ઉર્ધ્વ ગતિ શરૂ થશે. આ ગતિ ચાલુ રહેશે એટલે આપોઆપ તમારૂં કલ્યાણ અને માત્ર કલ્યાણ થશે.(૬૭)તમારી આવકમાંથી તમારે તમારા કુટુંબનું ભરણપોષણ અને બાળકોનો વિકાસ કરવાનો છે.(૬૮)પાના નંબર – ૧૩૩
આવક આનાથી વધે તો ભવિષ્યની વ્યવસ્થા સારી રહે તે વિચારવાનું છે, એટલે બચત કરવાની છે.(૬૯)આ વખતે બચત અને દાનનો શુભ સમન્વય કરવાનો છે.(૭0)આપણાથી ગરીબ માણસને મદદ, માનવપ્રવાહને સેવાઓ આપતી સંસ્થાઓને મદદ, માનવપ્રવાહના બાળવર્ગને ઉત્થાનમાં લાવવામાં મદદ, વૈજ્ઞાનિક રીતે પ્રકૃતિના નિયમો શોધતી સંસ્થામાં મદદ, ઇશ્વરની આરાધના કરતાં અને ઇશ્વરનું જ્ઞાન ફેલાવતાં સાધુઓને મદદ કરવાની છે. (૭૧)આ બધાનું બુદ્ધિપૂર્વક આયોજન કરવાનું છે. તમારી વાર્ષિક આવકમાંથી અમુક ભાગ દાનના માર્ગે જાય તે જોવાનું છે.(૭૨)તમારી સ્વાર્થવૃત્તિ તમોને જ ખાઇ ના જાય તે તમારે જોવાનું છે.(૭૩)ઉદાર બનવાનો અભિગમ રાખવાનો છે.(૭૪)‘કંજુસતા” અને ‘કરકસર’ વચ્ચેનો ભેદ સમજવાનો છે અને તે મુજબ કર્મ કરવાનુ છે, એટલે ‘કરકસરયુક્ત’ જીવન જીવવાનું છે.(૭૫)પ્રકૃતિની આવતી દરેક સેવાઓનો બગાડ ના થાય તે જોવાની તમારી ફરજ છે.(૭૬)પાના નંબર – ૧૩૪
પ્રકૃતિ તરફથી આવતાં પાણી, ખોરાક, ઇલેક્ટ્રીસીટી, ગેસ વગેરે સેવાઓનો જોઇતા પ્રમાણમાં ઉપયોગ કરવો અને “બીજા મનુષ્યો છે” તેમ વિચાર કરવો. તમારા મનમાં એવો ભાવ લાવો કે “આપી ના શકીએ તો કંઇ નહિ પણ બગાડ તો ના જ કરીએ.”(૭૭)તમારી માનવજીવનની યાત્રામાં તમારી પાસે આવતાં મનુષ્યને “પ્રેમ” આપો. સાંત્વના આપો. તમારાથી બની શકે તેટલી મદદ કરો. તમો આ માનવપ્રવાહનું બિંદુ છો અને બીજાઓને તમારાથી શક્ય હોય તે સહાય કરવા પ્રભુએ મોકલ્યા છે તેમ માનો.(૭૮)જીવન છે એટલે દરેક વ્યવહાર કરવો પડે. આ વ્યવહાર એવી રીતે ગોઠવો કે બીજા માણસને તમારા માટે “માન” અને “આદર” થાય.(૭૯)તમારાથી ‘આર્થિક’ રીતે નબળા માણસ સાથે વ્યવહાર કરવાનો આવે ત્યારે ખ્યાલ રાખે કે તે તમારા પ્રેમથી “પ્રેમ” અને માત્ર “પ્રેમ” જ લઇ જાય.(૮0)આને વધુ સ્પષ્ટ બનાવું. “મજૂર”, “ધોબી”, “માળી”, “રીક્ષાવાળા'” જેવાં પોતાની “જાત મહેનત” ઉપર જીવતા મનુષ્યો સાથેનો વ્યવહાર પ્રેમયુક્ત કરવો. (૮૧)માનવપ્રવાહને વહેવડાવા પ્રકૃતિએ તેના પ્રતિનિધિઓ મૂક્યા છે તેમ માનવું. (૮૨)પાના નંબર – ૧૩૫
તમારાથી શારીરિક રીતે ઉતરતાં અને ખાંડ-ખાંપણવાળા મનુષ્યોની કદી મશ્કરી કરવી નહિ. આપણાથી શક્ય હોય તેટલી મદદ આવી આપણા જીવન પ્રવાહમાં આવતા મનુષ્યોને કરવી.(૮૩)આપણા જીવનમાં સતત ખ્યાલ રાખવો કે આપણા થકી બીજાના જીવનમાં આપણે કોઇ નુક્શાન તો નથી કરતા ને?(૮૪)પ્રકૃતિના મનુષ્યો સિવાયના ચૈતન્ય પ્રવાહને આપણાથી કોઇ નુક્શાન ના થાય તેનો ખ્યાલ રાખવો. (૮૫)મનુષ્ય પ્રવાહને નુક્શાન કરતાં પરિબળોને અટકાવવા. આ અટકાવવામાં જરૂરી બુદ્ધિપૂર્વક ‘ઓછામાં ઓછી’ હાનિ થાય તેમ આયોજન કરવું.(૮૬)“મનુષ્ય પ્રવાહ'”ને અવરોધતાં પરીબળોને આપણે કોઇપણ રીતે ટેકો ન આપવો કે મદદ ના કરવી. કારણ “મનુષ્ય પ્રવાહ” ને અવરોધતા પરીબળો શેતાનીયતતા છે અને પ્રકૃતિની આવા પરિબળોને પછાડે છે. (૮૭)દરેક કાર્યમાં પ્રકૃતિની ઉચ્ચતમ ચાલને સમજવી. તમામ ભાવોને બુદ્ધિ દ્વારા યોગ્ય રીતે કાબુમાં રાખવા અને પ્રકૃતિની ઉચ્ચતમ ચાલની દિશામાં વાળવા.(૮૮)દરેક કાર્ય સાત્વિક ભાવથી ઉત્તમ રીતે કરવું. આ અધિકાર તારો પોતાનો છે. સારૂં કાર્ય કરી તેના ફળની આશા ના રાખવી.પાના નંબર – ૧૩૬
પ્રકૃતિ પોતે ગાણિતિક નિશ્વિત કાર્ય કરી રહી છે. તારા કરેલાં કર્મનું અચૂક ફળ તે આપવાની છે. આવી અડ્ગ શ્રદ્ધા રાખવી.(૮૯)કયા કાર્યનું કેવું, ક્યારે અને કેટલું ફળ આપવું તે પ્રકૃતિનાં હાથની વાત છે. (૯0)આથી પ્રકૃતિદત્ત આવી પડેલી સ્થિતિ માટે કોઇપણ જાતનો શોક, દુઃખ ના કરવા અને તે સ્થિતિનો સહર્ષ સ્વીકાર કરવો. (૯૧)પ્રકૃતિ તરફથી સુખ મળે તો તેનાથી તમારામાં અભિમાન ના આવી જાય તેની સતત દરકાર કરો. ધ્યાન રાખ બેટા, સુખ આવવાથી તમારી અંદર ‘તમો કર્તા છો’ એવો ભાવ પ્રવૃત્ત થવા માંડે છે. અને આ ભાવ આવવાથી અને તેમાં વધારો થવાથી તમો પ્રકૃતિના અસ્તિત્વનો ખ્યાલ ભૂલી જાવ છો.(૯૨)આમ સુખ આવે ત્યારે “ઇશ્વરની કૃપા થઇ છે” તેવો ખ્યાલ રાખો અને વધુમાં વધુ ઇશ્વર તરફ મન, બુદ્ધિ અને આત્મા વળે તેવું કરો. વધુમાં વધુ બીજાઓને મદદ કરો. (૯૩)તમારી અંદર રહેલી તમામ તાકાત, તમામ જ્ઞાન, તમામ બુદ્ધિ “મનુષ્યત્વ” ના કલ્યાણ પાછળ ખર્ચાય તેનું ધ્યાન રાખો.(૯૪)સતત ધ્યાન રાખો તમામ ભૌતિક જગત “નાશવંત” છે. અભૌતિક જગત શાશ્વત છે.(૯૫)પાના નંબર – ૧૩૭
પ્રકૃતિએ ‘ભૌતિક’ જગતના વિકાસ માટે પશ્ચિમી જગતને પસંદ કર્યું છે અને અભૌતિક જગતના વિકાસ માટે ‘ભારત’ ની ભૂમિ પસંદ કરી છે.(૯૬)‘ભારત’ ની ભૂમિ ઉપર જ્યાં ત્યાં પ્રકૃતિના ગુપ્ત ઝરણાં વહી રહ્યા છે અને ગમે તે મનુષ્યમાં ગમે ત્યારે પ્રકૃતિ આ ઝરણાંની દેખા દે છે.(૯૭)“ઇશ્વર” ને જોવાં માટે “ભારતીય ભૂમિ” જેવી કોઇ ઉચ્ચભૂમિ આ પૃથ્વી ઉપર નથી. (૯૮)આ ભૂમિના પાણીમાં એવા સાત્વિક ગુપ્ત ગુણો રહેલા છે કે તેને પીનાર મનુષ્યમાં “સાત્વિકતા” ના ગુણો અને ઇશ્વર તરફની દ્રષ્ટિ આપોઆપ આવે.(૯૯)તારો જન્મ આ ભૂમિ ઉપર થયો છે તેનું તું ગૌરવ અનુભવ. (૧00)તને થશે કે ગુરૂદેવ આમ કેમ બોલે છે. ભારતમાં દેખાતા પાપ, પ્રપંચ, ભ્રષ્ટાચાર જોઇને તને અંદરથી હસવું આવે છે તે હું સમજું છું.(૧0૧)બેટા, તેં એકતરફી દ્રષ્ટિ રાખી છે એટલે તને એવું દેખાય છે. (૧0૨)આવા કાદવમાં ઉગતા કમળો તું જોતો નથી. પ્રકૃતિના અદ્રશ્ય હાથો સાત્વિક પરિબળો દ્વારા “ભારત” ને ચલાવી રહ્યા છે તે તુંપાના નંબર – ૧૩૮
જોતો નથી. ખૂણે ખૂણે પ્રગટતાં સાત્વિક મનુષ્યોને તું જોતો નથી. ગાઢ અંધકારમાં અજવાળા આપતા પ્રકૃતિના તેજસ્વી દિવાઓને તું જોતો નથી. ભારતનાં નાનામાં નાના મનુષ્યમાં પ્રબળ આધ્યાત્મિક બળ તું જોતો નથી. ગમે તેવી મુશ્કેલ સ્થિતિમાં સાત્વિક્તા ટકાવી રાખતા મનુષ્ય તું જોતો નથી. એટલે તને હસવું આવે છે.(૧0૩)“કોઇનેય ઇજા ના થાય””હાનિ” ના પહોંચે તે રીતે જીવન જીવવાની રીત ભારતીય મનુષ્યના લોહીમાં આપોઆપ આવે છે.(૧0૪)બીજાઓને સહન કરવાની મહાન તાકાત ભારતીય લોહીમાં હોય છે.(૧0૫)“સહનશક્તિ”નો મહાન ગુણ ભારતીયોને ઇશ્વરદત હોય છે.(૧0૬)આ ગુણના લીધે આટલા બધા ધર્મો, ભાષાઓ, પ્રાદેશિક ભિન્નતા વચ્ચે “મનુષ્યત્વ” ને પ્રાધાન્ય આપતું પરીબળ ભારતમાં વિકસ્યું છે. (૧0૭)દુનિયાના અન્ય દેશોને આ પ્રમાણે “મનુષ્યત્વ” ને જ પ્રાધાન્ય આપતા આ પરીબળનો ખ્યાલ આવશે ત્યારે ભારત એક મહાન દેશ તરીકે આગળ આવશે અને “મનુષ્યત્વ” જ ઇશ્વરને મન મહત્વની વસ્તુ છે તે વિશ્વમાં સમજાશે. (૧0૮)“મનુષ્યત્વ”નાએકત્વતરફની ગતિ કરતી પ્રકૃતિની મહાન ચાલ દરેકને ભારત સમજાવશે. અને તેને અવરોધતાં પરિબળોનો સામનો કરવાની દિશામાં વિશ્વના દેશોનો વાળશે.(૧0૯)પાના નંબર – ૧૩૯
આમ ભારતનો ઝળહળથો પ્રકાશ પૃથ્વી પર ફેલાશે.(૧૧0)તને કર્મ કરવાની રીત સમજાવતા મારાથી તને આ ગુપ્ત રહસ્ય કહી દેવાયું છે આથી આગળ આ રહસ્ય તને અત્યારે જણવાતો નથી.(૧૧૧)તારે “સહનશક્તિ” કેળવવાની છે. તું મનુષ્ય છે તેવા બીજા પણ મનુષ્ય છે તેમ તારે બુદ્ધિપૂર્વક સમજવાનું છે. (૧૧૨)દરેકના ધર્મ, ભાષા, રહેવાની જગ્યા, પહેરવેશ, જીવવાની ટેવો જુદી જુદી હોય પણ તે આખરે “મનુષ્ય” છે તે તારે સમજવાનું છે.(૧૧૩)બધાને તારા જેવા શોક, આનંદ, મનના ભાવો જેવા કે પ્રેમ, ઇર્ષ્યા, ધિક્કાર હોય જ. દરેકમાં મૂળભૂત રીતે કહેલું “મનુષ્યત્વ”નું તત્વ એક જ હોય છે. અને આ”એકત્વ”તરફ પ્રકૃતિ મનુષ્યને લઇ જાય છે. તેવું સાચું જ્ઞાન તારામાં તારે પ્રગટાવવાનું છે અને તે દિશામાં તારે કામ કરવાનું છે.(૧૧૪)આ ભેદોને સહન કરી બધાના પ્રત્યે સમાન દ્રષ્ટિની ઉંડી સમજ તારે કેળવવાની છે.(૧૧૫)તું આખા ભારતને નિહાળ. કેટલા બધા ધર્મો, ભાષાઓ, પ્રદેશની ભિન્નતા, પ્રાકૃતિક શક્તિની ભિન્નતા અને આ બધાપાના નંબર – ૧૪0
વચ્ચે”એકત્વ”તરફનું તત્વ તેનું નિરીક્ષણ કર. બીજાઓને સહન કરવાની મહાન તાકાત ભારતીય લોહીમાં પ્રકૃતિ ઉત્પન્ન કરી રહી છે.(૧૧૬)બીજા મનુષ્યો પ્રત્યે “પ્રેમ” અને માત્ર “પ્રેમ” ઉત્પન્ન કરી મહાન મનુષ્યધર્મ નું નિર્માણ પ્રકૃતિ કરી રહી છે.(૧૧૭)આ દ્વારા “માનવ-ધર્મ” નો મહાન ભાવ ભારતમાં મહાન પ્રકાશના સ્તંભની જેમ ઉત્પન્ન થઇ રહ્યો છે.(૧૧૮)આનો દિવ્ય પ્રકાશ બીજા રાષ્ટ્રને માટે એક દોરવણી આપનાર બનશે.(૧૧૯)“માનવ-ધર્મ” જ શ્રેષ્ઠ ધર્મ તરીકે આ રીતે પૃથ્વી ઉપર દેખાશે.(૧૨0)તારે તારા કર્મ આ દિશામાં ગોઠવવાના છે.(૧૨૧)તું ઝાડ વાવે એટલે તરત જ ફળ ફૂલ આવે નહિં. તે માટે “સમય” અગત્યની વસ્તુ છે. તેનો સમય થાય એટલે આપોઆપ ફળફૂલ આવવા માંડે છે. આ માટે “ધીરજ” રાખવી પડે.(૧૨૨)આમ “ધીરજ” નો મહાન ગુણ કેળવવો પડે.(૧૨૩)આપણા કર્મને આપણે ઉચ્ચતમ રીતે કરી શકીએ તે માટે આપણી બુદ્ધિને તૈયાર કરવી પડે અને આના માટે આપણાથી વધુ અનુભવીપાના નંબર – ૧૪૧
અને જ્ઞાની પાસેથી જ્ઞાન લેવું પડે. આ “જ્ઞાન” પણ મનુષ્યનો અદ્રશ્ય ખજાનો છે. ભૌતિક સંપત્તિ કરતાં અતિ મૂલ્યવાન આ ખજાનો છે.(૧૨૪)આપણી પાસે જ્ઞાન હોય તો બીજા જેની પાસે નથી તેને જ્ઞાન આપવું જોઇએ(૧૨૫)આ જ્ઞાનનો ખજાનો એવો છે કે ગમે તેટલું આપો તો પણ તે કદિ ખૂટે નહિ, ઉલટાનું વધે જ જાય. (૧૨૬)ભારતીય શાસ્ત્રોનો મહાન નિયમ “આ બધું પૂર્ણ છે. પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તો પણ પૂર્ણ રહે છે. પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો તો પણ પૂર્ણ રહે છે.” બ્રહ્મત્વ સમજાવવા માટેનો છે. આ નિયમ “જ્ઞાન” ને લાગુ પડે છે. આથી જ્ઞાન આપવામાં કે લેવામાં કદી શરમ અનુભવવી નહીં.(૧૨૭)“ભૌતિક” જગતમાં અનેક દુઃખો છે. આધ્યાત્મિક જગતમાં દુઃખ, સુખ, લાભ, અલાભ, માન-અપમાન કશું જ નથી. આથી ભૌતિક જગતમાં સુખ ઉત્પન્ન થાય તે રીતે જીવવું. આમ છતાં દુઃખ અનુભવવું પડે તો આધ્યાત્મિક જગતનો ઉપયોગ કરી આ દુઃખનો અનુભવ સુખમાં ફેરવવો.(૧૨૮)પશ્ચિમી દુનિયા તરફથી થયેલો ભૌતિક વિકાસ અને મનુષ્યો માટે સુખ ઉત્પન્ન કરવાની રીતો અને ભારતીય જગતમાં થયેલો આધ્યાત્મિક વિકાસ અને તે દ્વારા દુઃખો ઓછી કરવાની રીતોનો અને સહન કરવાની રીતોનોપાના નંબર – ૧૪૨
સમન્વય કરી જીવનને ઉચ્ચતમ સપાટી પર લઇ જવાય તે રીતે કર્મોને ગોઠવવા જોઇએ. (૧૨૯)એકલા ભૌતિક જગતના વિકાસ ઉપર આધાર રાખતો સમાજ મોટા ખાડામાં પડે છે. એકલા આધ્યાત્મિક વિકાસ તરફ જતો સમાજ નિર્બળ થઇ જાય છે. આથી સમાજના વિકાસમાં બંને પાસાઓનો વિકાસ આવશ્યક છે. સમાજના મનુષ્યો ભૌતિક રીતે સમૃદ્ધ હોય અને આધ્યાત્મિક રીતે અંદરથી આગળ વધેલા હોય તે સમાજ કદી દુઃખી થતો નથી.(૧૩0)પ્રકૃતિ આવા વિકસિત સમાજ તરફ આગળ વધી રહી છે. આથી પ્રકૃતિની આવી ચાલમાં સહાયભૂત થવું અને તે રીતે કાર્ય કરવું.(૧૩૧)એકવાર તને પ્રકૃતિની ચાલની ખબર પડી જાય પછી કેવી રીતે કાર્ય કરવું તેની તને અંદરથી જ ખબર પડી જશે. (૧૩૨)દરેક મનુષ્યની હરેક પળ કાર્ય માટેનાં તેના આગવા નિર્ણય માંગે છે અને તેના પર ભવિષ્યની પણ નિર્ણિત થાય છે. (૧૩૩)ઘણાં ભૌતિક જગતને નકામું ગણે છે. ઘણા આધ્યાત્મિક જગતને નકામું ગણે છે. પ્રકૃતિએ આ બે જગત બનાવ્યા છે. બંનેના જુદી જુદી જગ્યા એ વિકાસ કરાવ્યા છે. અને પછી બંનેને એકબીજાની નજીક લાવી દીધા છે. આમ પ્રકૃતિ બંને જગતનોપાના નંબર – ૧૪૩
સમન્વય કરી ઉચ્ચ રસ્તો પસંદ કરી જીવનને જેટલું બને તેટલું સુખમય બને તે રીતે કર્મને ગોઠવવું એમ જણાવે છે. (૧૩૪)તું પાછો ઉંધુ ના વિચારે એટલે સ્પષ્ટકરું કે સુખ સાપેક્ષ વસ્તુ છે. સુખના ઢગલામાં સુનાર માણસ અંદરથી દુઃખી હોય છે અને કશું જ ના હોય છતાં માણસ અંદરથી ખૂબ ખૂબ સુખી હોય છે.(૧૩૫)આથી જે પળ આવે તે પળની સ્થિતિને અંદરના આનંદથી પ્રકૃતિદત્ત સ્થિતિ છે એમ ગણી સ્વીકારવી અને વર્તમાન પળનો એટલો સરસ ઉપયોગ કરવો કે તારો અંદરથી અને બહારથી સુંદર વિકાસ થાય અને તે દ્વારા ભવિષ્યની આવનાર પળ એક સુંદર પળ બની રહે.(૧૩૬)આ રીતે કર્મ કરવાથી તું સાચા મનુષ્યજીવનનો સુવર્ણ પ્રકાશ પામીશ. (૧૩૭)તારા દરેક કાર્યમાં પ્રકૃતિનો દિવ્ય આર્શીવાદ રહે તેવા મારા તને આર્શીવાદ છે.(૧૩૮)અધ્યાય ૧૪ મો સંપૂર્ણ